મુંબઇ તા.25 : ભારત અને
શ્રીલંકાની ધરતી પર આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ટી-20 વર્લ્ડ કપનો સત્તાવાર કાર્યક્રમ
આજે આઇસીસી અને બીસીસીઆઇ દ્રારા એક સમારંભમાં જાહેર કરાયો છે. ટી-20 વર્લ્ડકપનો બહુચર્ચિત ભારત-પાકિસ્તાન
વચ્ચેનો મુકાબલો તા. 1પ ફેબ્રુઆરીએ
કોલંબોમાં થશે. ટૂર્નામેન્ટની શરૂઆત 7 ફેબ્રુઆરી-2026થી થશે અને 8 માર્ચે ફાઇનલ ટક્કર થશે. આ વખતે પણ ટી-20 વિશ્વકપમાં 20 ટીમ હિસ્સો બનશે. દરેક ગ્રુપમાં
પ-પ ટીમ છે. ગ્રુપ સ્ટેજની મેચ પછી દરેક ગ્રુપની 2-2 ટીમ સુપર-8 રાઉન્ડમાં
પહોંચશે. જેમાં બે ગ્રુપ હશે. અને ટોચની 2-2 ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. ટૂર્નામેન્ટની પ્રારંભિક મેચમાં
યજમાન ભારતની ટક્કર યૂએસએ ટીમ વિરૂધ્ધ મુંબઇમાં થશે. ભારતમાં પ સ્થળ મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ,
કોલકતા અને અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપના મેચ રમાશે. જયારે શ્રીલંકામાં કોલંબોમાં બે સ્ટેડિયમ
પર કેન્ડીમાં એક સ્ટેડિયમ પર મેચ રમાશે. સુપર-8 રાઉન્ડનો પ્રારંભ તા. 22 ફેબ્રુઆરીથી રમાશે. જયારે બે સેમિફાઇનલ મેચ તા. 4 અને પ માર્ચે રમાશે. પહેલી સેમિ કોલંબો
અથવા કોલકતામાં રમાશે. જયારે બીજી સેમિ મુંબઇમાં રમાશે. ફાઇનલ મુકાબલો 8 માર્ચે અમદાવાદ અથવા કોલંબોમાં રમાશે. આ
સ્થિતિ પાકિસ્તાન ટીમ સેમિ અને ફાઇનલમાં પહોંચે છે કે નહીં તેના પરથી નિશ્ચિત થશે.
કારણ કે પાક. ટીમ ભારતનો પ્રવાસ કરશે નહીં. સમારોહમાં આઇસીસી ચેરમેન જય શાહ, રોહિત શર્મા, સૂર્યકુમાર
યાદવ, હરમનપ્રિત કૌર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગ્રુપ એ
: ભારત, પાકિસ્તાન, યૂએસએ, નેધરલેન્ડ અને નામીબિયા ગ્રુપ બી : ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા,
આયરલેન્ડ, ઝિમ્બાબ્વે અને ઓમાન ગ્રુપ સી : ઇંગ્લેન્ડ,
વેસ્ટ ઇન્ડિઝ, બાંગલાદેશ, નેપાળ અને ઇટાલી ગ્રુપ ડી : ન્યુઝીલેન્ડ, દ. આફ્રિકા,
અફઘાનિસ્તાન, કેનેડા અને યૂએઇ