ભુજ : વડનગરા નાગર રેખાબેન ભાલચંદ્રભાઈ વોરા (ઉ.વ. 70) તે ભાલચંદ્રભાઈ
યજ્ઞશંકરભાઈ વોરા (નિવૃત્ત ઓફ્રેડ હાઈસ્કૂલ)ના પત્ની, ડિગીશ વોરા (આઇસીઆઇસીઆઇ બેંક-માંડવી),
દીપ્તિબેન પલક વસાવડાના માતા, વૈભવી ડિગીશ વોરાના સાસુ, સ્વ. વીરેન્દ્રભાઈ વોરા (એલઆઇસી),
વીણાબેન દિલીપભાઈ પોટાના ભાભી, કિરીટભાઈ, સ્વ. નૈષધભાઈ નીતિનભાઈ દેસાઈ (મહુવા), ગીતાબેન,
નયનાબેન મંગેશભાઈ ઘોડા (જૂનાગઢ), રક્ષાબેન વિપુલભાઈ વૈશ્નવ (રાજકોટ)ના બહેન તા.
10-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-9-2024ના ગુરુવારે સાંજે 5થી 6 હાટકેશ
કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.
ભુજ : મૂળ માંડવીના પુષ્કર્ણા બ્રાહ્મણ ચંદ્રકાન્ત મયાશંકર ઉપાધ્યાય
(ઉ.વ. 78) (ફાગણિયા પાનવાળા) તે સ્વ. તારાબેનના પતિ, સ્વ. શરદભાઇ, સ્વ. શકુંતલાબેન,
સ્વ. સરસ્વતીબેન, સ્વ. લક્ષ્મીબેનના ભાઇ, ફાલ્ગુનભાઇ (બીડીએસ બેંક-ગાંધીધામ), મીનલના
પિતા, ભરતકુમાર પ્રતાપસિંહ કપટા (કચ્છી જ્વેલર્સ-માંડવી)ના સસરા, સ્વ. કેસરબેન હીરજી
પુરોહિત (ભુજ)ના જમાઇ, સ્વ. લાલજીભાઇ, સ્વ. જેઠાલાલ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. જેન્તીભાઇ,
સ્વ. વિજયભાઇ, રાજુભાઇ પુરોહિત, સ્વ. કસ્તૂરબેન, જમનાબેન (ભુજ)ના બનેવી, હિતેષ ઉપાધ્યાય,
વિમલબેન, ચેતનાબેન, દીનાબેન, જિજ્ઞાબેનના કાકા, બંસરી, મહિમા, ક્રિષ્ના કપટાના નાના
તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-9-2024ના શુક્રવારે સાંજે 4થી
5 માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ રાધનપુરના ઠા. પ્રભાબેન લક્ષ્મીચંદ રતાણી (ઉ.વ.
80) તે લક્ષ્મીચંદ પોપટલાલ રતાણીના પત્ની, પોપટલાલ હરચંદના પુત્રવધૂ, ગોપાલજી બેચરદાસ
રાજદે (બેલા-ગાંધીધામ)ના પુત્રી, ભગવાનજીભાઇ, હરેશભાઇ, મહેશભાઇ, લીલાવંતીબેન ઘનશ્યામભાઇ
રાજદે, ભારતીબેન પ્રકાશભાઇ કોટક, હંસાબેન રાજેશભાઇ રાજદે, જ્યોતિબેન રસિકભાઇ રાચ્છ,
કરુણાબેન જયદીપભાઇ રાચ્છના માતા, સ્વ. હંસાબેન, તરુણાબેન, પૂનમબેન, રાજેશભાઇ, સ્વ.
પ્રકાશભાઇ, ઘનશ્યામભાઇ, રસિકભાઇ, જયદીપભાઇના સાસુ, ડિમ્પલ, ધ્રુવા, ઝેનિલના દાદી, ખેતશીભાઇ,
હસમુખલાલ, નટવરલાલના કાકી, દીપચંદ, પ્રેમચંદ, કંકુબેન, તુલસીદાસ, શાંતાબેન મણિલાલ આચાર્ય,
મંજુલાબેન કાંતિલાલ માણેકના ભાઇના પત્ની, સ્વ. જગજીવનભાઇ, સ્વ. અમૃતલાલ, પ્રભુલાલભાઇ,
ધનસુખભાઇ, હરિલાલ રતાણીના બહેન તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 13-9-2024ના શુક્રવારે સવારે 10થી 11 તથા દશો તે જ દિવસે નૂતન લોહાણા મહાજનવાડી,
ભારતનગર, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ નુંધાતડના વિલાસબેન માણેકલાલ શાહ (ભેડકિયા) (ઉ.વ.
