ભુજ : બાબુભાઇ
સુંઢા (ઉ.વ. 60) તે સ્વ. માનબાઇબેન, ખીમઇબેન દેવરાજભાઇ સુંઢાના પુત્ર, શિવજીભાઇ ગાંગજીભાઇ
સુંઢાના ભત્રીજા, ભચીબેન રવિશીભાઇ દેવરિયા, ખીમઇબેન શિવજીભાઇ સુરા, મંજુલાબેન ઘનશ્યામભાઇ
દેવરિયા, ડાઇબેન આત્મારામ ભર્યા, ગોવિંદભાઇ, આત્મારામ, ચમન, ગોવિંદ, મોહનના ભાઇ, વીરજીભાઇ
પૂનમચંદ વાડા (માંડવી)ના જમાઇ, રોહિત, ધવલ, રિદ્ધિ, ડોલરના પિતા, મનોજભાઇ ડુંગળિયા,
ગોવિંદભાઇ પાતારિયાના સાઢુ ભાઇ, સ્વ. ભીમજી કાનજી ધુવાના ભાણેજ, તારાબેનના પતિ, વૃત્તિબેનના
સસરા તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-9-2024ના મંગળવારે આગરી
તથા પાણીની વિધિ નિવાસસ્થાને ઓરિએન્ટ કોલોની, બંગલા નં. 9ની બાજુમાં.
ભુજ : સૈયદ મોકીમશા
મામદશા (ઉ.વ. 70) (નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ) તે અઝીમશાના પિતા, મ. હુસેનશા અને કાદરશાના
ભાઇ, મ. ગુલામશા, મામદશા, અલીશાના સાળા, આબીદશા, અકબરશાના કાકા, હસનશા, અખતરશા, યાસીનશાના
મામા, ફિરોજ અને મહેબૂબના સસરા તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
4-9-2024ના બુધવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભીડ નાકા બહાર, દાદુપીર રોડ, ભુજ
ખાતે.
ભુજ : અર્જુન
તેજપાલ (ઉ.વ. 48) તે ગોરબાઈ તેજપાલના પુત્ર, દેવલબેનના પતિ, ગીતા, શીતલ, મીના, કિરણ,
દીપકના પિતા, દેમાબેન કાનજી માતંગના જમાઈ તા. 28-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું
હનુમાન દેવરી ફળિયા ખાતે.
માંડવી : ભાણબાઇ
કલ્યાણ હીરાણી (ઉ.વ. 71) તે સ્વ. કલ્યાણભાઇ કેશરાના પત્ની, રંજની, પ્રવીણ, નિસ્મા-નરેશ
મેપાણીના માતા, નિર્મલાબેન, વનિતાબેન, નરેશભાઇના સાસુ, ચંદન, વિની, ક્રિષ્ની, મહેકના
દાદી, નિયા, ક્રિયનના નાની તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-9-2024ના
બુધવારે સવારે 7.30થી 8.30 લેવા પટેલ સમાજ, માંડવી-ભુજ હાઇવે, માંડવી ખાતે.
માંડવી : રવિલાલ
પરમાર (ઉ.વ. 70) તે લાલજી ભુદા પરમારના પુત્ર, શીલાબેનના પતિ, સ્વ. શ્રવણ, સ્વ. નારાણ,
અરવિંદ, ભૂપેન્દ્ર, સ્વ. દિવાળીબેન પરસોત્તમ કષ્ટા, જયાબેન, મધુબેન લાલજી માલમ, રોહિણી
મુકેશ તાવળિયાવાળાના ભાઇ, સાગર, ભાગેશ્રી જલારામ કસ્તુરિયા, કોમલબેન ચેતન મોતીવરસ,
મનીષાબેન સમીર કષ્ટાના પિતા, શ્લોક, આર્યન, રુદ્ર, આરોહી, નીક, નીતિકાના નાના તા.
2-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી-પ્રાર્થનાસભા તા. 3-9-2024ના સાંજે 4થી 5 રામેશ્વર
વાડી, માંડવી ખાતે.
