• ગુરુવાર, 20 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : નાગર બ્રાહ્મણ ગં.સ્વ. નિર્મળાબેન અંબરીષ ત્રિવેદી (ઉ.વ. 83) (નિવૃત્ત નાયબ ચીટનીશ-જિલ્લા પંચાયત) તે સ્વ. અંબરીષ ત્રિવેદીના પત્ની, સ્વ. જમનાબેન લક્ષ્મણભાઈ સોલંકીના પુત્રી, હિરલ પુરોહિતના માતા, યોગેશ જે. પુરોહિત (રચના એજન્સી)ના સાસુ, ત્રિશા અને કહાનના નાની, સ્વ. પુષ્પકાંત ત્રિવેદીના ભાભી, મયૂર, માતંગ, મારુતિ, ઇલાબેનના કાકી, સ્વ. વનિતાબેન, અનિલાબેન (બન્ને જી.કે. જનરલ હોસ્પિટલ), મહેશભાઈ (નીલકમલ કોલ્ડાડ્રિંક્સ), સ્વ. પીયૂષભાઈ, દેવીકુમાર (બન્ને નીલકમલ પાન), દર્શનાના મોટા બહેન, સ્વ. ઉમાબેન, આશાબેન, મીનાબેનના નણંદ, જગદીશ જોશી, સ્વ. હરીશ વિકમશી, સુખદેવ ચૌહાણના સાળીરોમીન, ઉદય, ડેનિશ, સિદ્ધિ, હર્ષ, ધન્યના માસી, હેત, ધારા, મીરા, ચૈતાલી, મોહિતના ફઇ તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2025ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : નારાણભાઇ ગણપતભાઇ જેઠી  (વીજતંત્ર)(ઉ.વ. 85) તે દેવીબેનના પતિ, પરસોત્તમભાઇ, સોમાભાઇના બનેવી, વાઘજીભાઇના ભત્રીજા, કિશોરભાઇ, રમેશભાઇ, દિવાળીબેન, સ્વ. મંજુબેનના ભાઇ, વિપુલભાઇ, વર્ષાબેન, સંજયભાઇના પિતા, સ્વ. હર્ષદભાઇ, હેતલબેન, નિધિબેનના સસરા, દક્ષેશભાઇ, મનીષભાઇ, સુનિતાબેન, હિનાબેન, આશાબેન, સપનાબેન, નિમિષાબેનના મોટાબાપા, કૃપા, મેઘા, રાજવી, ધિમહીના દાદા, હિતેષ અને દીપાલીના નાના, કૃપાના નાનાજી સસરા, અપૂર્વા, હેત, નમન, નક્ષત્રના મોટા દાદા, અપૂર્વ અને મીતના દાદાજી સસરા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 જેઠી સમાજવાડી, સુમરા ડેલી સામે, ભુજ ખાતે.

ભુજ : મૂળ કેરાના ઔદિચ્ય બ્રહ્મસમાજ ભુવડ સમવાયના રસિકલાલ કાન્તિલાલ જોષી (ઉ.વ. 76) (નિવૃત્ત જિલ્લા પંચાયત) તે સ્વ. નંદકુંવરબેન અને સ્વ. સાવિત્રીબેન કાન્તિલાલ શંકરજી જોષી (આમરડીવાળા)ના પુત્ર, કલ્પનાબેનના પતિ, જૈમિન (લંડન), અવનિ (લંડન)ના પિતા, જયેશભાઇ, નીતાબેન મહેશ ભટ્ટ (અંજાર), ઇલા ચંદ્રવદન જોષી (ભુજ)ના બનેવી તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : લક્ષ્મીબેન મૂરજીભાઇ ચૌહાણ (ઉ.વ. 86) તે મૂરજીભાઇ છગનભાઇના પત્ની, મેઘીબેન દેવશીભાઇ કબીરાના પુત્રી, શાંતાબેન, દામજીભાઇ, લવજીભાઇ, અરવિંદભાઇ, હંસાબેનના માતા, લીલાબેન, રંભાબેન, ઇન્દુબેન, વલ્લભજીભાઇ, નારણભાઇના સાસુ, કલ્પના, ભૂપેન્દ્ર, નરેન્દ્ર, સાગર, ચેતન, રવિના, કરીના, દિવ્યાના દાદી, રાજુભાઇ, ભાવનાબેન, ભાવેશભાઇના માસી, બિપિન, ધર્મેશ, વિપુલ, જયેશ, વર્ષા, કિરણ, આરતીના નાની, ધનુબેનના બહેન, ગીતાબેન, પલ્લવીબેનના દાદીસાસુ, દર્શન, વિક્રમ, અનન્યા, મોર્યના પરદાદી, શ્રીકાંત, તનુજા, દીક્ષિતા, વિવાનના પરનાની તા. 15-11-2025ના અવસાન પામ્યા છે.