74) તે માણેકલાલ જેઠાલાલ શાહ (શાહભાઈ)ના પત્ની, જેઠાલાલ ઉમરશીના પુત્રવધૂ, મોહનલાલ,
જગદીશભાઈ, કલાવંતીબેન, પુષ્પાબેન, સુશીલાબેનના ભાભી, શારદાબેન, ઊર્મિલાબેનના જેઠાણી,
તુષારભાઈ, કવિતાબેન, નયનાબેન, ચૈતાલીબેન, કૃતિકાબેનના મોટીમા, દીપિકાબેનના મોટાસાસુ,
સ્વ. ધનજીભાઈ રણછોડભાઈ નરેડીવાળા (પનવેલ)ના પુત્રી, દેવ અને શ્રેયાના મોટા દાદી તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 13-9-2024ના શુક્રવારે સાથે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે અને તા.
14-9-2024ના પ્રાર્થનાસભા સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, નુંધાતડ ખાતે.
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) હીરાલાલ લાલજી રાઠોડ
(ઉ.વ. 65) તે સ્વ. લાલજી માવજી રાઠોડ, કાન્તાબેનના પુત્ર, કંચનબેનના પતિ, મનીષ, સ્વ.
રશ્મિ, હર્ષદના પિતા, આરતીબેનના સસરા, પદ્માબેનના દાદા, સ્વ. વિજયાબેન, કલાબેન, સ્વ.
ધીરજભાઇ, ભરતભાઇ, અરવિંદભાઇના મોટા ભાઇ, અવની, સચિન, હર્ષ, મયૂર, કેવલ, મિત, નિલ, આયુષ,
પ્રિયાના મોટાબાપા, નર્મદાબેન જેરામભાઇ વેગડના જમાઇ તા. 11-9-2024ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 13-9-2024ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?સમાજ
ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે.
અંજાર : મૂળ અલવર (રાજસ્થાન)ના જયપ્રકાશ પ્રકાશનારાયણ ગુપ્તા
(જે.પી. સાહેબ, મદદનીશ શિક્ષક, કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ-અંજાર) (ઉ.વ. 54) તે ગં.સ્વ.
દયાવંતી પ્રકાશનારાયણ ગુપ્તાના પુત્ર, કાજલ ગુપ્તા (મદદનીશ શિક્ષક, કે.કે.એમ.એસ. ગર્લ્સ
હાઇસ્કૂલ-અંજાર)ના પતિ, ચારૂલતા શૈલેશ જીવણદાસ આશર (ભાટિયા)ના જમાઇ, મંજુબેન રતનભાઇ
ગુપ્તા (અમદાવાદ), પુષ્પલતા ધીરેન્દ્ર ગુપ્તા (અલવર-રાજસ્થાન), પ્રેમભાઇ પ્રકાશનારાયણ
ગુપ્તા (શિક્ષક વી.એલ. હાઇસ્કૂલ-નલિયા), રાજકુમારી ઘનશ્યામ શાહ (શિણાઇ), કુસુમબેન વસંતભાઇ
ગાંધી (નલિયા)ના મોટા ભાઇ, હાર્દિક, નેહા, મિત્તલના બનેવી તા. 10-9-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 13-9-2024ના શુક્રવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન
એક્સચેંજની પાછળ, બસ સ્ટેશન રોડ, અંજાર ખાતે.
અંજાર : ખત્રી અમીનાબાઈ મનસુર (સમોસાવાળા) (ઉ.વ. 48) તે આદિલ,
મારુફ તથા શબનમના માતા તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
14-9-2024ના શનિવારે સવારે 11થી 12 મસ્જિદે ખીજરા, નવા અંજાર ખાતે.
