• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : રાજગોર બાબુલાલ શંકરજી (બોડા) (ઉ.વ. 86) તે સ્વ. દમયંતીબેનના પતિ, હર્ષદ, રમેશ (આકાર એડ), હસમુખ (એસ.ટી.), ચંદ્રિકાબેન દિનેશ નાકરના પિતા, ગં.સ્વ. લીલાવતીબેન, સ્વ. ઝવેરબેન (કબુબેન) તથા ચંપકલાલ શંકરજી બોડા (મુંબઈ)ના ભાઈ, સ્વ. શિવજી ખીમજી માલાણીના જમાઈ તા.14-9-2024ના અવસાન પામ્યા છે. સ્મશાન યાત્રા તા.15-9-2024ના સવારે 8 કલાકે નિવાસસ્થાન બેંકર્સ કોલોની, પ્લોટ નં. 75, ગેટ નં. 3 દીપજ્યોતથી રાજગોર મુક્તિધામ શાંતિનગર જશે. 

ભુજ : મૂળ ભવાનીપર (અબડાસા)ના જાગૃતિબેન (ઉ.વ. 52) તે અશોકવન ગુંસાઇના પત્ની, હિરાવન મીઠુવન ગુંસાઈના પુત્રવધૂ, શાંતાબેન બાબુવન, સાવિત્રીબેન કાકુવન, મણિબેન કાનપુરી, ગંગાબેન મહાદેવપુરીના ભત્રીજાવહુ, કિશોરવન, મંજુબેન, માલતીબેનના ભાભી, ભાવિન, સુમિત, ઊર્વી, સ્વ. માનસીના માતા, ગીતા, કોમલ, નયનના મોટીબા, પ્રાન્સી, ક્રિયાંશીના દાદી, મમતાબેન તેમજ કૈલાસપુરીના સાસુ, વનિશ્કાના નાની,  કારાઘોઘાના ચંદ્રિકાબેન કલ્યાણજીના પુત્રી, તેજલ, બેલાબેન, નિલેશ, પંકજ, અનિલના બહેન, મહેક, પ્રેરણાના માસી, હર્ષ અને વિધિના ફઈ  તા.13-9-2024ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા.16-9-2024ના બપોરે 4થી 5, બંને પક્ષની સાથે. તર્પણેશ્વર મહાદેવ મંદિર, રોટરી નગર - નવી રાવલવાડી, એન્જિનીયારિંગ કોલેજની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : સુમરા ફાતમાબાઇ અબ્દુલા (ઉ.વ. 62) તે અબ્દુલ્લા નૂરમામદના પત્ની, મ. રહેતુલ્લા નૂરમામદ, ઉમર નૂરમામદ, સુલેમાન નૂરમામદ, મુસા નૂરમામદ, સાલેમામદ નૂરમામદ, કુલસુમ અબ્દુલશકુર સમાના ભાભી, સાલેમામદ ઓસમાણ સમા, અમીનાબેન ઉમરના બહેન, બિલ્કીશ, અલ્ફાના, જાવેદ (મંત્રી, ભુજ શહેર લઘુમતિ મોરચો ભાજપ), એઝાઝ (ક્રિષ્ના પેટ્રોલપંપ), સદામ હુસેનના માતા, આરીફ સમાના સાસુ તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-9-2024ના સાંજે 6થી 7 સાર્વજનિક પ્લોટ, મદરેસાની બાજુમાં, બકાલી કોલોની, કોડકી રોડ, ભુજ ખાતે. 

ભુજ : અબ્દુલા ઇસ્માઇલ લંઘા (ઉ.વ. 60) તે મ. મેહમૂદ, ઇબ્રાહીમના પિતા, રમજુ, ગુલામના ભાઇ, અબ્દુલ ઇમરાનના સસરા તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 17-9-2024ના સંજોગનગર મુસ્તફા જમાતખાના મધ્યે સવારે 10થી 11.