આદિપુર : જયેશભાઇ ગઢવી (ભોજાણી) (ઉ.વ. 55) તે સ્વ. ચેતનાબેન, રામજીભાઇ ગઢવીના પુત્ર, દીપાબેનના પતિ, શિવાની, વૈભવના પિતા, પરાગના સસરા, મીના, પારૂલ, ઇતિશા, હિતા, ભારતીના ભાઇ તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2025ના સાંજે 4.30થી 5.30 (ભાઇઓ તથા બહેનો માટે) ડી.સી.-બે, સોનલધામ, ગાંધીધામ ખાતે.

અંજાર : પ્રકાશ કાનાણી (ભાટિયા) (ઉ.વ. 68) તે સ્વ. મધુબેન અને સ્વ. રતનશી (માસ્તર)ના પુત્ર, સંધ્યાના પતિ, નિરાલી અને સાગર (સોશિયલ મિડિયા ઇન્ચાર્જ અંજાર શહેર ભાજપ)ના પિતા, ગં.સ્વ. હેમલતા હંસરાજ પાલેજાના જમાઈ, અંકુર સંપટ (મસ્કત)ના સસરા, વિનય (પપ્પુભાઈ-આનંદ એજન્સી), જિતેન્દ્ર, બિપિન, કિરણ (એસ.ટી રિટાયર્ડ), હંસાબેન નૂતનભાઈ ભાટિયા (અમદાવાદ), રૂપાબેન વિનોદભાઈ આશર (જામનગર)ના ભાઈ, નલિનીબેન, આશાબેનના દિયર, ઇલાબેન, મીનાબેનના જેઠ, ધર્મેશ, દીપેશ, ચિંતન, અંકિત, આશિષ, ભાગ્ય, દીપના કાકા, કુણાલ, ધ્રુમિલના મામા, હેતાર્થના નાના તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, બસ સ્ટેશન પાસે, અંજાર ખાતે.

માંડવી : તુરિયા હુસૈન કાસમ (રાજાવાળા) તે જાવેદ,નઝીર, સલમાનના પિતા, મ. અ. લતીફ, મામદ, હસનના નાના ભાઈ, મ. ઈબ્રાહિમ આદમ (ભુજ)ના જમાઈ, અલી અકબર, મુસ્તાક, કાસમના કાકા, અ. રઝાક, મો. હનીફ, ઇકબાલના મામા, રીઝવાન, ઈબ્રાહિમના દાદા તા. 19-11-2025ના અવસાન પામ્યા છે.  તા. 21-11-2025ના શુક્રવારે સવારે 10થી 11 બહેનો માટે કુર્આન ખ્વાની તથા 11થી 12 વાયેઝ-જિયારત ખત્રી જમાતખાના, માંડવી ખાતે.

મુંદરા : મૂળ બારોઇના વાલબાઇ બુદ્ધા દનિચા (ઉ.વ. 72) તે સ્વ. બુદ્ધા ખીમાના પત્ની, સ્વ. ખીમા માલશીના પુત્રવધૂ, વેલજી, દેવજી, દામજી, પુરબાઇ, ચાપશીના માતા, કવિતા, ઉષા, હંસા, ભૂમિકા, લક્ષ્મી, દર્શના, રેખા, અંજલિ, પ્રીતિ, નંદની, વિશાલ, ચેતન, દીપક, મનીષ, રુદ્રાસ, જિગર, કાર્તિકના દાદી, મિતેષ, રિયાના નાની તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

