• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

સ્મૃતિ સાથે શું પલાશે દગો કર્યો : મહિલા સાથેની ચેટના સ્ક્રીનશોટ વાયરલ

નવી દિલ્હી તા. 25 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના અને કમ્પોઝર પલાશ મુચ્છાલના લગ્નમાં રોજબરોજ નવા સમાચાર સામે આવી રહ્યા છે. જે સહુને ચોંકાવી રહ્યા છે. બન્નેના લગ્ન 23મીએ રવિવારે સાંગલીમાં થવાના હતા. ધામધૂમ બધું તૈયાર હતું, પણ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટએટેક આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ પછી સ્મૃતિ મંધાનાના મેનેજરે લગ્ન મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. બીજા દિવસે ભાવિ પતિ પલાશની તબિયત લથડી અને હોસ્પિટલમાં સારવાર લેવી પડી. આ દરમિયાન સ્મૃતિ મંધાનાએ સોશિયલ મીડિયા પરથી લગ્ન સંબંધી તમામ પોસ્ટ હટાવી દીધી. આથી ચાહકોમાં ઉચાટ વધ્યો અને કંઇક ગરબડ હોવાની શંકા ઉભી થઇ. હવે એવા હેવાલ સામે આવ્યા છે કે પલાશ અને સ્મૃતિ વચ્ચે બધું ઠીક નથી. તેનું કારણ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક યૂજરે સ્ક્રીનશોટ રજૂ કર્યાં છે. જેમાં પલાશ એક મહિલા મેરી ડી કોસ્ટા સાથે ડેટિંગ જેવી વાતો કરી રહ્યો છે. તે કથિત મહિલાને સાથે સ્વિમિંગ કરવા માટે ઓફર કરે છે. આ ચેટ મે-2025નો છે. જો કે આ મામલે હજુ કોઇ પુષ્ટિ થઇ નથી. બન્ને પરિવાર લગ્ન મોકૂફનું કારણ ખરાબ તબિયત આપી રહ્યા છે. બીજી તરફ પલાશના પરિવારના એક સભ્યે સ્વીકાર્યું કે મામલો ઘણો સંવેદનશીલ છે. અમે અત્યારે કાંઇ કહી શકીએ નહીં. 

Panchang

dd