• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : રમ્ય ચૈતન્યભાઈ અંતાણી (ઉ.વ. 25) તે સ્વ. ચૈતન્ય જગદીશચંદ્ર અંતાણી અને સ્વ. અર્ચનાબેનના નાના પુત્ર, સ્વ. જગદીશચંદ્ર મોહનલાલ અંતાણી અને હેમાંગીબેનના પૌત્ર, નિકુંજના નાના ભાઈ, નિશા પ્રશાંત અંજારિયા, સીમા (સ્મિતા) મુનીન્દ્ર વૈદ્ય, સ્વ. ધીમંત જગદીશચંદ્ર અંતાણીના ભત્રીજા, સ્વ. કાંતિલાલ માંકડ અને પ્રેમિલાબેનના દોહિત્ર તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. (લોકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ અંજારના આબિદઅલી કરીમભાઇ વોરા (ઉ.વ. 82) તે મોબિનાબેનના પતિ, હુઝૈફાના પિતા, અરવા હુઝૈફાના સસરા, હવરા, સમીનાના દાદા તા. 23-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-11-2025ના સોમવારે સાંજે 4થી 5 તેમજ ત્રિજ્યાના સિપારા રાત્રે 8 વાગ્યે મુફદ્દદલ હોલ, બુરહાની મસ્જિદ, વોહરા કોલોની, કચ્છ યુનિવર્સિટીની સામે, મુંદરા રોડ, ભુજ ખાતે.

ગાંધીધામ : કુ. ખુશાલી લાલજીભાઇ મતિયા (ઉ.વ. 17) તથા આશાબેન લાલજીભાઇ મતિયા (ઉ.વ. 40) તે લાલજી નારણ મતિયાના પુત્રી અને પત્ની, સ્વ. અજબાઇ નારણભાઇના પૌત્રી અને પુત્રવધૂ, દેવજીભાઇ, શંકરભાઇ, પપ્પુભાઇના ભત્રીજી અને નાના ભાઇના પત્ની, બાયાબેન, મીરાંબેન, પારૂબેનના ભત્રીજી અને દેરાણી, રાજેશ, ગીતાબેન મુકેશભાઇ મતિયા, દક્ષાબેન દીપકભાઇ મતિયા, શામ મતિયા, નીતાબેન, જ્યોતિબેનના બહેન અને કાકી, મોહિતના બહેન અને માતા, મુટાબેન કરશનભાઇ ગરવા, લક્ષ્મીબેન લાલજીભાઇ કટુવાના ભત્રીજી અને ભાભી, જ્યોતિ, પ્રેમ, ગૌરવ, નંદનીના બહેન અને મામી, હીરબાઇ ગાભાભાઇ રતડના દોહિત્રી અને પુત્રી, રમીલાબેન બાબુભાઇ રતડ, ભાવિકાબેન ભીમજીભાઇ રતડના ભાણેજી અને બહેન, વીર, મીનુ, હંસીકાના માસી અને નાની, કૃણાલના ફઇ અને દાદી તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ છે. સાદડી (બેસણું) મકાન નં. 83, મહેશ્વરીનગર, ગાંધીધામ ખાતે.

અંજાર : હરિભાઈ ભગવાનજીભાઈ રાવરિયા (ઉ.વ. 73) તે સ્વ. સખીબેન ભગવાનજીભાઈના પુત્ર, હીરાબેનના પતિ, અનિલ, અશ્વિન, નીતિન, કલ્પેશના પિતા, શીતલબેન, મંજુબેન, વર્ષાબેન, દયાબેનના સસરા, સ્વ. દેવરાજભાઈ, સ્વ. વાલીબેન, જેરામભાઈ (બબાકાકા)ના ભાઈ, ગં.સ્વ. જખીબેન, મુરીબેનના દિયર, ગણેશ, જગદીશ, કાનજી, અશોક, પ્રવીણના કાકા, બીનાબેન, નર્મદાબેન, હીરુબેન, અપેક્ષાબેન, કંચનબેનના કાકાજી સસરા, મિત, માહિર, અંજલિ, નૈશ્વી, પ્રાચી, ટ્વિંકલ, માન, જિયાંશીના દાદા, સ્વ. નારણ માવજી વેરાત (ચોપડવા)ના જમાઈ, હરજીભાઈ, જેઠીબેન, રતનબેનના બનેવી તા. 23-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11-2025ના મંગળવારે સાંજે 4થી 5 વિવિધલક્ષી હોલ, જૈન કોલોની, અંજાર ખાતે.