ભુજ : મૂળ ડુમરાના હારૂન સાલેમામદ ખલીફા (ઉ.વ. 70) તે જુસબ, સલીમ, ઝરીનાના પિતા, ફરહાન, રેયાનના દાદા, મ. સુમાર મ. સીધીક કાસમ માસ્તર (શિકરા)ના જમાઇ, ધાણેટીના લતીફ, અબ્દુલના ફુઆ, મામદ હાજી (આશાપર)ના સસરા, મ. હાજી રમજુ, આદમ (ખેડોઇ)ના ભાણેજ જમાઇ તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-9-2024ના સવારે 10થી 11 મુસ્લિમ ખલીફા જમાતખાના, ભીડ ગેટ મધ્યે.

ભુજ : મૂળ કુકમાના શાંતિલાલ (બાબુભાઇ બારસીવાળા) (ઉ.વ. 65) તે સ્વ. રંભાબેન, સ્વ. રણછોડભાઇ રત્ના પરમારના પુત્ર,  વર્ષાબેનના પતિ, નિશાંત, ઇવાંશી યાદવ (ગુડગાંવ)ના પિતા, નંદાબેન વિનોદભાઇ રાઠોડ (હૈદરાબાદ)ના ભાઇ, જુહીબેન નિશાંત, ધવલભાઇ યાદવ (ગુડગાંવ)ના સસરા, પ્રભવના નાના, જૈનિશના દાદા, સ્વ. રવિલાલ શિવજી સોલંકી (માધાપર)ના ભાણેજ, સ્વ. મોહનલાલ દેવજી ચાવડા (ચંદિયા)ના જમાઇ, સુબોધભાઇ ચાવડા?(કેનેડા), હરીશભાઇ (અમદાવાદ), પ્રદીપભાઇ (મુંબઇ), ઉષાબેન વેગડ (કેનેડા)ના બનેવી, સ્વ. કુંદનભાઇ વીરજી ટાંક (બિલાસપુર) અને મહેશભાઇ યાદવ (ગુડગાંવ)ના વેવાઇ તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સોમવારે સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (મિત્રી સમાજવાડી) મધ્યે બસ સ્ટેન્ડ પાસે, માધાપર મધ્યે.

ભુજ : મૂળ કમાલપુર (ભાલ) ઝાલા વનરાજસિંહ જોરૂભા (નિવૃત્ત એએસઆઇ) તે જોરૂભા પ્રભાતસિંહના મોટા પુત્ર, સાહેબસિંહ પ્રભાતસિંહના ભત્રીજા, લખપતસિંહ, રઘુવીરસિંહના મોટા ભાઇ, રાજદીપસિંહ, અલ્પાબા, ખમ્માબાના પિતા, કુલદીપસિંહ, જયદીપસિંહના મોટા બાપુ, બળભદ્રસિંહ (પીએસઆઇ ગાંધીધામ), સ્વ. હરિચંદ્રસિંહ, નીતુભા, રૂષિરાજસિંહ, જિતેન્દ્રસિંહ, મયૂરસિંહના મોટા ભાઇ,?ધૈર્યરાજસિંહ, જયવર્ધનસિંહના દાદા બાપુ તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-9-2024ના સાંજે 5થી 6 શક્તિધામ ભુજ ખાતે. બહેનો માટે નિવાસસ્થાને જૂની રાવલવાડી ખાતે.

ભુજ : ઉમાબેન ફોલિયા (ઉ.વ. 75) તે સ્વ. ખીમજીભાઇ વીરાભાઇ ફોલિયાના પત્ની, સ્વ. રમેશ, ગૌરીબેન મોહન માતંગ (ગાંધીધામ), જસુબેન ગોપાલભાઇ માતંગ (અંજાર), વાલબાઇ દેવશીભાઇ વિગોરા (ગાંધીધામ)ના માતા, નીતાબેનના સાસુ, રીતેશભાઇ, રોહિતભાઇના દાદી, જયશ્રીબેન, ભૂમિકાબેનના દાદી સાસુ, મુશ્કાનબેન હસમુખ (હસુભાઇ) માતંગ (ગાંધીધામ)ના પરદાદી  તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 19-9-2024ના આગરી તેમજ તા. 20-9-2024ના પાણી તેમના નિવાસસ્થાને મામૈદેવ નગર, સરપટ?ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.

