• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

- તો આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ : મમતા

કોલકાતા, તા. 25 : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર એસઆઈઆર તેમજ ચૂંટણીપંચને સવાલો કર્યા છે અને જણાવ્યું છે કે, એસઆઈઆરની પ્રક્રિયા બાદ મતદારોની યાદીનો મુસદો્ જારી થશે, ત્યારે લોકોને ચૂંટણીપંચ અને ભાજપ દ્વારા ઊભી કરવામાં આવેલી આફતની ખબર પડશે. જો ભાજપે બંગાળમાં મને નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, તો હું આખા દેશમાં તેમના પાયા હચમચાવી નાખીશ. એસઆઈઆર વિરોધી એક સભામાં બેનર્જીએ જણાવ્યું હતું કે, બિહાર ચૂંટણીનાં પરિણામો હકીકતમાં એસઆઈઆરનાં પરિણામો છે. વિપક્ષો ત્યાં ભાજપની ચાલને પારખી શક્યા નહીં. જો એસઆઈઆર બે-ત્રણ વર્ષમાં કરવામાં આવે, તો અમે એ પ્રક્રિયાને સમર્થનના તમામ શક્ય પ્રયાસ કરશું. તેમણે કહ્યું હતું કે, ભાજપ શાસિત રાજ્યોમાં પણ એસઆઈઆરનું આયોજન એવું બતાવે છે કે એ રાજ્યોમાં ઘૂસણખોરો હોવાનું કેન્દ્ર કબૂલે છે. ચૂંટણીપંચ હવે તટસ્થ સંસ્થા રહી નથી. તે ભાજપ પંચ બની ગઈ છે. ભાજપ રાજકીય રીતે મને હરાવી શકે એમ નથી. એસઆઈઆર મિઝોરમ, મણિપુર, આસામમાં થઈ રહ્યું નથી કારણ કે તેઓ બંગાળને હડપી લેવા માગે છે. 

Panchang

dd