ભચાઉ : શાંતિનાથ
નાગનાથ નાથબાવા (ઉ.વ. 38) તે નર્મદાબેન નાગનાથ બાલનાથના પુત્ર, પુષ્પાબેનના પતિ, તમન્ના,
ધ્રુવનાથના પિતા, સ્વ. હીરાનાથ, સ્વ. બાબુનાથ, સ્વ. શિવનાથ, સ્વ. માવજીનાથના ભત્રીજા,
દુર્ગેશનાથ, હસમુખનાથ, જનતાબેન, મંજુબેન, ઉમાબેન, વિજયાબેન, સ્વ. મેઘનાથ, ઇશ્વરનાથ,
ભવાનનાથ, પ્રકાશનાથ, કમલેશનાથ, ધ્યાનનાથ, સ્વ. સામજીનાથ, મહેન્દ્રનાથ, રમેશનાથના ભાઇ,
ભરતનાથ, નારાણનાથ, વિશાલનાથ, રામનાથના કાકા, બંસીનાથ શિવનાથ (અંગિયા)ના જમાઇ, ધનસુખનાથ,
ધીરજનાથ, વિવેકનાથ, જિગરનાથના મામા તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 9-9-2024ના સોમવારે નિવાસસ્થાન ભચાઉ ખાતે.
નાના નખત્રાણા
: કાઉંબેન વેલજી રબારી (ઉ.વ. 66) તે લખમાબેન કરમશીના પુત્રવધૂ, લાછુબેન ખોડા, સીતાબેન
થાવર, હિરૂબેન ખેંગાર, કમુબેન વંકાના સાસુ, ખોડાભાઇ, થાવરભાઈ, ખેંગારભાઈ, વલુબેન (માધાપર),
વંકાભાઈના માતા, સ્વ. વિંજુબેન સાંગાભાઈ, ગગીબેન સોમાભાઈ (ઉખેડા), સભાઈબેન સાંગાભાઇ
(બાલાચોડ), રામીબેન ખેંગારભાઇ (સરગુવારા)ના ભાભી, હરેશ, અર્ચના, અંકિતા, જિનલ, હેન્સી,
રણધીર, રામના દાદી, સ્વ. વિંજુબેન બિજલ દેવા (વરમસેડા)ના પુત્રી, જલીબેન (લૈયારી),
વલુબેન રવા (ઉલટ), વર્જુબેન રાજા (ધભણ)ના બહેન તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું
ત્રણ દિવસ નિવાસસ્થાન નાના નખત્રાણા ખાતે.
વીડી (તા. અંજાર)
: મગરિયા જેનાબાઈ મામદ (ઉ.વ. 90) તે મગરિયા સાહબુદીનના માતા, મગરિયા હુસેન તથા રમજુના
ભાભી, સમેજા અલીમામદ જુસબ (ભુજ)ના સાસુ, સાહિલ, સાજીદ, જુસબના દાદી તા. 1-9-2024ના
અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 5-9-2024ના ગુરુવારે સવારે 10થી 11 મદીના મસ્જિદ
કમ્પાઉન્ડ, વીડી ખાતે.
લાખાપર (તા. અંજાર)
: મૂળ રતનાલના મોંઘીબેન કરશનભાઇ માતા (આહીર) (ઉ.વ. 72) તે સ્વ. કરશનભાઇ દેવકરણ માતાના
પત્ની, સ્વ. કાનજીભાઇ બિજલભાઇ માતા, સ્વ. વેલજીભાઇ રવજીભાઇ માતા, શામજીભાઇ બિજલભાઇ
માતા, હીરાભાઇ બિજલભાઇ માતાના ભાભી, માતા શામજીભાઇ ઉર્ફે જગદીશભાઇ આહીર (પૂર્વ પ્રમુખ,
કચ્છ જિલ્લા ડમ્પર એસોસિયેશન), રણછોડભાઇ માતા, રાજેશભાઇ માતાના માતા, અંજલિબેન જગદીશભાઇ
આહીર, શોભનાબેન રણછોડભાઇ આહીરના સાસુ, યશ, કુશ, યશસ્વીના દાદી તા. 2-9-2024ના અવસાન
પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ગોકુલધામ ચાર રસ્તા, લાખાપર ખાતે.
મસ્કા (તા. માંડવી)
: રમેશચંદ્ર મોતા (ઉ.વ. 77) તે સ્વ. પાર્વતીબેન પ્રાણશંકર વિશનજી મોતાના પુત્ર, પુષ્પાબેનના
પતિ, ભાવેશ (શિક્ષક-ભુજ), મહેશ (તુલસી વિદ્યામંદિર-નાના ભાડિયા), ગં.સ્વ. મીનાબેન વિજયભાઇ
જોષી (ગોધરા), જિજ્ઞાબેન રાહુલભાઇ કેશવાણી (ભુજ)ના પિતા, ડો. ઇવા, ધ્યાની, સોહમના દાદા,
ધર્મેશ (દુર્ગ)ના કાકા, ભાવિકાબેન ધર્મેશ ગોરના કાકા સસરા, માનસી ચિંતન મોતા, ઈશા,
મંથન, પ્રિયેશ, ભાર્વિના નાના, કલ્પાબેન (શિક્ષિકા-ભુજ), મિત્તલબેન (શિક્ષિકા-પીપરી)ના
સસરા, છગનલાલ (દુર્ગ), દમયંતીબેન ગંગારામ કેશવાણી (ટુંડા), ઉર્મિલાબેન લક્ષ્મીશંકર
પેથાણી (રતાડિયા), હેમલતાબેન નટવરલાલ નાકર (કપાયા)ના ભાઇ, મંજુલાબેનના જેઠ, સ્વ. મૂરજી,
સ્વ. કાનજી, સ્વ. મીઠુભાઇ, સ્વ. કલ્યાણજી, સ્વ. હરિરામ, સ્વ. જેઠાલાલ, સ્વ. દેવકાબેન
શંકરજી નાગુ (બાગ)ના ભત્રીજા, ગં.સ્વ. વિજયાબેન વીરજી ખીમજી પેથાણી (ભુજ)ના જમાઇ તા.