અંજાર : મૂળ હમલાના ભાનુશાલી ધનજીભાઇ ઉમરશીભાઇ કટારમલ (ઉ.વ. 80) તે સ્વ. ઉમરશીભાઇ રામજીભાઇ કટારમલના પુત્ર, જગદીશભાઇ, વાલજીભાઇ, વિમળાબેન, સ્વ. મંગળાબેનના પિતા,  મૈયાબાઇના પતિ, સ્વ. કાનજીભાઇના ભાઇ, રમેશ, છગનના કાકા, સ્વ. શંકરલાલ મીઠુભાઇ, ખીમજી હીરજીના પિતરાઇ ભાઇ, સ્વ. ભાણજીભાઇ નરશીભાઇ ખીચડા (બેરાચિયા)ના જમાઇ, દેયાતભાઇ ભાણજીભાઇ (ખીચડા)ના બનેવી, સ્વ. પ્રેમજીભાઇ લાલજીભાઇ મંગે (ડોણ)ના સસરા, કરણ, નેહા, તોરલ, રાજેશ, ઉષાના દાદા તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-9-2024ના રવિવારે સાંજે 4થી 5 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

અંજાર : કચ્છી સારસ્વત હર્ષિતાબેન તે સ્વ. મુકેશકુમાર પ્રભાશંકરના પત્ની, સ્વ. પુષ્પાબેન પ્રભાશંકર પંડયાના પુત્રવધૂ, કિરણભાઇના નાના ભાઇના પત્ની, ચંદાબેનના દેરાણી, રેખાબેન મયાશંકર જેઠા, હર્ષાબેન દીપકકુમાર કનૈયાના ભાભી, વર્ષા, જિજ્ઞા, સ્વ. મયૂર, ધારા, કુણાલના મામી, નીકિતાબેન કિરણભાઇના કાકી, ભીલાઇ નિવાસી દમયંતીબેન વિશ્વનાથ પ્રશ્નોરાના પુત્રી, દક્ષાબેન યોગેશભાઇના બહેન, શાલિનીબેનના નણંદ, ગૌરવભાઇના ફઇ તા. 13-9-2024ના ભીલાઇ (છત્તીસગઢ) ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. 

રાપર : મૂળ પલાંસવાના વાઘેલા જસવંતકુંવરબા (ઉ.વ. 101) તે વનરાજસિંહ (હકુભા), છોટુભા, રણુભાના માતા, યુવરાજસિંહ, યશપાલસિંહ, જયપાલસિંહ, પૃથ્વીરાજસિંહના દાદી, જયવર્ધનસિંહના પરદાદી તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા રણુભા વાઘેલાના નિવાસસ્થાને અયોધ્યાપુરી, ઠાકોર સમાજવાડીની બાજુમાં તથા ઉત્તરક્રિયા તા. 26-9-2024ના તે જ સ્થળે.

મિરજાપર : સાવિત્રીબેન ધોળુ (ઉ.વ. 54) તે મણિલાલ દાના ધોળુના પત્ની, સ્વ. દાના દેવજી ધોળુના પુત્રવધૂ, દીપક અને સુનીલના માતા, પાયલના સાસુ, ગંગારામભાઈ કચરાભાઈ, અરાવિંદ હીરજીભાઈ અને છગનભાઈ હીરજીભાઈ ધોળુ (કદમપુરાલાટ, કપડવંજ)ના કાકાઇ ભાઈના પત્ની, સ્વ. મણિબેન અરજણ ગોરાણી (દહેગામ)ના પુત્રી તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15 અને તા. 16-9-2024ના નિવાસસ્થાન શ્રીહરિનગર, મિરજાપર, ભુજ મધ્યે અને તા. 17-9-2024ના સવારે 8થી 11 પાટીદાર સનાતન સમાજવાડી, લક્ષ્મીપર (તરા) મધ્યે.  

