• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : સુલેમાન જુસબ સમા (અધાભા ભજિયાવાળા) (ઉ.વ. 70) તે ઇસ્માઇલ, આમદના ભાઇ, નૂરમામદ (બાબુ), હાસમ, સુમરા શેરબાનુ ઇબ્રાહીમ, સમા ઝુબેદા કાસમના પિતા, સમા કાસમ, સુમરા ઇબ્રાહીમના સસરા, નાઝિર, ઇરફાન, નબિલ, અકબર, સુલતાન, આસિફના દાદા, મોહંમદ સૈફ ઇબ્રાહીમ, સમા અહિદ કાસમના નાના તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-9-2024ના રવિવારે સવારે 8.30થી 9.30 બકાલી કોલોની, કોડકી રોડ, મદરેસાની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની રમણીકલાલ રણછોડદાસ પોમલ (રાયપુરવાળા) (ઉ.વ. 76) તે સ્વ. ઉમિયાબેન રણછોડદાસના પુત્ર, રસિકભાઇ (ઝાડછૂગલા)ના ભત્રીજા, સ્વ. ભચીબેન મનજી બુદ્ધભટ્ટીના જમાઇ, રેખાબેન (લીલીબેન)ના પતિ, પંકજ તથા નીમાના પિતા, પૂજા તથા મૌલિકભાઇના સસરા, સ્વ. ભાગ્યરતીબેન, રમેશભાઇ, જગદીશભાઇ, નીતાબેન પ્રવીણભાઇ, હરીશભાઇ, કિશોરભાઇના ભાઇ, માયાબેનના દિયર, હેમાબેન તથા ગીતાબેનના જેઠ, ધારશીભાઇ તથા નરેશભાઇ વીશા પરમારના સાળા, રાજેશ, ભાવના, ખ્યાતિ, પ્રિયાના કાકા, પિન્કીબેન, નીલેશભાઇ, રવિભાઇ, હાર્દિકના કાકાજી સસરા, પ્રિયાંશુ તથા નિવાનના દાદા, જેનીશા, ધ્રુવી, વૃંદા, જ્ઞાનીના નાના, સ્વ. દયારામભાઇ, સ્વ. ધીરજભાઇ, સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ. સાવિત્રીબેન, સ્વ. નીમુબેન તથા ઇન્દુબેનના બનેવી તા. 12-9-2024ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ કમાલપુરના ઝાલા વનરાજસિંહ જોરૂભા તે ઝાલા રાજદીપસિંહના પિતા, ઝાલા લખપતસિંહના મોટા ભાઇ તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 14-9-2024ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન જૂની રાવલવાડીથી ખારી નદી સ્મશાન ગૃહે જશે.

ભુજ : સુરેશભાઇ (હરિકૃષ્ણ પ્રોવિઝન સ્ટોર, હોસ્પિટલ રોડવાળા) (ઉ.વ. 67) તે સ્વ. નેણબાઇ પદમશી કોઠારીના પુત્ર,  સરલાબેનના પતિ, હસ્તાબેન મથરાદાસ કાપડી, દમયંતીબેન પુરુષોત્તમ પૂજારી (મુંબઇ), ગં.સ્વ. ધર્મિષ્ઠાબેન હંસરાજ ઠક્કર, તુલસીદાસ, દિનેશભાઇ, અનિલભાઇના ભાઇ, દક્ષાબેનના દિયર, રંજનબેન, સ્વ. રેખાબેન, ચંદનબેનના જેઠ, જૈમિન, પૂનમ, દીપિકાના પિતા, નીરજ પ્રહલાદભાઇ બાવડા, કિશન રવિલાલ સોતાના સસરા, ગં.સ્વ. રુક્ષ્મણિબેન ચૂનીલાલ પીપરાણીના જમાઇ, સ્વ. યોગેશ, પૂર્તિ મિતેષકુમાર ઠક્કર, બિપિન, કુણાલ, હાર્દિક, ખુશાલી કુણાલ જોબનપુત્રા, ચાહતના કાકા, સંજય, દીપક, પ્રકાશ, અમિષ, વિપુલ (મુંબઇ), વિજય, હિમ્મત, ભારતી ઘનશ્યામ ઠક્કરના મામા, સ્વ. તુલસીદાસ, સ્વ. હરેશ, સ્વ. દક્ષા, ભરત પીપરાણી, અલ્પા મુકેશ ઠક્કરના બનેવી, માન્યા, વ્યોમ, અન્વી, દિત્યાના નાના, મિતેષ મધુકાન્ત ઠક્કર, જ્યોત્સના, વૃન્દા, પૂજા, કુણાલ કમલેશ જોબનપુત્રા, હરેન જાદવજી રાઠોડના કાકાસસરા, દિયાન, રાવી, બબુડીના દાદા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-9-2024ના સાંજે 4થી 5 રસિક કતિરા પાર્ટી પ્લોટ હોલમાં.

ભુજ : માંજોઠી હાજિયાણી શરીફાબાઇ હાજી ઇસ્માઇલ (ઉ.વ. 70) તે મ. હાજીદાદા ઇલિયાસ માંજોઠીના પુત્રવધૂ, મ. જુસબ ફકીરમુહમદ (મંજલ)ના પુત્રી, મ. હાજી ઇસ્માઇલ હાજી દાદાના પત્ની, હાજી ઇશાક, મ. હાજી ઇબ્રાહિમ, હાજી જુસબ, અનવર, અબ્દુલગફુરના ભાભી, હાજી અબ્દુલસતાર, એહમદના માતા, અબ્દુલરજાક, ઇબ્રાહિમ, મજીદના સાસુ, મુહમ્મદ સૈફ, તાહીર, મુહમ્મદ ઝૈદના દાદી, રેહાન, મોહસિન, ફારૂક, સોહેબના નાની, મુહમ્મદ કાસમ, સિકંદર, મુહમ્મદ જાવેદ, મુહમ્મદ મતીન, ફૈઝાન, સીઝાનના મોટીમા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-9-2024ના રવિવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, ભુજ ખાતે.

ગાંધીધામ : સરદારની દલજિતકૌર જોગીંદરસિંઘ (ઉ.વ. 86) તે કમલજિતસિંઘ, મોહીંદરસિંઘ, કુલાવિંદરકૌરના માતા, કુલવિંદરકૌર, નરેન્દ્રકૌરના સાસુ, સંદીપસિંઘ, જશદીપસિંઘ, હરપ્રીતસિંઘ, ગુરપ્રીતસિંઘના દાદી, હરકરન, જશપ્રીતસિંઘના નાની, સરબજિતસિંઘ રણજિતસિંઘ, સ્વ. ચરનજિતસિંઘ, સ્વ. રવીન્દ્રસિંઘ (રાજુ સરદાર)ના કાકી તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2024ના સાંજે 5.30થી 6.30 ગાંધીધામ ગુરુદ્વા2ા ખાતે.

અંજાર : હરિલાલ હીરજીભાઈ મજેઠિયા (બી.ઓ.બી) (ઉં.વ. 78) તે ગં.સ્વ. અનસૂયાબેનના પતિ, સ્વ. મણિબેન હીરજીભાઈ મજેઠિયાના પુત્ર, સ્વ. રૂક્ષ્મણીબેન લીલાધરભાઈ માણેક (ટપ્પર)ના જમાઈ, સ્વ. પ્રેમજીભાઈ (વિજય વાસણ ભંડાર-અંજાર), સ્વ. જયંતીભાઈ (સુખપર), સ્વ. કાંતાબેન, સ્વ. શાંતાબેનના ભાઈ, સ્વ. પોપટલાલ મોરારજીભાઈ મજેઠિયા, સ્વ. ધનજીભાઈ મોરારજીભાઈ મજેઠિયાના ભત્રીજા, સ્વ. વિઠ્ઠલદાસ માણેક, સ્વ. વસંતભાઈ માણેક, સ્વ. દિનેશકભાઈ માણેક, સ્વ. જયાબેન પરબિયા, ઉર્મિલાબેન નવીનભાઈ ઠક્કરના બનેવી, મીતાબેન જેન્તીલાલ કાથરાણી, ગં.સ્વ. બીનાબેન કિશોરકુમાર વોરાણી, ડિમ્પલબેન સુનીલકુમાર પૂજારા, હર્ષાબેન આશિષકુમાર ઉનડકટ, જ્યોતિબેન હરિલાલ મજેઠિયા, વિરલ હરિલાલ મજેઠિયાના પિતા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સોમવારે સાંજે 4થી 5 રઘુનાથજી મંદિર, સવાસર નાકે, અંજાર ખાતે તેમજ સુરત મધ્યે તા. 14-9-2024ના શનિવારે સાંજે 4થી 5 એ-904, ભારતી રેસિડેન્સી, ગૌરવ પથ રોડ, પાલ અડાજન, સુરત ખાતે.

અંજાર : મૂળ ચંદિયાના મનોજભાઇ ધીરજલાલ બાંભણિયા (ઉ.વ. 28) તે ગ.સ્વ. સાકરબેન વેલજીભાઇ બાંભણિયાના પૌત્ર, કાંતાબેન ધીરજલાલ બાંભણિયાના પુત્ર, વિભૂતિબેનના પતિ, ફોરમબેનના દિયર, દક્ષિકાબેનના પિતા, દર્શનભાઇ, ગં.સ્વ. પાર્વતીબેન હીરજીભાઇ હડિયાના ભાઇ, રેખાબેન કાંતિલાલ હડિયા (શિણાય)ના જમાઇ, જમનાબેન શિવજી બાંભણિયા, ગંગાબેન લીલાધર બાંભણિયા, મંજુબેન કાંતિલાલ બાંભણિયા, મિતાબેન દયારામ બાંભણિયાના ભત્રીજા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2024ના શનિવારે સાંજે 3.30થી 4.30 સોરઠિયા સમાજવાડી `કૃષ્ણવાડી', સોરઠિયા નાકા પાસે, અંજાર ખાતે.

અંજાર : ગં.સ્વ. રૂપાબેન કાનજીભાઇ કોઠિવાર (ઉ.વ. 84) તે અરજણભાઇ (નિવૃત્ત એસ.ટી.-અંજાર), ધનજીભાઇ (આર.ટી.ઓ. એજન્ટ), મહેશભાઇ (શર્મા રિસોર્ટ-ગાંધીધામ), કંકુબેન ગંગારામ જરૂ (કાળી તળાવડી)ના માતા, લક્ષ્મીબેન, ધર્મિષ્ઠાબેન, સોનલબેન અને ગંગારામભાઇના સાસુ, નિશા કિરણભાઇ ખુંભલા (કાળી તળાવડી), નીલમ મેહુલભાઇ ખટારિયા (કુકમા), પૂજા જગદીશભાઇ ડાંગર (બિટ્ટાવલાડિયા), તેજલ વિષ્મય બરારિયા (અંજાર), હાર્દિક, આકાશ, અંકિત, સિદ્ધાર્થ, સંકેતના દાદી, હીરલ, પૂજા, પાયલ અને રોહિતના નાની, સવિરાબેન મેઘરભાઇ ડાંગર (કાળી તળાવડી)ના પુત્રી તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર મકાન નં. 85, સ્વામી વિવેકાનંદ સોસાયટી, અંજાર ખાતે.

મુંદરા : મધુબેન દામજીભાઈ શેરાજી (ખારવા) (ઉ.વ. 65) તે ભાવેશ, જયેશ અને શીતલના માતા, ચંદ્રેશ ભવાન શેરાજી, નિકિતા અને અવનીના કાકી, સ્વ. જશોદાબેન પીતામ્બરભાઈ શેરાજીના પુત્રવધૂ, ગોદાવરીબેન ધનજી ચૂડાસમાના ભાભી, નીકીબેન, પૂજાબેનના સાસુ, સ્વ. લાધીબેન મનુભાઈ બંદરીમાલમના  પુત્રી, જયાસિંહભાઈ, સ્વ. જનકભાઈ, નવીનભાઈના બહેન, દેવાંગી, જિયાંશ, જીલ, ક્રેષા અને માન્યાના દાદી તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા થઈ ગઇ છે. પ્રાર્થનાસભા/ઉઠમણું તા. 14-09-2024ના સાંજે 4થી 5 ભાઈઓ-બહેનોની સાથે ગિરિનારાયણ બ્રહ્મસમાજવાડી, ખારવા ચોક, મુંદરા ખાતે.