માધાપર (તા. ભુજ) : નરેશભાઇ ખીમજીભાઇ રૂપાણી (ગરવા) તે ગં.સ્વ. ચંદ્રિકાબેન ખીમજીભાઇના પુત્ર, જ્યોતિબેનના પતિ, હીરજીભાઇ મનજીભાઇ, હરિલાલ મનજી, ગં.સ્વ. કમીબેન દેવજીભાઇ ગાજણ, ગં.સ્વ. લક્ષ્મીબેન ભારમલભાઇ ગેડિયાના ભત્રીજા, પ્રવીણભાઇ, પ્રતાપભાઇ, કલ્યાણભાઇ, ભરતભાઇ, મનીષભાઇ, ભારતીબેન કાનજીભાઇ શેખા, ઉર્મિલાબેન મનસુખલાલ ગેડિયા, અમૃતાબેન ભરતભાઇ મુછડિયાના ભાઇ, (સિંગર) કરણભાઇ, ભવ્ય, ભાગ્ય, દર્શના, કાવ્યા, પારસના કાકા, મનોજભાઇ ભીમજીભાઇ શેખા (ગાંધીધામ)ના ભાણેજ, જોગેલ પૂંજાભાઇ ખાવર (ઘડાણી-રવાપર)ના જમાઇ તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. બારસ તા. 25-11-2025ના સાંજે અને પાણી (ઘડાઢોળ) તા. 26-11-2025ના સવારે 6 વાગ્યે નિવાસસ્થાને હંસનગર, માધાપર ખાતે.

શિણાય (તા. ગાંધીધામ) : પ્રભુલાલ ધનજીભાઇ વાઘમશી (ઉ.વ. 39) તે ગં.સ્વ. વાલીબેન ધનજીભાઇના પુત્ર, અલ્પાબેનના પતિ, ભગવતીબેન ગોપાલભાઇ હડિયાના જમાઇ, અમૃતલાલ, વસંતાબેનના ભાઇ, ઓમ, મંશાના પિતા, ધ્રુવ, રૂત્વિકના કાકા, ગં.સ્વ. ચેતનાબેનના જેઠ, જેન્તીલાલ હડિયાના સાળા તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-11- 2025ના સોમવારે બપોરે 3થી 4 યદુવંશી સોરઠિયા સમાજવાડી, મધુબન વાડી (ઉપરનો હોલ), શિણાય ખાતે.

નાના લાયજા (તા. માંડવી) : ગઢવી જીવણ કારા તે સ્વ. કારા મુરજી અને કમશ્રીબાઇના પુત્ર, વાછિયા મૂરજી, દેવાયત મૂરજી, ભાણબાઇ વીરા સાખરા, પનઇબાઇ કચરા ગિલવા, વીરબાઈ ગોપાલ વાનરિયા, માલબાઇ કાનિયા બારોટના ભત્રીજા, હાંસબાઇ રામ સાખરાના ભાઇ, પાલુ કરસન મૂરજીના કાકાઇ ભાઇ તા. 23-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી અને ઉત્તરક્રિયા તા. 3-12- 2025ના નિવાસસ્થાને નાના લાયજા ખાતે.

મોટા સલાયા (તા. માંડવી) : કુંભાર મરિયાબાઇ આદમભાઇ (ઉ.વ. 71) તે મ. આદમભાઇ ભચુના પત્ની, મ. ઇસ્માઇલ, ઇબ્રાહિમના માતા, યુનશ, અનવર, અલી અકબર, હમીદના દાદી, કુંભાર સુલેમાન મામદ (કુરબઇ)ના બહેન તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-11-2025ના સવારે 10થી 11 બિલાલ મસ્જિદ, દવાખાના વિસ્તાર, મોટા સલાયા ખાતે.