2-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 4-9-2024ના બુધવારે સાંજે 4થી
6 મસ્કા રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.
મદનપુરા (તા.
માંડવી) : અરવિંદ જીવરાજ રામજિયાણી (ઉ.વ. 54) તે કાન્તાબેન જીવરાજ મેઘજી રામજિયાણીના
પુત્ર, હંસાબેનના પતિ, કાન્તિલાલ શિવજી વેલાણી (દુર્ગાપુર)ના જમાઇ, પ્રદીપભાઇના બનેવી,
રિદ્ધિબેન વિરલ પોકાર (મંગવાણા હાલે મુંબઇ), અભિષેકના પિતા, ભાનુબેન નરેશ પોકાર (નાસિક),
મીનાબેન મહેન્દ્ર પોકાર (ભુજ), ભગવતીબેન શાન્તિલાલ સેંઘાણી (મુલુંડ), સુરેશના ભાઇ,
અરૂણાબેનના જેઠ, રિદ્ધિબેન અભિષેકના સસરા, વિધિ તથા જીતના મોટાબાપા, સ્વ. ગોવિંદ મેઘજી,
સ્વ. હરજી મેઘજી, સ્વ. નારણ મેઘજીના નાના ભાઇ તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 3-9-2024ના મંગળવારે સવારે 8:30થી 12 અને બપોરે 3થી 5 મદનપુરા લક્ષ્મીનારાયણ મંદિર
હોલમાં તથા તા. 5-9-2024ના સાંજે 4થી 5.30 ઘાટકોપર પાટીદાર વાડી, ગ્રાઉન્ડ ફલોર, મુંબઇ
ખાતે.
રામનગર તલવાણા
(તા. માંડવી) : રાજેશકુમાર ચંદુલાલ છાભૈયા (ઉ.વ. 29) તે સ્વ. ભાણજીભાઈ માવજીભાઈ છાભૈયાના
પૌત્ર, મોંઘીબેન ચંદુલાલ છાભૈયાના પુત્ર, રતિલાલભાઈ તેમજ હરિલાલભાઈના નાના ભાઈના પુત્ર,
પારૂબેન ભવાનજીભાઈ પોકાર (ખેડોઈ), લીલાબેન વસંતલાલ રૂડાણી (વિભાપર)ના ભત્રીજા, પ્રકાશભાઈના
મોટા ભાઈ, વસંતભાઈ, દમયંતીબેન, કંચનબેન, મીનાબેન, કલ્પેશભાઈ, મિત્તલબેનના કાકાઈ ભાઈ
તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-9-2024ના સવારે 8થી 12 અને બપોરે
3થી 5 શ્રીરામ નગર પાટીદાર સમાજવાડી ખાતે.
મોટી તુંબડી
(તા. મુંદરા) : નંદાબા પ્રાગજી જાડેજા (ઉ.વ. 72) તે જાડેજા પ્રાગજી સુમરાજીના પત્ની,
લક્ષ્મણાસિંહ, મહિપતાસિંહના માતા, નિકુલાસિંહ, દશરથાસિંહ, વીરેન્દ્રાસિંહના દાદી, ગજુભા,
ગાભુભા, મનુભાના ભાભી તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું ક્ષત્રિય સમાજવાડી, મોટી
તુંબડી ખાતે.
મોટા કપાયા (તા.
મુંદરા) : સિદ્ધરાજસિંહ નાગુભા ચૂડાસમા તે સ્વ. કેણજીભા કાંયાજી ચૂડાસમાના પૌત્ર, નાગુભા
કેણજીભા ચૂડાસમાના પુત્ર, પ્રતાપસિંહ કેણજીભા ચૂડાસમાના ભત્રીજા, જયદીપસિંહ નાગુભા,
કુલદીપસિંહ પ્રતાપસિંહ, સંજયસિંહ પ્રતાપસિંહના નાના ભાઇ અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન
મોટા કપાયા ખાતે.