કુકમા (તા. ભુજ) : મૂળ સમાઘોઘાના હસમુખગિરિ (ઉ.વ.39) તે ગં.સ્વ. લીલાવંતીબેન જાદવગિરિ ભીમગિરિ ગોસ્વામીના પુત્ર, સ્વ. કલ્પનાબેનના પતિ, ભગવાનગિરિ, મહેન્દ્રગિરિના ભત્રીજા, ગુંજનગિરિ (પલ્લવી સ્ટોર્સ)ના ભાઇ, રાજેશગિરિ, ધનસુખગિરિ, દીપકગિરિના કાકાઇ ભાઇ, સાહીલગિરિ અને પલ્લવીના પિતા, મહાદેવગિરિ વીરગિરિ (વરલી)ના ભાણેજ, ગં.સ્વ. નર્મદાબેન મોહનગિરિ શંકરગિરિ (બગડા)ના જમાઇ, કલ્પેશગિરિ મોહનગિરિના બનેવી, લક્ષ્મીબેન પરસોત્તમપુરી (અંજાર), કાંતાબેન કેશવપુરી (વરલી)ના ભાણેજ તા. 12-9-2024ના અવસાન પામ્યા?છે. પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સોમવારે સાંજે 4થી 5, સાદડી બંને પક્ષની સાથે કચ્છ ગુર્જર સમાજવાડી, કુકમા મધ્યે. 

મોટી નાગલપર (તા. અંજાર) : કિશોરભાઇ લાલજીભાઇ રાઠોડ (ઉ.વ. 78) તે સ્વ. લાલજીભાઇ દેવરાજભાઇ રાઠોડના પુત્ર, સ્વ. શિવજીભાઇ રાજાભાઇ રાઠોડ (બસ્તાકોલા, ધનબાદ)ના જમાઇ, સ્વ. રસીલાબેનના પતિ, સ્વ. મહેશભાઇ, સ્વ. દિવ્યબાળાબેન, સ્વ. જયાબેન, સ્વ. જયશ્રીબેનના ભાઇ, અરુણભાઇ અને ઘનશ્યામભાઇના પિતા, ગૌરવભાઇના મોટા બાપા, કંચનબેન, જયશ્રીબેનના સસરા, સાર્થક, મૈત્રી, કેયા અને રૂહીના દાદા તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સાંજે 5થી 6 મોટી નાગલપર (અંજાર) ભગુ ભવન (કચ્છ  ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન) ખાતે.

કોડાય (તા. માંડવી) : વિજય નેમચંદ ગાલા (ઉ.વ.48) તે નિર્મળાબેન નેમચંદના પુત્ર, હાંસબાઇ મેઘજીના પૌત્ર, પ્રેમચંદ મેઘજી ગાલાના ભત્રીજા, હેતલબેનના પતિ, શિલાબેન, પ્રીતિબેન, ગોયમના ભાઇ, અમરના પિતા, જયવંતીબેન ભાઇલાલ ગણપત ગાલા (વાંકી)ના જમાઇ તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 15-9-2024ના રવિવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાનેથી, પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સોમવારે સાંજે 4થી 5 કોડાય જૈન મહાજનવાડી ખાતે. 

લાખાપર (તા. મુંદરા) : જાડેજા રણજિતસિંહ દેશળજી (ઉ.વ. 53) તે સ્વ. દેશળજી રામસંગજીના પુત્ર, જિતેન્દ્રસિંહના કાકા, હિતેન્દ્રસિંહ, વિજયસિંહના પિતા, શિવુભા, હિંમતસિંહ, માધુભા, કનુભા તથા હરિસંગના ભાઇ તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી જાડેજા સમાજવાડી ખાતે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : ખત્રી હાજિયાણી હુરબાઇ (ઉ.વ. 48) તે હાજી અબ્દુલ્લાના પત્ની, મ. ખમીશા હાજી ઓસમાણના પુત્રવધૂ, મોહસીના સાજીદ (દયાપર), મુન્સાબાનુના માતા, હાજી રહેમતુલા (આર.કે. ખત્રી), હાજી નૂરમામદ (શાહીન સારીઝ-નખત્રાણા), હાજી ઉમરના ભાઇના પત્ની, હાજી હાસમ, જેનાબાઇ અદ્રેમાન (સુખપર-રોહા), હસીના મોહંમદહુસેન (દયાપર)ના ભાભી, મ. તાલબ હાજી મામદ (ખોંભડી)ના પુત્રી,  હાજી ઇબ્રાહીમ (ખોંભડી), ખમીશા (ભુજ), ઇલિયાસ (ખોંભડી), આઇશાબાઇ સિધીક (ટોડિયા હાલે ભુજ), હાજિયાણી કુલસુમબેન હાજી ફકીરમામદ (દયાપર), હલીમાબાઇ ફકીરમામદ (મોટી વિરાણી), હાજિયાણી સકીનાબાઇ હાજી ઇમ્તિયાઝ (દયાપર)ના બહેન, રહીલા ફિરોજ (અંજાર), સાયરા ઇકબાલ (નેત્રા), હલીમા ઇમરાન (સુખપર રોહા), રેશ્મા શબીર (નેત્રા), શાહીન જેનુલ આબેદ્દિન (દયાપર),  હાજિયાણી નાજનીન હાજી ફૈઝલ (દયાપર), ઇરફાન, હનીફ, શબીર, તસનીમના કાકી તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-9-2024ના મંગળવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, મોટી વિરાણી ખાતે. 