માંડવી : શેરબાનુ સુલેમાન લુહાર (બાડાઇ) (ઉ.વ. 49) તે મ. સુલેમાન કાસમના પત્ની, સોહેબ (સ્પ્રીંગ પટ્ટાવાળા), ઝાયદા, સાયદા, મેફુજાના માતા, અલ્તાફ (ગોધરા)ના સાસુ, અદ્રેમાન, લતીફ બાડાઇ, અઝીઝાંબાઇ અ.ગફુર, ઝુલેખાંબાઇ હસનના ભાભી, મુસા અબ્દુલા (મુંબઇ), અમીનાબાઇ ઇશાક (ભુજ)ના બહેન તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-9- 2024ના રવિવારે સવારે 11થી 12 લુહારવાઢા જમાતખાના, વિશાલ પટેલ હોસ્પિટલ પાસે, મસ્કા ઓક્ટ્રોય સામે.

માંડવી : રમેશ મમુભાઇ મકવાણા (ઉ.વ. 65) તે મંજુલાબેનના પતિ, કિરણ, રેખા, ઉષાના પિતા, લતાબેન, ટીના, પૂજા, જિતેન્દ્ર, નીતિન, અરવિંદ, સામજીના સસરા, કોમલબેન, મનીષાબેન, ભાવેશ, હિતેષ, નરેન, આઝાદ, યજ્ઞેશ, રોહિત, કુલદીપના મોટા બાપા, સ્વ. રાજેશ, સ્વ. મુકેશ, સ્વ. પ્રવીણ, વિજય (રામાપીરના પૂજારી), ભારતીબેન, જનકબેન, કેશરબેન, રસીલાના ભાઇ, ગૌરીબેન, રંભાબેનના ભત્રીજા તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2024ના શનિવારે સાંજે 4થી 6 ચામુંડા ચોક, વાલ્મીકિ નગર ખાતે તથા બારસની વિધિ તા. 23-9-2024ના સોમવારે સવારે 10થી 12 વાલ્મીકિ નગર, માંડવી ખાતે.

માંડવી : જોગી ભચીબાઇ તેજાભાઇ જાગા (ઉ.વ. 95) તે તેજાભાઈ અભાભાઇના પત્ની, બુધિયા, વેલજી, વેલબાઇ હમીર (ભુજ), લક્ષ્મીબેન ભાણજી (ખારઇ)ના માતા, રવજી વાલા, ભૂરા વાલા, પબ્બા વાલા, ચાગબાઇ રાણા (ભચાઉ)ના મોટા બહેન, અશ્વિન, કલ્યાણ, અશોક, ધરમ, વિવેક, કવિતા, સંગીતા, સેજલ, હંસા, સામા, પાર્વતીના દાદી તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 22-9-2024ના રવિવારે તથા પાણીની વિધિ તા. 23-9-2024ના સોમવારે નિવાસસ્થાન જોગીવાસ, જી.ટી. ગ્રાઉન્ડ સામે, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : સંજય પ્રભુલાલ શર્મા (ઉ.વ. 57) તે સ્વ. રસીલાબેન પ્રભુલાલ શર્માના પુત્ર, બાલમુકુંદ પ્રભુલાલ શર્મા, રીટાબેન મનહરલાલ ભોજક, હેમલતાબેન યોગેન્દ્ર શર્મા, મીનાક્ષીબેન (કોકી) વિજયકુમાર આચાર્યના ભાઇ, શીલાબેન બાલકુમુંદ શર્માના દિયર, નરેન્દ્ર, સુનીલ, રાજેશ, રેણુકાના કાકાઇ ભાઇ, અર્ચના, જલ્પા, જિગરના કાકા, શિવાંગી જિગર શર્માના કાકા સસરા તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2024ના સોમવારે સાંજે 4થી 5 રાજીવ ગાંધી હોલ, નરનારાયણ નગર, જૂનાવાસ, માધાપર ખાતે.

કોડકી (તા. ભુજ) : હવાબેન ગાભાભાઇ કોલી તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. સત્સંગ જાગરણ તા. 22-9- 2024ના રવિવારે રાત્રે તથા પાણી (ઘડાઢોળ) તા. 23-9-2024ના સોમવારે સવારે 8 કલાકે નિવાસસ્થાન કોડકી ખાતે.

વરલી (તા. ભુજ) : કિશન વિનોદભાઈ મારાજ (મોન્ટુ) (ઉ.વ. 34) તે વિનોદભાઈ પોપટલાલ મારાજના પુત્ર, સ્વ. પોપટલાલ ભીમજી મારાજના પૌત્ર, જેન્તીદાસજી પુરષોત્તમદાસજી મહારાજ, દિનેશ અમૃતલાલ મારાજ, જગદીશભાઈ, રમેશભાઈ, સ્વ. અનિલભાઈ, રાજેશભાઈ, ગં.સ્વ. વર્ષાબેન લાલદાસ કાપડી (રાધનપુર હાલે અંજાર)ના ભત્રીજા, કિશોરદાસ, ઉમેશ, અજય, મયૂર, નિષાદ, કરણ, નિકુંજ, કૃપાલ, મિત, વિજય, પાર્થ, જય, ઉત્તમ, હેતલબેન, મિતાલીબેન, જીયાબેનના ભાઈ, સ્વ. વેલજી હીરજી કાપડી (અંજાર)ના દોહિત્રા તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને નવાવાસ, વરલી ખાતે.

ધ્રંગ (તા. ભુજ) : અનસોયાબેન હરિરામ કાપડી (ઉ.વ. 36) તે ગં.સ્વ. જમનાબેન ભવાનજી કાપડીના પુત્રી, કાપડી હરિરામ રામજીના પત્ની, લઘુમહંત કાયમરાજા ગુરુશ્રી મુરજીરાજાના માતા, અમૃતબેન રાજેશભાઇ કાપડી, હંસાબેન પ્રેમજી સાધુ, સુરેશ ભવાનજી કાપડી, મનોજ ભવાનજી કાપડીના બહેન તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું મેકરણ દાદા મંદિર, ધ્રંગ ખાતે.

લાખોંદ (તા. ભુજ) : ખોજા ફતેહઅલી અકબરઅલી દામાણી (ઉ.વ. 67) તે મ. અકબરઅલી કરમાલી દામાણીના પુત્ર, મ. લધુભાઇ કરમાલી, મ. ગુલબાનુબેન કરીમ (વાંકી), મ. અમીનાબેન નૂરઅલી (અંગુલ)ના ભત્રીજા, મ. હસીનાબેનના પતિ, મ. જુસબઅલી લધુભાઇ, હુશેનભાઇ, સમસુદ્દીન (આફ્રિકા), મલેકબેન (ભુજ), દોલતબેન (ગાંધીધામ), રોશનબેન (મુંબઇ), મ. સહીદાબેન, યાસ્મિનબેન (અંગુલ), સુગરાબેન (કેનેડા)ના ભાઇ, રેશ્માબેન (કેનેડા), મ. ઝોહરા, મ. અમીન, મ. ઇમરાનના પિતા, કરીમ, રહીમ, ફિરોજ, સોહિના, મ. સલીમના કાકા, રજબઅલી હસનઅલી (દરશડી)ના ભાણેજ, મ. બાબુલાલ પ્રધાનના જમાઇ તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સાદડી તા. 14-9-2024ના સવારે 9થી 11 નિવાસસ્થાન લાખોંદ ખાતે.

જવાહરનગર (તા. ભુજ) : મૂળ ખેંગારપરના રણછોડભાઇ કરશનભાઇ જાટાવાડિયા (ઉ.વ. 61) તે મણિબેનના પતિ, સ્વ. ભગવાનજીભાઇ, હરિબેન, કુંવરબેન, શાંતિબેનના ભાઇ, રાજેશભાઇ, વૈશાલીબેનના પિતા, જયશ્રીબેન, ધર્મેશભાઇ મઢવીના સસરા, ભચુભાઇ ખુમાણ ગામોટ (ધાણેટી)ના જમાઇ, સ્વ. જેઠાભાઇ મઢવી, માવજીભાઇ ગામોટ, જયંતીભાઇ મઢવી (નિવૃત્ત એસ.ટી.)ના બનેવી તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 14-9-2024થી નિવાસસ્થાન જવાહરનગર ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : બાજીરાજબા (ઉ.વ. 101) તે સ્વ. જાડેજા ગુલાબસિંહ ઝીલુભાના પત્ની, જાડેજા સ્વ. બાપાલાલ, બળવંતસંગ, મંગુભાના માતા, જાડેજા દેવેન્દ્રસિંહ, અરવિંદસિંહ, યુવરાજસિંહના દાદી, શિવુભાના ભાભી, જાડેજા સ્વ. દીલુભા, બહાદુરસિંહ, બટુકસિંહના કાકી તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-9-2024થી તા. 16-9-2024 સુધી નાની ખાખર સમાજના હોલમાં. ઉત્તરક્રિયા તા. 24-9-2024ના નિવાસસ્થાને.

