ભુજ : રાજગોર બાબુલાલ શંકરજી (બોડા) (ઉ.વ. 82) તે શાકરબેન શંકરજી
બોડાના પુત્ર, સ્વ. દમયંતીબેનના પતિ, હર્ષદ, રમેશ (આકાર એડ), હસમુખ (એસ.ટી.), ચંદ્રિકા
(નિતા) દિનેશ નાકર (નલિયા)ના પિતા, મનીષા હસમુખ, નેહા રમેશના સસરા, દેવ, પરમના દાદા,
તન્વી, પ્રિન્સના નાના. ગં.સ્વ. લીલાવતીબેન, સ્વ. ઝવેરબેન (કબુબેન), ચંપકલાલ શંકરજી
બોડા (મુંબઈ)ના ભાઈ, સ્વ. પ્રવીણભાઈ, રમેશભાઈ, શાંતિલાલ માલાણીના બનેવી, સ્વ. શિવજી
ખીમજી માલાણીના જમાઈ તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-9-2024ના
સાંજે 4થી 5 બીએપીએસ સત્સંગ હોલ, નિર્મલાસિંહવાડી, ભાનુશાલી નગર, ભુજ ખાતે.
ભુજ / ગાંધીનગર : મૂળ ભુજના મહેશભાઇ અંતાણી (ઉ.વ. 81)?(નિવૃત્ત-એસ.ટી.
ભુજ) તે ફનીબાળાબેન બાબુલાલના જયેષ્ઠ પુત્ર, તરુલતાબેન કૃષ્ણલાલ પટ્ટણીના જમાઇ, તરંગિકાના
પતિ, નીલેશ, હિરેનના પિતા, નેહા, ખ્યાતિના સસરા, મધુકર, ભાસ્કર, દિવાકર, પૂર્ણન્દુ,
સ્વ. હરગૌરી કુમુદચંદ્ર ધોળકિયા, પંકજ નિખિલેશ વૈષ્ણવ, સ્વ. દામિની દ્વિજેન્દ્ર વોરાના
ભાઇ, મુકેશ કૃષ્ણલાલ પટ્ટણી, મનોજ કૃષ્ણલાલ પટ્ટણી, વારિસ કૃષ્ણલાલ પટ્ટણીના બનેવી
તા. 15-9-2024ના ગાંધીનગર-રાયસણ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2024ના
સાંજે 5થી 6 રાયસણ ગામના હોલ, ચબુતરા સામે, રાયસણ ગામ, ગાંધીનગર ખાતે. સંપર્ક : નીલેશ
મહેશભાઇ અંતાણી-99040 79145.
ભુજ : ગં.સ્વ. રુક્ષ્મણીબેન કેશવજી ભાટિયા (ઉ.વ. 91) તે સ્વ.
ડો. લક્ષ્મીદાસ પ્રેમજીના પુત્રવધૂ, સ્વ. ડો. કેશવજી (બબો ડોક્ટર) લક્ષ્મીદાસ ભાટિયાના
પત્ની, સ્વ. મૂળજી હરિદાસ ઉદેશીના પુત્રી, સ્વ. જયાબેન અનુપશી નયગાંધી, સ્વ. કુસુમબેન
માધવદાસ પારેખના મોટા બહેન, સ્વ. રાજેન્દ્રભાઇ (રાજાભા), પ્રદીપભાઇ, બંસરીબેનના માતા,
ગં.સ્વ. ભારતીબેન (રાણી), નયનાબેન અને અશોકભાઇ પાલેજાના સાસુ, જિતેશભાઇ, રોહનભાઇ, પાર્થભાઇના
દાદી. હિરેનભાઇ, ઉર્મિબેનના નાની, ઉર્વશીબેન, મોનાબેનના દાદીસાસુ, પૃથ્વીરાજ, કહાન,
રાજવીરના પરદાદી તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સોમવારે
સાંજે 5થી 6 જેઠી સમાજવાડી, જૂની મચ્છીપીઠ ચોક, ભાટિયા શેરી, ભુજ ખાતે.
ભુજ : માંજોઠી હાજી ઈસ્માઈલ હારૂન (વેકરાવાળા) (ઉ.વ. 68) તે
હાજી નૂરમામદ (વેકરા), હાજી સાલેમામદ (અંજાર)ના ભાઇ, અશરફ અને સલીમના પિતા, મામદભાઇ
(વીડી)ના સાળા, સતાર (દુધઇ), ઇકબાલ (બાયઠ)ના સસરા, હાજી ફકિરમામદ, હાજી સુમારના ભત્રીજા,
મ. હાજીઅલીમામદ ઈબ્રાહિમ, હાજીરજાક ઈબ્રાહિમના બનેવી તા. 15-9-2024ના અવસાન પામ્યા
છે. વાયઝ-જિયારત તા. 17-9-2024ના મંગળવારે સવારે 10થી 11 માંજોઠી સમાજવાડી, જયેષ્ઠાનગર,
ભુજ ખાતે.
ભુજ : મારૂ કંસારા સોની રમણીકલાલ રણછોડદાસ પોમલ (રાયપુરવાળા)
(ઉ.વ. 76) તે સ્વ. ઉમિયાબેન રણછોડદાસના પુત્ર, રસિકભાઇ (ઝાડછૂગલા)ના ભત્રીજા, સ્વ.
ભચીબેન મનજી બુદ્ધભટ્ટીના જમાઇ, રેખાબેન (લીલીબેન)ના પતિ, પંકજ તથા નીમાના પિતા, પૂજા
તથા મૌલિકભાઇના સસરા, સ્વ. ભાગ્યરતીબેન, રમેશભાઇ, જગદીશભાઇ, નીતાબેન, પ્રવીણભાઇ, હરીશભાઇ,
કિશોરભાઇના ભાઇ, માયાબેનના દિયર, હેમાબેન તથા ગીતાબેનના જેઠ, ધારશીભાઇ તથા નરેશભાઇ
વીશા પરમારના સાળા, રાજેશ, ભાવના, ખ્યાતિ, પ્રિયાના કાકા, પિન્કીબેન, નીલેશભાઇ, રવિભાઇ,
હાર્દિકના કાકાજી સસરા, પ્રિયાંશુ તથા નિવાનના દાદા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે.
બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સોમવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી
સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : ભાગવંતીબેન જાદવજી શાહ (ઉ.વ. 85) તે જાદવજી નાથાભાઇ શાહના
પુત્રી, સંગીતાબેનના માતા, દિનેશ નાનાલાલ મોરબિયાના સાસુ, રીચા દિનેશભાઇ મોરબિયાના
નાની, કાંતિભાઇ, પ્રફુલ્લભાઇ, કુસુમબેન વિનોદભાઇ શાહ, મંજુબેન વિનોદભાઇ શાહના બહેન,
સ્વ. કુસુમબેન કાંતિલાલ શાહ, જોસનાબેન પ્રફુલ્લભાઇ શાહના નણંદ, નયનાબેન નિશિત શાહ,
રશ્મિ વૈભવ શાહ, સન્નીના ફઇ, શીતલ તેજસ ઝવેરી (ભુજ), સમીર, રાખી નીલેશ જોષી, ભાવના
પરેશભાઇ ગાંધી (મુંબઇ)ના માસી તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
16-9-2024ના સાંજે 5થી 6 જૈન ગુર્જર વાડી (જૈન વંડો) પહેલા માળે, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ કુનરિયાના પ્રેમિલાબેન શંભુભાઇ ગામોટ (ઉ.વ.
55) તે શંભુભાઇ દેવજીભાઇ ગામોટના પત્ની, યશના માતા, સામજીભાઇ, રામજીભાઇ, કરશનભાઇના
નાના ભાઇના પત્ની, ગં.સ્વ. વેલુબેન ગણેશાભાઇ સાંખોલના ભાભી, શૈલેષ, અર્જુન, મહેન્દ્રાના
કાકી, સ્વ. જોષી હીરાગૌરીબેન બલદેવભાઇ (વોરિયા) (અંજાર)ના પુત્રી, જોષી નારણભાઇ, સ્વ.
શંકરલાલ, સ્વ. રતનબેન શંભુલાલ (મુંબઇ)ના ભત્રીજી અવસાન પામ્યા છે.
ગાંધીધામ : મૂળ મોરબીના ભૂપતાસિંહ મૂલજીભાઈ સોલંકી (ઉ.વ.
87) તે પાર્વતી મૂલજીભાઈ સોલંકીના પુત્ર, સ્વ. વર્ષાબેનના પતિ, સ્વ. દામજીભાઈ, સ્વ.