કનકાવતી (તા.
અબડાસા) : સોઢા વેલુભા પ્રેમસિંહ (ઉ.વ. 70) તે પ્રાગજી, રામસિંહ, રાજુભા, ગજુભાના પિતા,
હકજી પ્રેમસિંહના ભાઇ, રાસુભા હકજીના મોટાબાપુ, ચતુરસિંહ તગજી, વિજરાજસિંહ તગજી, કરમણસિંહ
તગજી, ભીખુભા તગજી, રામસિંહ પીરદાનસિંહ, નેતસિંહ પીરદાનસિંહના કાકા, હીરજી, આમજી, ખેતુભા,
કાળુજી, બલવતસિંહ, વૃદ્ધાજી, શિવુભા, ભેરજી, ચંદનસિંહ રણજિતસિંહના કાકાઇ ભાઇ, વીરભદ્રસિંહના
દાદા તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 12-9-2024ના ગુરુવારે.
સણોસરા (તા. અબડાસા)
: જાડેજા દાદુભા ખેંગારજી (ઉ.વ. 90) તે સ્વ. જાડેજા ખેંગારજી માનસંગજીના પુત્ર, સ્વ.
પ્રતાપસિંહ, જાડેજા ટેમુભા, જાડેજા બળવંતસિંહના મોટા ભાઇ, ગોહિલ સ્વ. કહળસંગ (ધારીડી)ના
જમાઇ, જાડેજા મહેશસિંહ, જાડેજા મહાવીરસિંહના મોટાબાપુ, જાડેજા હનુભાના કાકા, જાડેજા
કાવ્યરાજસિંહ, ભગીરથસિંહ, કૃષ્ણરાજના દાદા તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 5-9-2024ના નિવાસસ્થાન સણોસરા ખાતે તથા ઉત્તરક્રિયા તા. 6-9-2024ના નિવાસસ્થાન
સણોસરા ખાતે.
વાંકુ (તા. અબડાસા)
: જાડેજા પ્રભાતસિંહ બેચરજી (ઉ.વ. 82) તે સ્વ. બાલુભા, સ્વ. નારાણજી, સ્વ. લાખુભાના
ભાઇ, બટુકસિંહ (એસ.આર.પી.)ના પિતા, ભીખુભા, ભરતસિંહ, રાજેન્દ્રસિંહ, હકુમતસિંહના કાકા,
જાલમસિંહ, મહાવીરસિંહ, કિરીટસિંહના મોટાબાપુ, શક્તિસિંહ, ગિરિરાજસિંહ, સુખદેવસિંહ,
પ્રતાપસિંહ, મહાવીરસિંહ, અનિલસિંહ, લકીરાજસિંહ, ગિરિરાજસિંહના દાદા, વાઘેલા જીતુભા
હાલુભા ખોડા (ગ્રામસેવક)ના બનેવી તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા.
7-9-2024ના નિવાસસ્થાને, વાંકુ ખાતે. ઉત્તરક્રિયા તા. 12-9-2024ના.
મુલુંડ (મુંબઇ)
: મૂળ વિંઝાણના ગં.સ્વ. દમયંતીબેન (સરસ્વતીબેન) જોષી (જેઠા) (ઉ.વ. 92) તે સ્વ. દામોદર
(બ્રહસ્પતિ) મૂલજીના પત્ની, સ્વ. મૂલબાઈ મૂલજી ટોપણ જેઠાના પુત્રવધૂ, સ્વ. બચુબાઈ દામોદર
પંડયાના પુત્રી, સ્વ. ભાગેરતી શંકરલાલ જોષીના દેરાણી, સ્વ. સરલાબેન અરાવિંદ જોષીના
જેઠાણી, ગં.સ્વ. કસ્તૂરબેનના ભાભી, જયશ્રી ગુણવંત જોષી અને કિશોરના માતા, મીના કિશોર
અને ગુણવંત પ્રભાશંકર ગાવડિયાના સાસુ, કાંતિલાલ, મહેન્દ્ર, જીતુના બહેન, આયુષી, ધ્રુવીના
દાદી, અક્ષા (જિયા), જયના નાની, ઈશા, સ્મિતના પરનાની તા. 30-8-2024ના અવસાન પામ્યા
છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-9-2024ના મંગળવારે સાંજે 5થી 7 સારસ્વત વાડી,
ઝવેર રોડ, પહેલા માળે, મુલુંડ વેસ્ટ ખાતે.