મોટી ખાખર (તા. મુંદરા) : શાંતિલાલ ખીમજી સોલંકી (ઉ.વ. 67) તે સ્વ. હાંસબાઈ ખીમજી સોલંકીના પુત્ર, સ્વ. ઈન્દુબેનના પતિ, દયાબેન, શાંતાબેન, મણિબેન, જવેરબેન, લાલજીભાઈના ભાઈ, વર્ષાબેન, વિનોદભાઈ, નવિનભાઈના પિતા, હરેશભાઈ પોપટભાઈ જાદવ (બારોઈ),  રેખાબેન વિનોદભાઈ સોલંકીના સસરા, ભવ્યભાઈ હરેશભાઈ જાદવ (બારોઈ)ના નાના, મમુભાઈ રવજી સોલંકી, લાલજીભાઈ રવજી સોલંકી, ભાણજી રવજી સોલંકી (ગોણિયાસર)ના ભત્રીજા, છગનભાઈ, વેલજીભાઈ, કાનજીભાઈ, પોપટભાઈ (નાના આસંબિયા)ના ભાણેજ તા. 10-9-2024ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે.  સાદડી તા. 16-9-2024ના સોમવારે બપોરે 3થી 5 બહેનો માટે નિવાસસ્થાન, ભાઈઓ માટે ગંગરની સેનેટરી, મોટી ખાખર ખાતે. 

નરેડી (તા. અબડાસા) : ભાનુશાલી દેવાબાઇ હીરજીભાઇ માવ (ઉ.વ. 72) તે હીરજી કાનજીભાઇના પત્ની, સ્વ. લક્ષ્મીદાસ તથા સ્વ. ઉમરશી કાનજીના પુત્રવધૂ, ભાવેશ, મહેન્દ્ર, નવીન, નવલબેન, વિમળાબેનના માતા, ગિરીશ તથા છગન લક્ષ્મીદાસ, રમેશ તથા ભરત ઉમરશીના કાકી, પરસોત્તમ શંકરલાલ ખાનિયા (ભવાનીપર) તથા ધીરજ લક્ષ્મીદાસ દામા (હમલા)ના સાસુ, સ્વ. વેરશી પારપ્યા અમલ (ભાચુંડા)ના પુત્રી, જેઠાલાલ (બુધિયા ભગત) રતનશી તથા સામજી વેરશીના બહેન તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-9-2024ના સાંજે 4થી 6 ભાનુશાલી મહાજનવાડી, નરેડી ખાતે. 

મુંબઇ : મૂળ ઢોરીના રવિના અક્ષય સચદે (ઉ.વ. 28) તે રાજેશ્રી નીતિન કાનજી સચદેના પુત્રવધૂ, રેખા વિનોદ બોરખતારિયા (વેરાવળ)ના પુત્રી, હેન્સી અને નેન્સીની માતા, વર્ષા પુનિત સચદેના દેરાણી, પૂજા, પ્રિયા, સ્વ. પાર્થના બહેન તા. 13-9-2024ના અવસાન પામ્યા?છે. પ્રાર્થનાસભા તા. 15-9-2024ના સાંજે 5થી 7 મુક્તેશ્વર મહાદેવ, ડો. આર.પી. રોડ મુલુન્ડ વેસ્ટ મધ્યે. લૌકિક વ્યવહાર બંધ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang