• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

માંડવીના માતા-પુત્ર એક દાયકાથી ચેસમાં અવ્વલ

માંડવી, તા. 24 : બિદડા ખાતે તાલુકાની ચેસ હરીફાઇમાં એબોવ-30 કેટેગરીમાં માંડવીના રંજનબેન યોગેશભાઇ ચંદારાણા ચેમ્પિયન રહ્યા હતા. તેઓ 10 વર્ષથી તાલુકા અને જિલ્લા કક્ષાએ ચેસમાં વિજેતા રહ્યા છે. તેમના પુત્ર વત્સલ યોગેશભાઇ ચંદારાણા ઓપન કેટેગરીમાં ચેસમાં ફર્સ્ટ રનર્સઅપ રહ્યા હતા અને છેલ્લા 10 વર્ષથી તાલુકામાં વિજય મેળવી રહ્યા છે. રાજ્યકક્ષાએ અમદાવાદમાં ચેસ સ્પર્ધામાં ભાગ લઇ નંબર પ્રાપ્ત કર્યા ઉપરાંત લોહાણા સમાજમાં આણંદ અને ભુજમાં ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરછ છે. ભુજ, ગાંધીધામ, આદિપુર, માંડવીમાં નંબર પ્રાપ્ત કર્યો છે. રંજનબેને પિતા પ્રેમજીભાઇ અને મનસુખભાઇ ગણાત્રા દ્વારા પ્રેરણા અને પતિ યોગેશભાઇના સહયોગને શ્રેય આપ્યું હતું. અત્યાર સુધીમાં 35 વિદ્યાર્થીને ચેસ માટે તેમણે પ્રોત્સાહન પૂરું પાડયું હોવાનું જણાવ્યું હતું.

Panchang

dd