માંડવી : મૂળ ગુંદિયાળીના ગોસ્વામી પ્રેમિલાબેન (ઉ.વ. 72) તે
રમેશગિરિ પુરણગિરિના પત્ની, સંજયગિરિ, સ્વ. મંજુલાબેન દિનેશગિરિ, વિનાબેન ભરતપુરી
(મુંબઇ), ઉષાબેન વસંતભારથી (નારાણપર)ના માતા, શીતલબેન સંજયગિરિના સાસુ, વિજયરાજગિરિ,
ભૂમિબેનના દાદી, ભૂમિબેન વિજયરાજગિરિના દાદીસાસુ, સ્વ. ઉમાબેન મહેશગિરિ પુરણગિરિ, ગં.સ્વ.
દક્ષાબેન રણછોડગિરિ પુરણગિરિ, ગં.સ્વ. મણિબેન માધવગર (ભુજ), ગં.સ્વ. અમૃતબેન નારણગિરિ
(માંડવી), લક્ષ્મીબેન માધવગિરિ (મેરાઉ)ના ભાભી, પાર્વતીબેન શંભુગિરિ (રસલિયા)ના પુત્રી,
સ્વ. લક્ષ્મણગિરિના બહેન, દિનેશગિરિ હીરાગિરિ (અંજાર), ભરતપુરી દેવપુરી (મુંબઇ), વસંતભારથી
શંભુભારથી (નારણપર)ના સાસુ, પવનગિરિ (શિવા), મિલનગિરિ, વૈશાલીબેન સ્મિતગિરિ (ભુજ),
મેહુલપુરી, સોનુબેન મિત જોષી (નારણપર), જીગુબેન, ઓમભારથીના નાની, મિમિક્ષાબેન પવનગિરિ
(શિવા)ના નાનીસાસુ તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-9-2024ના
સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, માંડવી ખાતે.
સુખપર (તા. ભુજ) : દાફડા મણિલાલ (મનુભાઇ) (ઉ.વ. 62) તે જવેરબેનના
પતિ, સ્વ. ભચીબેન તથા નારાણભાઇ પાલા (કાદિયા)ના પુત્ર, રમેશભાઇ, વિનોદભાઇ, કૌશલ્યા
ગોવિંદ ચાવડા (સુખપર-ભુજ), કમળાબેન રાજેશ લોંચા (આનંદપર), હેમલતાબેન નવીન ચાવડા (સુખપર-રોહા),
મંજુલાબેન કિરણ રાઠોડ (માનકૂવા)ના પિતા, પૂંજાભાઇ (નખત્રાણા), સ્વ. લખુભાઇ, પરષોત્તમભાઇ
(ભીવંડી), ધનજીભાઇ (નખત્રાણા), વીરબાઇ બાબુલાલ લોંચા (દેવપર)ના ભાઇ, સ્વ. ફકુભાઇ, વિશ્રામભાઇ
(કંડાય), સ્વ. શિવજીભાઇ (ટોડિયા), સ્વ. રામીબેન ખેતશી ચાવડા (સુખપર-રોહા), સ્વ. કેસરબેન
હરજી સોલંકી (ટોડિયા)ના ભત્રીજા, દિનેશ (કાદિયા), બાબુલાલ, દીપક, નરશી (નખત્રાણા),
સ્વ. સામજી, મગન (નખત્રાણા), ખુશાલ (કંડાય), કાન્તિલાલ, અમરત (ટોડિયા)ના કાકાઇ, સ્વ.
મેઘજી ઉમરા લોંચા (દયાપર)ના જમાઇ, ચંદુલાલ, લખમશીના બનેવી તા. 10-9-2024ના અવસાન પામ્યા
છે. ધાર્મિકવિધિ તા. 12-9-2024ના રાત્રે સત્સંગ તથા તા. 13-9-2024ના સવારે 10.30 વાગ્યે
પાણીઆરો સોઢાવાસ, રિદ્ધિસિદ્ધિ સોસાયટી, રેલવે ફાટક-પુલની ઉત્તર બાજુ.