નખત્રાણા : મૂળ દેશલપર (ગુંતલી)ના ઠક્કર જમનાદાસ (ડુંગરશી) વિઠ્ઠલદાસ બારૂ (ઉ.વ. 63) (પૂર્વ પ્રમુખ, એફ.પી.એસ.) તે સ્વ. રુક્ષ્મણિબેન વિઠ્ઠલદાસ સુંદરજી બારૂના પુત્ર, સ્વ. રમીલાબેનના પતિ, સ્વ. પ્રધાનજી, સ્વ. રામજીભાઇ, સ્વ. મૂલજીભાઇ, સ્વ. સુંદરજીભાઇ, સ્વ. મોંઘીબેન મૂલજી આથા (ઉગેડી), સ્વ. મીઠાબેન ખીમજી કોઠારી (નખત્રાણા), સ્વ. શાંતાબેન રણછોડદાસ કોઠારી (મુલુંડ), સરસ્વતીબેન ગંગારામ પલણ (નેત્રા)ના ભત્રીજા, વિરલ (રમા ઇલેક્ટ્રોનિક્સ), પરિતાબેન મિહરભાઇ મડૈયાર (નલિયા)ના પિતા, કનૈયલાલ (પ્રમુખ, એફ.પી.એસ.), હિતેષભાઇ, સ્વ. રાધાબેન શિવદાસ કોઠારી (રોહા), રસીલાબેન નવીનચંદ્ર આઇયા (મોથાળા), લીલાવંતીબેન દયારામ ચોથાણી (મુંદરા), પ્રવીણાબેન જયેશભાઇ સોમૈયા (આસંબિયા), પ્રભાબેન રમેશભાઇ દૈયા (કોટડા-જ.), સ્વ. વર્ષાબેન અશ્વિનભાઇ જોબનપુત્રા (દયાપર), વિમળાબેન જયેશભાઇ પવાણી (સૂરજપર), પ્રીતિબેન દીપકભાઇ મજેઠિયા (માધાપર)ના ભાઇ, સ્વ. ઇલાબેન, દક્ષાબેન બારૂ (ઉપપ્રમુખ, તા.પં.)ના જેઠ, સાવન, દર્શન, રાજ, નીરવ, ધ્યાન, હીરબેનના દાદા, નીલમબેન, હેમાંગીબેન, દિશાબેનના સસરા, સ્વ. રામજી ખેતશી કારીઆ (મોટી વિરાણી)ના દોહિત્ર, સ્વ. ચાંપશી ડુંગરશી નરમ, ગં.સ્વ. શારદાબેન (મુરૂ હાલે ભુજ)ના જમાઇ, મુક્તાબેન ભરતભાઇ પવાણી (સૂરજપર), ઉષાબેન દિનેશભાઇ કતિરા (માંડવી), ગીતાબેન વિજયભાઇ ચંદન (ભુજ), શીલાબેન મુકેશભાઇ સોમૈયા (દિલ્હી), અશોકકુમાર (કમ્પાલા)ના બનેવી, કાવ્યા, વિવાનના નાના તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-11-2025ના બપોરે 3.30થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર ખાતે.

માધાપર (તા. ભુજ) : જેન્તીલાલ ભચુભાઇ પિત્રોડા (ઉ.વ. 63) તે હીરાલાલ (માંડવી), શાન્તાબેન, સ્વ. મંજુબેન (રાજકોટ)ના ભાઇ, જીલેન, ભાવિશાના પિતા, ભાણજી ગોકળદાસ પઢારિયા (અંજાર)ના જમાઇ, હેમાંગી, સાગર મારૂના સસરા, ભવ્યાના દાદા, યુવરાજના નાના તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2025ના શુક્રવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિર પાસે, માધાપર ખાતે.

મોટા બંદરા (તા. ભુજ) : પુરીબેન દેવાભાઇ આહીર (ઉ.વ. 86) તે સ્વ. દેવાભાઇ જેશાભાઇ આહીરના પત્ની, કાનાભાઇ, સ્વ. લખુભાઇ, માદાભાઇ, સામતભાઇ, લક્ષ્મીબેન (રાજપર), રાંભઇબેન (રાજપર)ના માતા, રાજેશભાઇ, કલ્પેશભાઇ, રમેશભાઇ, મયૂરભાઇ, વિનયભાઇના દાદી તા. 18-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું કાનાભાઇના નિવાસસ્થાને મોટા બંદરા ખાતે.