રમાબેન, દીનુબેન, કિશોરભાઈ, સ્વ. નટવરલાલ, રણજિતાસિંહ, રાજેશભાઇના ભાઈ, ધર્મેન્દ્ર,
અનીતા, રમેશ, ચંદ્રકાંતના પિતા, હર્ષિદાબેન, સ્વ. જયશ્રીબેન, હેમલતાબેનના સસરા, માવજીભાઈ
હરિભાઈ પરમારના બનેવી, હેમાંગી, જીત, આર્યા, દેવાંશના દાદા, દિવ્યા અને પાર્થના નાના
તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સાંજે 5.30થી 6.30
ઝૂલેલાલ મંદિર, શક્તિનગર ખાતે.
આદિપુર : વેલજીભાઇ સોલંકી (ઉ.વ. 60) તે સ્વ. લાધીબેન પૂંજાભાઇ
સોલંકીના પુત્ર, સ્વ. કિશોરભાઇ, મૂરજીભાઇના નાના ભાઇ, પ્રકાશ, દીપક, સતીષ, જીતુ, જયનના
કાકા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સોમવારે સાંજે
5.30થી 6.30 લોહાણા મહાજનવાડી, 1-એ ખાતે.
અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળશંકર ગંગારામ રાવલ (ઉ.વ.
85) (નિવૃત્ત એસ.ટી. કર્મચારી) તે સ્વ. મણિબેન ગંગારામ રાવલના પુત્ર, મહેશ્વરીબેનના
પતિ, સ્વ. નાનાલાલભાઈ, સ્વ. બાબુલાલભાઈ, સ્વ. રામેશ્વરભાઈ, સ્વ. ચંદુલાલભાઈ, સ્વ. દિવાળીબેન
નાનાલાલ ઉપાધ્યાયના ભાઈ, રિતેશ, જિજ્ઞાના પિતા, ભક્તિ (બીએસએનએલ ગાંધીધામ), જિજ્ઞેશભાઈ
વ્યાસ (માધાપર)ના સસરા, સ્વ. નરોત્તમભાઈ, જિતેન્દ્રભાઈ, દીપકભાઇ, રાજેશભાઈ, મનીષભાઈ,
નિર્મળાબેન, સ્વ. રસીલાબેન, ગીતાબેન, પ્રતિમાબેન, કૃપાલીબેન, સ્વ. અર્ચનાબેન, તૃપ્તિબેનના
કાકા, સ્વ. દેવશંકર હરજીવન પંડ્યાના જમાઈ, સ્વ. ધીરજભાઈ, સ્વ. રમેશભાઈ બિપિનભાઈ, મહેશભાઈ, ચંદ્રેશભાઈ, ઉર્મિલાબેન, ઉષાબેનના
બનેવી, તનિષા, તપસ્યાના દાદા, પરિક્ષિત, ખુશના નાના તા. 15-9-2024ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સોમવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, ટીંબી કોઠા,
અંજાર ખાતે.
કુકમા (તા. ભુજ) : ચંદ્રિકાબેન કનૈયાલાલ ચૌહાણ (ઉ.વ. 61) તે
સ્વ. અમૃતબેન ઇશ્વરલાલ વરૂ (હાજાપર)ના પુત્રી, કનૈયાલાલ માંડણ ચૌહાણના પત્ની, સ્વ.
તેજીબેન માંડણ કલ્યાણ ચૌહાણના પુત્રવધૂ, સ્વ. વિજયાબેન, ડાહીબેન, વસુબેનના ભાભી, નિરંજન
(માધાપર-પ્લમ્બર), નરેશ (નલિયા-હાજાપર), દિલીપ (ચાવલકૃપા રિપેરિંગ), હરીશ (જીઇબી-ભુજ)ના
બહેન, રંજનબેન, વનિતાબેન, ગીતાબેનના નણંદ તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-9-2024ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, કુકમા ખાતે.
બળદિયા (તા. ભુજ) : રવજી ખીમજી વેકરિયા (વાલાણી) (ઉ.વ. 81) તે
સ્વ. રાધાબેનના પતિ, સ્વ. માવજીભાઇ (લંડન), કુંવરજી, જાદવજી, પ્રેમિલાબેન લાલજી રાબડિયાના
પિતા તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સોમવારે સવારે
7.30થી 8.30 સ્વામિનારાયણ મંદિર, બળદિયા ખાતે ભાઇઓનું, જ્યારે બહેનોનું નિવાસસ્થાને.
વેકરા-રામપર (તા. માંડવી) : હાલાઇ લાલજી વીરજી (ઉ.વ. 75) તે
કેશરબેનના પતિ, રસિક તથા વનીતાના પિતા, કીઅન, જીયાના દાદા, કરસનભાઇ, સ્વ. પ્રેમજીભાઇ,
સ્વ. લાલબાઇ, રાધાબાઈ (માંડવી)ના ભાઇ તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા.
18-9-2024ના બુધવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે વેકરા લેવા પટેલ સમાજવાડી, બહેનો
માટે નિવાસસ્થાને.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા જયાબા ચકુભા (ઉ.વ. 95) તે સ્વ.
જાડેજા ચકુભા જટુભાના પત્ની, સ્વ. ચતુરાસિંહ, જોરૂભા, સ્વ. ખેંગારજીના ભાભી, સ્વ. બહાદુરાસિંહ,
હનુભા, નરપતાસિંહ, સ્વ. ઘનશ્યામાસિંહ, વિક્રમાસિંહ, મહેન્દ્રાસિંહના માતા તા.
13-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 25-9-2024ના બુધવાર અને બેસણું દરબારગઢ
ડેલીએ, ભદ્રેશ્વર ખાતે.
ખારીરોહર : કુંભાર ઉમર ઐયુબ (ઉ.વ. 65) તે મામદ, આમદ, હાસમના
પિતા, હાજી ઇબ્રાહિમ સુમાર, હાજી ઓસમાણ, સિધિક રમજાનના ભત્રીજા, હુશેન, જુસબ, જુમા,
ઇલિયાદ, હાજીભાઇ, ઇસ્માઇલ, હાજી સુમાર, દાઉદના ભાઇ તા. 15-9-2024ના અવસાન પામ્યા છે.
જિયારત તા. 17-9-2024ના સવારે 10 વાગ્યે.
ડાડોર (તા. નખત્રાણા) : સમેજા હાસમ લધા (ઉ.વ. 38) તે લધા આમદના
પુત્ર, ફૈજમામદ, સાહિલના પિતા, રમજાન લધાના ભાઈ, સમેજા ઇબ્રાહિમ આમદ, સુમાર આમદના ભત્રીજા
તા. 14- 9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા 17-9-2024ના મંગળવારે સવારે 10
વાગ્યે ડાડોર જમાતખાના ખાતે.
કોટડા-રોહા (તા. નખત્રાણા) : જત રહીમાબાઈ અબ્બાસ (ઉ.વ. 75) તે
ગનીના માતા, મ. લતીબ ઈસ્માઈલના બહેન, આમદ ગનીના દાદી, ઈબ્રાહિમ હસણના માસી, હાસમ લતીબ,
હુસેન લતીબ, ઈબ્રાહિમ લતીબના ફઈ તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા.
18-9-2024ના બુધવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : ભદ્રુ ધનબાઇ (ઉ.વ. 80) તે સ્વ. દાનાભાઇ
ફકુભાઇના પત્ની, બાબુલાલ, હમીર, રતનબેન શિવજી પાયણ (વિથોણ), દેવાબેન પરબત જેપાર (સાંગનારા)ના
માતા, હરિલાલ, અરવિંદ, દામજી, ધનજીના કાકી, મીનાબેન લાખા જેપાર (રામપર રોહા), હંસાબેન
વિજય બુચિયા (રસલિયા), નરશી, પ્રફુલ્લ, મનોજ, બંસી, દિશાના દાદી, ગોવિંદ જીવા ભદ્રુના
ભાભી તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-9- 2024ના આગરી, તા.
21-9-2024ના સવારે ઘડાઢોળ બાબુલાલ દાના ભદ્રુના નિવાસસ્થાન, આંબેડકર કોલોની, કોટડા
(જ.) ખાતે.
ઉલટ (તા. નખત્રાણા) : રબારી જીવણીબેન વેજાભાઇ (ઉ.વ. 71) તે સ્વ.