માધાપર (તા. ભુજ) : મૂળ ભુટકિયા (તા. રાપર)ના વાગડ સાત ચોવીસી
જૈન પ્રકાશ વનેચંદભાઇ પારેખ (ઉ.વ. 44) તે પારેખ વનેચંદ પોપટલાલના પુત્ર, કોમલબેનના
પતિ, વિશાખા અને યશના પિતા, વિપુલ, નવીન, હર્ષદ, સ્વ. જયેશ, પરેશ, પુષ્પાબેનના ભાઇ,
નરેશભાઇ કોઠારીના સાળા, ખીમજીભાઇ દોશી (કીડિયાનગર)ના ભાણેજ, વિરલ તથા જૈનમના કાકા,
સુનંદાબેનના દિયર, વોલ્ટરભાઇ?ઓઝા (મુંબઇ)ના જમાઇ તા. 11-9-2024ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા રાખી નથી. સંપર્ક : વિપુલભાઇ-70413 55715, હર્ષદભાઇ-99673 39897.
લોડાઇ (તા. ભુજ) : ગગડા અભલા હાજી (ઉ.વ. 18) તે હાજી અભલાના
પુત્ર, ઓસમાણ, રમજાનના ભાઇ, બાફણ અલીમામદ ઓસમાણ (નાગિયારી)ના સાળા, સુલેમાન, સુમાર,
ઉમરના ભત્રીજા, ચાવડા ફકીરમામદ જુસબ (ધ્રંગ)ના ભાણેજ તા. 11-9-2024ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 13-9-2024ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન લોડાઇ ખાતે.
મોટી નાગલપર (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય પ્રભાબેન અમરસિંહભાઇ
ટાંક (ઉ.વ. 83) તે સ્વ. અમરસિંહભાઇ મૂળજીભાઇ ટાંકના પત્ની, સ્વ. રમેશભાઇ, સ્વ. રીનાબેન,
ક્રિષ્નાબેન, મનીષાબેનના માતા, ગં.સ્વ. જયશ્રીબેન, સ્વ. બલરામભાઇ, વિનોદભાઇ, પ્રકાશભાઇના
સાસુ, નયન, મિત, આયુષીના દાદી, ધિમહીના પરદાદી, આકૃતિબેન, નેહાબેન, વિમલભાઇના દાદીસાસુ,
સ્વ. સામજીભાઇ, રસીલાબેન, પુષ્પાબેન, શારદાબેનના મોટા બહેન તા. 11-9-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 13-9-2024ના શુક્રવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર (ડેરી), મેઇન
બજાર, મોટી નાગલપર ખાતે.
નવી દુધઇ (તા. અંજાર) : કંકુબેન સથવારા (ઉ.વ. 60) તે પાંચાભાઇ
કરમણભાઇના પત્ની, જિજ્ઞાબેન, કરશનભાઇ, મનીષાબેનના માતા, જગદીશભાઇ, આશાબેન, હરેશભાઇના
સાસુ, પ્રિશા, હેન્સી, રૂત્વીના દાદી, દામજી લાલજી સથવારા (દુધઇ)ના પુત્રી તા.
11-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-9-2024ના શુક્રવારે સાંજે 4થી 5
સથવારા સમાજવાડી ખાતે.
રતનાલ (તા. અંજાર) : ગોમતીબેન વિક્રમભાઇ આહીર (ઉ.વ. 42) તે જીવાભાઇ
કરશનભાઇ આહીર (જીવાશેઠ) (પૂર્વ પ્રમુખ, કચ્છ જિલ્લા પંચાયત), સ્વ. ભગુભાઇ કરશનભાઇ આહીર
(ભગુશેઠ)ના પુત્રવધૂ, ત્રિકમ આહીર, કાનજી આહીર (મહામંત્રી, અંજાર તાલુકા ભાજપ)ના નાના
ભાઇના પત્ની, સ્વ. વિક્રમભાઇ આહીરના પત્ની, વિવેક, પારસ, મિત, ઓમના માતા, વાલાભાઇ રૂપાભાઇ
ભોજાણીના પુત્રી, બળવંતભાઇ, નંદલાલભાઇ, ભરતભાઇના બહેન, વિનાયકના દાદી તા.
11-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રતનાલ, તા. અંજાર ખાતે.