મસ્કા (તા. માંડવી) : મૂળ ફરાદીના ગં.સ્વ. દેવકાબેન (ઉ.વ. 97) તે સ્વ. દયારામ પેથાણીના પત્ની, સ્વ. નાનબાઈ મુરજી પેથાણીના પુત્રવધૂ, સ્વ. જેન્તીલાલ, ભાઈલાલ, કાન્તિલાલ, વિજય, રાજેશ, ધનગૌરીબેન, દમયંતીબેનના માતા, દેવ્યાનીબેન, ઉર્મિલાબેન (સરપંચ મસ્કા પંચાયત), દક્ષાબેન, મીનાબેન, હીનાબેન, હરેશભાઈ મહેતા, દિલીપભાઈ મહેતાના સાસુ, ધનંજય, કીર્તિભાઇ ગોર (ઉપપ્રમુખ તાલુકા ભાજપ), વત્સલ, નિશિલ, નંદન, હેતલબેન, પૂનમબેન, આરતીબેન (શિક્ષક નાગલપુર પ્રા. શાળા), ભક્તિબેન, મીરાંબેન, ઉપાસનાબેનના દાદી, નિલ્પાબેન, નેહલબેન, નેહાબેન, હિતેષભાઈ, મહેશભાઈ, પરેશભાઈ, મેહુલભાઈના દાદીસાસુ, સૃષ્ટિ, સૌમ્ય, નીવ, નીવીના પરદાદી, સ્વ. લક્ષ્મીબેન ઈશ્વરલાલ પેથાણી, સ્વ. દમયંતીબેન વિઠ્ઠલદાસ પેથાણીના જેઠાણી, સ્વ. ભીમજી કલ્યાણજી જેસરેગોરના પુત્રી, સ્વ. મોહનલાલ, સ્વ. દયારામ, હરિલાલ, સ્વ. સુંદરબેન, સ્વ. જવેરબેનના બહેન, સ્વ. લક્ષ્મીબેન, ઝવેરબેન, મણિબેનના નણંદ, આનંદ, મુકુંદ, પરીન, વિરલના નાની તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-11-2025ના ગુરુવારે બપોરે 3થી 5 રણછોડ ભુવન, રાજગોર બાળાશ્રમની સામે, મસ્કા ખાતે. (અન્ય દિવસોમાં લૌકિક વ્યવહાર બંધ રહેશે)

ભોરારા (તા. મુંદરા) : હાંસબાઇ હરજી જોગી (સોઢા) (ઉ.વ. 72) તે સ્વ. હરજી અભાભાઇના પત્ની, રવિલાલ, રસિલા, લીલમબેન, અરૂણાબેનના માતા, રસિલા રવિલાલના સાસુ, બાબુલાલ, હિતેષ, ભરતના દાદી, સ્વરાજ હિતેષ, પ્રિશા બાબુલાલના પરદાદી તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. તા. 24-11-2025ના સોમવારે રાત્રે ભજન-સત્સંગ અને તા. 25-11-2025ના મંગળવારે સવારે ગૌપૂંછ પાણી.

નેત્રા (તા. નખત્રાણા) : દયાશરણ વેલજી જોશી (ઉ.વ. 85) તે ગં.સ્વ. સરસ્વતીબેનના પતિ, સ્વ. સુરતબેન જોશી, સ્વ. સત્શરણ જોશી, વલ્લભજી જોશી (નવાવાસ)ના નાના ભાઈ, સ્વ. ત્રિકમદાસ વોરિયાના જમાઈ, વાલજીભાઈ (અંજાર), શંકરભાઈ (ગાંધીધામ)ના બનેવી, ઉષા, સમીર, અનિલ અને હર્ષાના પિતા, જયેશભાઈ (મોરજર), હરેશભાઈ (દેવીસર), મનીષાબેનના સસરા, આર્યન, વેદીની, હરસિદ્ધિના દાદા, પૂજા, ભક્તિ, મહિમા, ધાર્મિક, જીવનના નાના તા. 18-11-2025ના  અવસાન પામ્યા છે. સાદડી તા. 20-11-2025ના બપોરે 3થી 4 લોહાણા મહાજનવાડી, નેત્રા ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : ચાકી રમજાન ફકીરમામદ (ઉ.વ. 53) તે મુસ્તાકના પિતા, સુલેમાન અબ્દુલા, સુમાર અબ્દુલ્લા, ઈશાક અબ્દુલા, લતીફ જુસબ, તાલબ જુસબ, ઇસ્માઈલ ખમીશા, અધ્રેમાન ખમીશા, અનવર ખમીશા, ભખર ખમીશાના કાકાઈ ભાઈ, હાજીમામદ હુશેન, દાઉદ હુશેન, હાજી અબ્દુલ હુશેન, કાસમ હુશેનના મામાઈ ભાઈ, જુસબ મામદ (ભુજ)ના બનેવી, હુસેની જુસબ (ભુજ), રફીક સિધિક (નવાવાસ)ના સસરા તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-11-2025ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : સમેજા ફકીરમામદ ઇબ્રાહિમ (ઉ.વ. 68) તે મ. હમીર ઇબ્રાહિમ, શેરમામદ ઇબ્રાહિમ, સમેજા ઇશાક ભચુ, લધા આમદના મોટા ભાઇ, સમેજા ડાડાના મોટાબાપા, પટણી ઇમરાન અબ્દુલગની (ભુજ)ના સસરા તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2025ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.

