ગાંધીધામ/ભુજ, તા. 25 : ભચાઉના સામખિયાળી
શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેનાર સીમાબેન ખોડા કોળી (ઉ.વ. 32) નામના મહિલાએ ખેતરે જઈ, જ્યારે ભુજ તાલુકાના બળદિયા ગામે રહેતા 45 વર્ષીય પરેશભાઈ વાલજીભાઈ લોંચાએ
પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવનના અંત આણ્યા હતા. સામખિયાળીમાં રહેનાર ત્રણ સંતાનોના
માતા એવા સીમાબેન પોતાના ઘરેથી નીકળી ગયા બાદ નજીક આવેલા પોતાનાં ખેતરે ગયા હતા. આ
ખેતરમાં આવેલાં ઝાડમાં સાડી બાંધી તેમણે ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. ગઈ કાલે
બપોરના અરસામાં બનેલા આ બનાવ અંગે પોલીસે નોંધ
કરી બનાવ પછવાડેનાં કારણો સહિતની આગળની
તપાસ હાથ ધરી છે. બળદિયા ગામના પરેશભાઈ લોંચાએ ગઈકાલે રાતે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર
ગળે ફાંસો ખાઈ લેતાં તેમનો પુત્ર સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યો
હતો, પરંતુ મધ્યરાતે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
હતા. માનકૂવા પોલીસે જાહેર થયેલી વિગતોના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી
હાથ ધરી છે.