બિદડા (તા. માંડવી) : સંઘાર રામજી પ્રાગજી ભારાણી (ઉ.વ. 51)
તે પ્રાગજી અભરામના પુત્ર, લધાભાઈ અભરામના ભત્રીજા, ભીમજી પ્રાગજી, લક્ષ્મીબેનના ભાઈ,
કલ્પેશ, રાહુલના મોટાબાપા, યશરાજ, દિનેશ, અર્જુનના પિતા તા. 10-9-2024ના અવસાન પામ્યા
છે. સાદડી તા. 11થી તા 13-9 સુધી નિવાસસ્થાને
મફતનગર, બિદડા ખાતે.
મઉં મોટી (તા. માંડવી) : હિતેષ કરશનદાસ લક્ષ્મીદાસ ખાનિયા (ઉ.વ.
43) તે ગં.સ્વ. લક્ષ્મીબેન કરશનદાસના પુત્ર, સ્વ. ભચીબાઇ લક્ષ્મીદાસ ખીમજીના પૌત્ર,
ગં.સ્વ. મણિબેન શંભુલાલ ખીમજીના મોટા ભાઇના પૌત્ર, અરજણભાઇ, પ્રતાપભાઇ, જીવરામભાઇ,
વિઠ્ઠલભાઇ, સાકરીબેન, વર્ષાબેન, જમણાબેન, જશોદાબેનના ભત્રીજા, જીનલબેન અમિતભાઇ ભદ્રા
(નલિયા), ગં.સ્વ. કૌશલ્યાબેન નરેન્દ્રભાઇ મંગે (જામનગર), દીપક, મહેશ, નીલેશ, પ્રિયા,
અલ્પાના ભાઇ, રાજેશ, જયેશ, પ્રફુલ, વિશાલ, રમેશ, ગિરીશ, શિવમ, બાદલના પિતરાઇ ભાઇ, તુલસીદાસ
દેવજીભાઇના ભાણેજ મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-9-2024ના શુક્રવારે
સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, મઉં ખાતે.
હાલાપુર (તા. માંડવી) : મૂળ નાની સાભરાઈના દેવરાજ વરજાંગ ગંઢ
(દેરો ગંઢ) (ઉ.વ. 62) તે સ્વ. વરજાંગ રતનના પુત્ર, સ્વ. કમશ્રીબેન આલા લધા બાનાયત
(મોટા ભાડિયા), સ્વ. વિશ્રામ, સ્વ. ગોપાલ, સ્વ. અરજણના ભત્રીજા, રામઈબેનના પતિ, રામ
વરજાંગ (માંડવી), ધનરાજ વરજાંગ (મુંદરા)ના ભાઈ, થારૂ, નાગાજણ, વિરબાઈ ભાવેશ બારોટ
(નાની ઉનડોઠ)ના પિતા, સ્વ. સવરાજ હરદાસ અભાણી (મોટા કરોડિયા)ના જમાઈ, પુનશી સામત, વાલા
સામતના ભત્રીજા, ભીમશી ભગત, દેવરાજ, નારાણ
અભાણીના બનેવી, ગાવિંદ વિશ્રામ ગંઢના મોટાબાપાના દીકરા, લખન, પરીક્ષિત, ભરતના મોટાબાપા,
આનંદ, કાવ્યા, ઈશ્વર, હેતવીના દાદા તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને
હાલાપુર ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 21-9-2024ના શનિવારે.
નાની ખાખર (તા. માંડવી) : વાલબાઇ ડાંગેરા (ઉ.વ. 64) તે સ્વ.
પૂંજા નામોરી ડાંગેરાના પત્ની, સ્વ. નામોરી આશા ડાંગેરાના પુત્રવધૂ, સ્વ. નારાણ, સ્વ.