ફરાદી (તા. માંડવી) : કચ્છી રાજગોર ગં.સ્વ. નર્મદાબેન બાબુલાલ પેથાણી (ઉ.વ. 85) તે સ્વ. બાબુલાલ કરશનજીના પત્ની, શંકરજી રામજી ભટ્ટ (નલિયા)ના પુત્રી, ભગવતી, દમયંતી, ભાવના, ભરત, જનકના માતા, ખીમજીભાઇ જોષી, સ્વ. મોહનલાલ મોતા, ભરતભાઇ ભટ્ટ, ભારતીબેન, નિર્મળાબેનના સાસુ, જય, જિજ્ઞેશ, દર્શન, ભૂમિના દાદી, મિત્તલ, પૂજાના દાદીસાસુ, વર્ષા, કાશ્મીરા, અરૂણા, જાસ્મિન, વૈશાલી, બીના, કલ્પેશ, બ્રિજેશ, પરેશ, રાજેશ, પિન્ટુ, પીયૂષના નાની, પૂર્વી, વામિકા, રુદ્રાક્ષના પરદાદી, સ્વ. કસ્તૂરબેન મૂળશંકર પેથાણીના જેઠાણી, અરૂણા, નીતિન, સ્વ. સુરેશના કાકી, રેખા, રૂપલના કાકીસાસુ, સ્વ. જવેરબેન, સ્વ. પાર્વતીબેન, સ્વ. શાંતાબેન, ગં.સ્વ. સરસ્વતીબેન, અમ્રતલાલ ભટ્ટ, સ્વ. લક્ષ્મીદાસના બહેન, જયાબેન, સ્વ. ગોદાવરીબેનના નણંદ, ઉમેશભાઇ, રાજેશભાઇ, દમયંતીબેન, સ્વ. નીમુબેનના ફઇ તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 25-11- 2025ના બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, ફરાદી ખાતે.

પત્રી (તા. મુંદરા) : મૂળ બેરાજાના ધીરજ કરસન ચાવડા (આહીર) તે રૂપીબેન કરસનભાઈના પુત્ર, જયશ્રીબેનના પતિ, યશના પિતા, શંકરભાઇના ભાઈ, નારાણ વાલજી ગોયલના જમાઈ તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું મંગલદીપ નગર, પત્રી ખાતે.

આણંદપર-યક્ષ (તા. નખત્રાણા) : ચંદુલાલ ભગત (આનંદેશ્વર મહાદેવ મંદિરના પૂજારી) (ઉ.વ. 69) તે પ્રેમિલાબેનના પતિ, સ્વ. કાન્તાબેન નાગજીભાઈ રાજાભાઈના પુત્ર, કેશવલાલ (જલગાંવ), સવિતાબેન (કનકપર હાલે સાંગલી), ગીતાબેન (સાંયરા હાલે ગાંધીધામ), રમણભાઈ (ગાંધીધામ)ના ભાઈ, પ્રવીણકુમાર (આણંદપર), જેન્તીલાલ (નામલી-રતલામ)ના પિતા, વિજય (જલગાંવ), શારદા (બેંગ્લોર), સુનિતા (સુરત), હંસા (વલસાડ), નમ્રતા (મોરબી)ના કાકા, લક્ષ્મીબેન (ઠાસરા), નિમિષા (પલીવાડ), ખુશાલ (ગાંધીધામ)ના મોટાબાપા, પૂજા, કશિશ, ચૈતાલી, ભક્તિ, નયન, રિયા, સિવાય, કોનાર્ક, હનિકાના દાદા, લીલાબેનના દિયર, દમયંતીબેનના જેઠ, લતાબેન, ભાવનાબેન, પ્રિયંકાબેન, ખુશ્બૂબેનના સસરા, સ્વ. સોમજી લધા ભીમાણી (દેવપર-યક્ષ)ના જમાઈ, મૂળજીભાઈ, સામજીભાઈ, રતનશીભાઈના બનેવી તા. 23-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-11-2025ના સોમવારે સવારે 8.30થી 11, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી ખાતે. બાકીના દિવસો તેમના નિવાસસ્થાન આણંદપર (યક્ષ) ખાતે.