ડુમરા (તા. અબડાસા) : ગઢવી કાનજીભાઇ સાયાભાઇ અભાણી (ઉ.વ. 65) તે સ્વ. વાલબાઇ સાયાભાઇના પુત્ર, ખીમશ્રીબેનના પતિ, સ્વ. હરધોરભાઇ, વિરાભાઇ, રામભાઇ, ભોજરાજભાઇના ભાઇ, દિનેશ, ભાવના, ક્રિષ્ના, કમલેશ, મીનલબેનના પિતા, સ્વ. લખધીરભાઇ સામાણી (પાંચોટિયા)ના જમાઇ, ગાવિંદ, વરજાંગ, નીતિન, સુનીલ, રમેશ, અરાવિંદના કાકા, જિતેશ, જયદીપના મોટાબાપુ, નારાણ, ક્રિષ્નાના દાદા, રૂપાલી, હરિ, માધવ, કૃપાલના નાના તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને અને ઉત્તરક્રિયા તા. 29-11-2025ના ડુમરા ખાતે.

ભાડરા મોટા (તા. લખપત) : તારાબા હેમુભા જાડેજા (ઉ.વ. 80) તે સ્વ. હેમુભા રાઘાજી જાડેજાના પત્ની, સ્વ. મનુભા રાઘાજી જાડેજાના ભાભી, જયુભા તથા હરિસિંહના માતા, મયૂરસિંહ મનુભા, રાજેન્દ્રસિંહ મનુભાના ભાભુ, દેવુભા સમુભા, રણજિતસિંહ, પોપટસિંહના કાકી, વિક્રમસિંહ, ક્રિપાલસિંહ, કિરીટસિંહ, જશપાલસિંહ, શિવમસિંહ, નિકુલસિંહ, પ્રદીપસિંહ, શક્તિસિંહ, દક્ષરાજસિંહ, મિલરાજ, ધ્રુવરાજના દાદી, સોઢા ગજુભા હાલાજી (નાની અરલ), સ્વ. પ્રેમસિંહ પીરદાનસિંહ (નરાનગર), ગોહિલ મહાવીરસિંહ બાપલભા (ધાયડી)ના સાસુ, સ્વ. ભોગુભા ગોહિલ અને સ્વ. સરતાનજી ગોહિલ (ભાલર)ના બહેન અવસાન પામ્યા છે. પાણીઢોળ / ઉત્તરક્રિયા તા. 29-11-2025ના નિવાસસ્થાને.

અમદાવાદ : પુષ્કર્ણા બ્રાહ્મણ અનંતભાઇ પ્રદ્યુમનભાઇ વૈદ્ય (ઉ.વ. 73) તે પૂર્ણામાના પતિ, ભુજના સ્વ. જયંતીલાલ રતનશીં હર્ષ, ચમલાલ, શાંતિલાલ, ઇશ્વરના જમાઇ, સુધા, ચંદ્રિકા, હંસાના બનેવી, ભરતભાઇ વાસુ, પ્રદીપ જોષી (શ્રીનાથજી સ્વીટ), અનિલ વાસુના સાઢુભાઇ, બિંદિયા, જાનકીના પિતા તા. 19-11-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે.

મુંબઇ : પાટણ નિવાસી (તંબોલા વાડો ઘીમટો) સુધાબેન (ઉ.વ. 78) તે કિરીટભાઇના પત્ની, સ્વ. હેમચંદ ભીખાચંદ શાહના પુત્રી, નીલેશ અને કેયૂરના માતા, જિનાલી અને ખુશ્બૂના સાસુ, જીમિત અને કયારાના દાદી, જસવંતીબેન, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. રક્ષાબેનના ભાભી, સ્વ. અરવિંદભાઇ, સ્વ. જયવંતભાઇ, હર્ષદભાઇ, સ્વ. ઇન્દિરાબેન, સ્વ. ભારતીબેન, સ્વ. ચિત્રાબેન, પ્રજ્ઞાબેનના બહેન તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : મો. 99309 94448. 

Panchang

dd