રાણા, સ્વ. વેરસિંહભાઇ, સ્વ. શિવજીભાના ભત્રીજાવહુ, સ્વ. માલશીં સુમાર વિંઝોડા (બિદડા)ના
પુત્રી, મોહન, રામજી, શામજી, હેમલતા જગદીશ પારિયાના માતા, મંજુલા, ભાવના, રેખાના સાસુ,
મનીષ, હિરેન, મયંક, બંસી, દક્ષ, આનંદીના દાદી, પ્રેમજી, સ્વ. દામજી, શામજી, રમેશ, શાંતિલાલના
ભાઇના પત્ની તા. 8-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. લૌકિક વ્યવહાર
નિવાસસ્થાન વાડી વિસ્તાર, નાની ખાખર ખાતે.ઐ
વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે બેંગ્લોર (કર્ણાટક) કડવા
પાટીદાર કાંતિલાલ પ્રેમજી નાયાણી (ઉ.વ. 62) તે ગં.સ્વ. નર્મદાબેનના પતિ, અશ્વિનભાઇના
પિતા, સ્વ. ધીરજભાઇ, વેલજીભાઇ, જેન્તીભાઇના મોટા ભાઇ તા. 9-9-2024ના અવસાન પામ્યા છે.
સાદડી તા. 12, 13, 14-9-2024ના (ત્રણ દિવસ) સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી
5.30 નિવાસસ્થાન નાયાણી ફળિયું, ગંગારામ ચોક, વિરાણી ખાતે. બારસની વિધિ તા.
20-9-2024ના નિવાસસ્થાને.
રવાપર (તા. નખત્રાણા) : મૂળ રતડિયાના રસીલાબેન મોહનલાલ પિત્રોડા
(ઉ.વ. 69) તે મોહનલાલ હીરજી પિત્રોડા (રાજ મોટર્સ)ના પત્ની, સ્વ. કીર્તિભાઇ, સ્વ. કલ્પનાબેન,
પ્રકાશભાઇ, કનૈયાલાલ, સ્વ. ભરતભાઇના માતા, પૂજાબેન પ્રકાશભાઇ, જલ્પાબેન કનૈયાલાલ, ત્રિભુવન
(રાજા) મનસુખલાલ ઉમરાણિયા (મુંદરા)ના સાસુ, વૈભવ, અર્ચના, ઔશિક, ક્રિશ, જીતના દાદી,
રોહન, સ્નેહા (ગોપી), ભવ્યના નાની, સ્વ. દેવજી જેઠાલાલ પરમાર (મુંબઇ), દેવશી (શંકર)
જેઠાલાલ પરમાર (મુંબઇ), રાજેશ જેઠાલાલ પરમાર (મુંબઇ)ના બહેન, જયાબેન દેવશીભાઇ પઢારિયા
(વડોદરા), સ્વ. દમયંતીબેન નરશીભાઇ મકવાણા (માઉન્ટ આબુ), લક્ષ્મીબેન છગનલાલ વાઘેલા
(વડોદરા), ગૌરીબેન હીરજીભાઇ પિત્રોડા (વડોદરા)ના ભાભી, મણિબેન ધીરજલાલ પિત્રોડા (રતડિયા)ના
દેરાણી, કાંતિલાલ (માધાપર), કિશોર (મુંબઇ), આનંદ (નખત્રાણા), રામ (મુંબઇ)ના માસી/કાકી
તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-9-2024ના શુક્રવારે સાંજે 4થી
5 પટેલ સમાજવાડી, રવાપર ખાતે.
ધનાવાડા (તા. અબડાસા) : હિંગોરા મોહમ્મદહનીફ (ઉ.વ. 62) તે આદમ
ઈસ્માઈલના પુત્ર, ઈશા ઇસ્માઇલ, મ. હાજી ઇસ્માઇલના ભત્રીજા, જાવેદ, શકીલ, સાહજાન, સાજીદના
પિતા, ગુલમુહમ્મદ તથા અનવરના ભાઈ તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
14-9-2024ના શનિવારે સવારે 10 વાગ્યે ધનાવાડા મસ્જિદ ખાતે.
મોટી છેર (તા. લખપત) : જશકોરબા સુરતાજી રાઠોડ (ઉ.વ. 92) તે રાઠોડ
હઠુભા ભૂરજી, વિક્રમસિંહ ભૂરજીના દાદી, ખીરાજી રાણાજીના કાકી તા. 9-9-2024ના અવસાન
પામ્યા છે. આગરી તા. 19-9-2024ના સાંજે તથા ઘડાઢોળ તા. 20-9-2024ના શુક્રવારે બપોરે.