ભોપા વેજા ખેંગારના પત્ની, રબારી હભુ વેજા, જેસા વેજા, મખીબેન જીવા (મોરગર), વીજુબેન
સોમા (વ્યાર), પાલીબેન વિરમ (ભુજોડી)ના માતા, સ્વ. ભોપા આશા ખેંગાર, સ્વ. ભોપા પતા
ખેંગાર, ભોપા પેના ખેંગારના ભાભી, સ્વ. જેસંગ માંડાના પુત્રી, સ્વ. ભામુ જેસંગ, સ્વ.
દેવરા જેસંગ, હભુ જેસંગ (મોસુણા), નાથીબેન મેજા (નાના નખત્રાણા), સ્વ. ભચીબેન ભીમા
(ગંગોણ)ના બહેન તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને ઉલટ ખાતે.
નંદગામ (ચીરઇ) : ડઉ સામતભાઇ જીવાભાઇ (આહીર) (ઉ.વ. 83) તે સ્વ.
જાનીબેનના પતિ, કાનાભાઇના નાના ભાઇ, દેવરાજભાઇ, લક્ષ્મી અને સરસ્વતીના પિતા, અરજણભાઇ,
સ્વ. શંભુભાઇ, દેવીબેન, સામજીભાઇ, ઘનશ્યામભાઇ, વાલજીભાઇના કાકા, જયદેવ, પ્રેમ, નંદનીના
દાદા તા. 14-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન, ડઉવાસ, નંદગામ ખાતે.
ડુમરા (તા. અબડાસા) : સુમરા હાજી ગનીભાઇ (ઉ.વ. 70) તે મ. હાજી
કાસમના પુત્ર, મ. હાસમભાઇ, મ. હુસેનભાના ભાઇ, મ. મામદ અલી, મજીદ, નૂરમામદ, સતાર, સલીમ,
અબ્બાસના પિતા, અભુભખર હાસમ, અયુબ હાસમ, જુસબ હુસેનના કાકા, સાલેમામદ (હાધાપર), રજાક
(બાગ-માંડવી)ના સસરા, સિકંદર, સાહિદ, નાસિર હુસેન, આતિબના દાદા તા. 14-9-2024ના અવસાન
પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-9-2024ના બુધવારે સવારે 10 વાગ્યે ડુમરા મસ્જિદ ખાતે.
ડુમરા (તા. અબડાસા) : ખલીફા શહેનાઝબાઇ (ઉ.વ. 52) તે અધ્રેમાન
રમજાનના પત્ની, હુસેનભાઇ, હારુન, મામધ સિધિકના ભાભી, અફસાના, રિઝવાનાના માતા, મોહસીન
(માંડવી)ના સાસુ, અરબાઝના મોટીમા, મુસ્તાક, ઇરફાન, ફૈઝ, કાદરના કાકી, અસલમ (સુથરી),
અનવર (માંડવી)ના મામી, સુલેમાન રમજાનના બહેન તા. 12-9-2024ના અવસાન પામ્યા છે.
અમદાવાદ : મૂળ દાત્રાણાના ગોદાવરીબેન (ઉ.વ. 88) તે રામજીભાઈ
શંકરલાલ કોટક (ગોપાણી)ના પત્ની, અમૃતલાલ, ચંદુભાઈ, વૈકુંઠભાઈ, મનુભાઈના માતા, સ્વ.
કાંતિલાલ, સ્વ. પ્રભુરામ, ચૂનીલાલ, સ્વ. પ્રેમિલાબેન બાબુલાલ મિરાણી, સ્વ. શાંતાબેન
ડાહ્યાલાલ તન્ના, ગં.સ્વ. જમનાબેન રણછોડલાલ મજીઠિયા, રેણુકાબેન સતિષભાઈ ભીંડેના ભાભી,
સ્વ. સાંકળચંદ મૂળજીભાઈ હાલાણીના પુત્રી, ભીખાલાલ, નરભેરામ, હરિલાલ, ચૂનીલાલ, જયાબેન
વાલજીભાઈ મિરાણીના બહેન, સ્વ. પીતાંબર મેઘજીભાઈ રતાણીના દોહિત્રી તા. 14-9-2024ના અવસાન
પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 20-9-2024ના શુક્રવારે સવારે 9થી 11, ત્યારબાદ
જ્ઞાતિ રિવાજ મુજબ દશો, ભાસ્કરરાય પંડયા કોમ્યુનિટી હોલ, પરમેશ્વર મહાદેવ મંદિર રોડ,
જજીસ બંગલો પાસે, અમદાવાદ ખાતે.