જિયાપર (તા. નખત્રાણા) : હિતેશભાઈ ચોપડા (ઉ.વ. 39) તે સ્વ. દેવજી નાનજીના પૌત્ર, ઝવેરબેન ડાહ્યાલાલના પુત્ર, સ્વ. મણિલાલ, ભવનભાઈ, લક્ષ્મીબેન, કાંતાબેન, શારદાબેનના ભત્રીજા, મહેશભાઈ, નવીનભાઈના નાના ભાઈ તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-11-2025ના સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, જિયાપર ખાતે.

રવ મોટી : મયૂરકુમાર ભાનુશંકર જોષી (ઉ.વ. 35) તે ગં.સ્વ. નિતાબેન ભાનુશંકર અંબારામના પુત્ર, શિલ્પાબેનના પતિ, જિતેન્દ્ર મોહનલાલ ડિઘારી (ફતેગઢ)ના જમાઇ, સ્વ. વાસુદેવ, મોહનલાલ, સ્વ. નીલાવંતીબેન, સ્વ. નવીનચંદ્ર, સ્વ. નરેશભાઇ, જિતેન્દ્ર, સ્વ. પ્રભાબેન, સ્વ. લાભશંકર, દિનેશ, ભીખાલાલ, વાલજીભાઇના ભત્રીજા, પ્રાંશુ, પ્રિસાના પિતા, મહેશ, બિપિન, પ્રતીક, વિપુલ, ઉત્તમ, હરેશ, સંજય, રાજેશ, જયેશ, હિરેન, રવિ, ચંદ્રિકા, મયૂરી, વૈશાલી, વનિતા, અર્ચના, હિના, બીના, દીપાલીના ભાઇ, ડિમ્પલના જેઠ, સ્વ. ઉમૈયાશંકર મયારામ ઉપાધ્યાય (વાંઢિયા)ના ભાણેજ, વિવેક, ગૌરાંગ, વિશ્વા, ગાર્ગીના કાકા, શિવાંશ, વંશિકા, અવ્યાન, દ્વિજાના મોટાબાપા તા. 22-11-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા મોરિયા તા. 4-12-2025ના ગુરુવારે ગારિયાનો વાસ, રવ મોટી ખાતે.

નવી મોટી ચીરઈ (તા. ભચાઉ) : અમરાસિંહ વેલુભા (ઉ.વ. 74) તે સ્વ. બાલુભા વેલુભાના નાના ભાઈ, ઘનશ્યામાસિંહના કાકા, હરેન્દ્રસિંહના પિતા, મનદિપસિંહ, હરદિપસિંહના દાદા તા. 23-11-2025ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા નવી મોટી ચીરઇ ખાતે. ઉત્તરક્રિયા તા 29-11-2025ના શનિવારે નિવાસસ્થાને.

રવા (તા. અબડાસા) : પુણ્યાબા દિલુભા જાડેજા (ઉ.વ. 23) તે દિલુભા જીલુભાના પુત્રી, રણજિતસિંહ જીલુભા, સંપતસિંહ જીલુભા, ભૂપતસિંહ જીલુભાના ભત્રીજી તા. 22-11-2025ના અવસાન પામ્યા છે.

વમોટી મોટી (તા. અબડાસા) : જાડેજા ઉપેન્દ્રાસિંહ (ભીખુભા) (માજી સરપંચ) (ઉ.વ. 45) તે સ્વ. જોરૂભા સરદારાસિંહના પુત્ર, રાજેન્દ્રાસિંહ સરદારાસિંહના ભત્રીજા, ધર્મેન્દ્રાસિંહ જોરૂભા, જયદેવાસિંહ રાજેન્દ્રાસિંહ, પરાક્રમાસિંહ રાજેન્દ્રાસિંહના મોટા ભાઈ, સત્યરાજાસિંહના મોટાબાપુ, સોઢા ઇન્દ્રાસિંહ ખેતાસિંહ (પેથાપર)ના જમાઈ તા. 23-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું દરબાર ગઢની ડેલી પશ્ચિમ, વમોટી મોટી ખાતે. 

Panchang

dd