• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

આજથી સૈયદ મુશ્તાક અલી ટી-20 : હાર્દિક પાસે ફોર્મ સાબિત કરવાનો મોકો

હૈદરાબાદ, તા. 25 : ઇજા પછી પુનરાગમન માટે તૈયાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા બુધવારથી શરૂ થઇ રહેલી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં ગૃહ ટીમ વડોદરા તરફથી રમશે. આ ટૂર્નામેન્ટ દ્વારા બીજા કેટલાક પ્રતિભાશાળી યુવા ક્રિકેટર ધમાકેદાર પ્રદર્શન કરી આઇપીએલ લિલામી પહેલાં ફ્રેંચાઇઝીઓનું ધ્યાન ખેંચવા માંગશે. હાર્દિક પંડયા છેલ્લે સપ્ટેમ્બરમાં એશિયા કપમાં રમ્યો હતો. એ પછીથી મેદાન બહાર છે. આફ્રિકા સામેની વન ડે શ્રેણીની ભારતીય ટીમમાં પણ સમાવેશ કરાયો નથી. આફ્રિકા સામેની આગામી ટી-20 શ્રેણી અગાઉ હાર્દિક પાસે મુશ્તાક અલી ટ્રોફીમાં ફોર્મ અને ફિટનેસ સાબિત કરવાનો મોકો રહેશે. વડોદરાની ટીમ 7 ગ્રુપ મેચ રમવાની છે. બીજી તરફ ટી-20 કપ્તાન સૂર્યકુમાર યાદવ અને શિવમ દૂબે પણ મુંબઇ તરફથી મોટાભાગની મેચ રમશે તેવા રિપોર્ટ છે. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને તામિલનાડુ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેરળના સુકાની સંજૂ સેમસનના દેખાવ પર પણ તમામની નજર રહેશે. એક સમયનો ભારતનો સિતારો ગણાતો પૃથ્વી શો નવી ટીમ મહારાષ્ટ્ર તરફથી શાનદાર દેખાવ કરી આઇપીએલ ફ્રેંચાઇઝીઓને આકર્ષવાની કોશિશ કરશે. આસામના કપ્તાન રિયાન પરાગ અને મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર વૈંકટેશ અય્યર પર પણ નજર રહેશે. અય્યરને કેકેઆર ટીમે 23.7પ કરોડમાં ખરીદ્યો હતો અને આ વખતે રીલિઝ કરી દીધો છે. 

Panchang

dd