મોરબી : મૂળ ભુજના શકીલા હુશેન મલેક (ઉ.વ. 67) તે હુશેન યારમહમદ
મલેક (એસ.ટી.વાળા)ના પત્ની, મુખ્તાર મલેકના માતા તા. 11-9-2024ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 13-9-2024ના શુક્રવારે સવારે 10 વાગ્યે ફારુકી મસ્જિદ, ઘાંચી શેરી,
મોરબી ખાતે. સંપર્ક : હુશેન મલેક-97127 11505.
શ્રીનાથજી નાથદ્વારા : પાટડિયા રમાબેન મનસુખલાલ (ઉ.વ. 56) તે
સ્વ. મોહનલાલ, સ્વ. પ્રભુલાલ, અમૃતલાલ, કાંતિલાલ, સ્વ. પ્રાણલાલ, છગનલાલના નાના ભાઈના
પત્ની, સ્વ. તારાબેનના ભાભી, સ્વ. શિવજીભાઈ
હીરાલાલ કોંઢિયા (બાદરગઢવાળા)ના પુત્રી, દલસુખભાઈ, ગિરીશભાઈ, ધનસુખભાઈ, સતીશભાઈ, ગં.સ્વ.
કમળાબેન, ગં.સ્વ. જશવંતીબેન, ગં.સ્વ. દક્ષાબેનના બહેન, સ્વ. મણિબેન, સુશીલાબેન, રમિલાબેન,
સાવંત્રીબેન, મીનાબેન, ભાવનાબેન, વનિતાબેનના
દેરાણી, મયૂર, જિગરના માતા તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા
તા. 12-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 શ્રીનાથજી નાથદ્વારા, રાજસ્થાન ખાતે.
કોપરખેરણે (નવી મુંબઈ) : મૂળ ભુજપુરના વસંત મોતા (ઉ.વ. 66) તે
સ્વ. રાધાબેન ખીમજી શંકરજી મોતાના પુત્ર, જયશ્રીબેનના પતિ, આશિષ, વિજય, પલ્લવીબેનના
પિતા, ભક્તિ, હેતલ અને દીપેનભાઈ પણિયા (મુંદરા)ના સસરા, શિવાંશ, દેવાંશ, અથર્વ, બેબીના
દાદા, અંશના નાના, અરાવિંદભાઈ (વલસાડ), મંજુબેન કિશોરભાઈ માકાણી (ટોડા)ના મોટા ભાઈ,
નેહા સંદીપભાઈ (ભુજ), પ્રિયંકા દર્શનભાઈ (બિદડા), વિનયના મોટાબાપા, જ્યોતિબેન અરાવિંદભાઈના
જેઠ, ભૂમિકાના કાકા સસરા, વિશાલ, સાગર, મિત્તલ હરીઓમભાઈના મામા, સ્વ. ચત્રભુજ, સ્વ.
હીરજી, સ્વ. મગનભાઈના ભત્રીજા, સ્વ. વેલજી મીઠુ જેસરેગોર (બારોઇ)ના જમાઈ, સ્વ. મહેન્દ્રભાઈ,
જિતેન્દ્રભાઈ, જ્યોતિબેન, જ્યોત્સનાબેનના બનેવી તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 14-9-2024ના શનિવારે સાંજે 4થી 6 બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત
મંડળ હોલ, મુલુંડ (વેસ્ટ) ખાતે.
મુંબઇ : કરાચીવાળા રાજેશ ગિરધરલાલ તન્ના (ઉ.વ. 55) તે સ્વ. ગિરધરલાલ
તન્ના, સ્વ. રમાબેનના પુત્ર, નવીનભાઇ, મહેશભાઇના ભાઇ, રીનાબેનના પતિ, વિવેક તન્ના,
રીતુ તન્નાના પિતા, સ્વ. દેવશીભાઇ ડુંગરશીભાઇ સોનીના જમાઇ, હરેન્દ્ર દેવશી સોનીના બનેવી,
હિનાબેન નવીનભાઇ તન્નાના દિયર, હેતલબેન મુકેશભાઇ તન્નાના જેઠ, શામ, શિવાની, શિવમ, પ્રાચીના
કાકા તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-9-2024ના સાંજે 4થી 6 મુક્તેશ્વર
મહાદેવ મંદિર, મુલુંડ (વેસ્ટ) મુંબઇ ખાતે.