બિદડા (તા. માંડવી) : મૂળ ફરાદીના સોની કલ્યાણજી વેલજી ચલા (સાચક) (ઉ.વ. 90) તે રાધાબેનના પતિ, સાકરબાઇ વેલજી ચલા (સાચક)ના પુત્ર, લક્ષ્મીબાઇ રામજી થલેશ્વરના દોહિત્ર, સ્વ. ભગવાનજીભાઇ, સ્વ. પુષ્પાબેન હરિરામ ધકાણ, પ્રભાબેન કેશવજીભાઇ ધકાણ, જશોદાબેન કાંતિલાલ થલેશ્વર, સ્વ. ઉમેદલાલ (બાબુભાઇ)ના મોટા ભાઇ, ગં.સ્વ. નર્મદાબેન (બેબીબેન) જયંતીલાલ જખિયા, હંસાબેન જેઠાલાલ છટપોખિયા, છાયાબેન ચેતનકુમાર સુસણિયા, સ્વ. જયશ્રીબેન શાંતિલાલ છટપોખિયા, મહેશ, નરેન્દ્રના પિતા, સ્વ. મટુભાઇ ગોવિંદજી વાલજી વાયાના જમાઇ, નીકિતાબેન, નીલમબેનના સસરા, વિનિશા, ખુશી, શ્રેયા, જેયાનના દાદા, શામજી, સ્વ. ભરતભાઇ, મીનાબેન નીલેશભાઇ કાગતડા, ગં.સ્વ. મંજુલાબેન કિરીટભાઇ ધકાણ, પ્રવીણાબેન પ્રદીપભાઇ થલેશ્વર, કલ્પેશભાઇ, સંજયભાઇ, હિરેનભાઇના મોટા બાપા, મનીષા જિતેન્દ્ર થલેશ્વર, હિતેષ, હાર્દિક, ચાંદની દેવેન છટપોખિયા, સ્નેહા અર્જુન રાના, આશ્કા, નરેન્દ્ર, ભાર્ગવના નાના તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2024ના શનિવારે સાંજે 4થી 5 રામ મંદિર, બિદડા ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : હાલે અમદાવાદ મધુરીબેન હરખચંદ (છોટુભાઇ) ગાલા (ઉ.વ. 83) તે લાખણીબાઇ રામજી તેજશી ગાલાના પુત્રવધૂ, સ્વ. હરખચંદભાઇના પત્ની, રાજુ, કલ્પેશ, રેખાબેન, મીતાબેનના માતા, સંગીતાબેન, સ્તુતિબેન, કિરીટભાઇ, મનોજભાઇના સાસુ, અર્ચિત, અનુષ્કા, આરીના દાદી, ક્રિશાના દાદીસાસુ, પરિણી, વિધિ, આકાંક્ષા, માનસીના નાની, સ્વ. લાલજીભાઇ, સ્વ. ડો. ધ. રા. ગાલા, સ્વ. અમરચંદભાઇ, સ્વ. ડુંગરશીભાઇ, સ્વ. શાંતિભાઇ, સ્વ. ટબીબાઇના ભાઇના પત્ની, સ્વ. લાછબાઇ શામજી કોરશી છેડા (ડોણ)ના પુત્રી, સ્વ. ગાંગજીભાઇ, સ્વ. મુલચંદભાઇ, કિશોરભાઇ, જયંતભાઇ, અરવિંદભાઇ, કસ્તૂરબેનના બહેન, કેશરબેન દેવજી (ભુજપુર), હેમલતાબેન નાગજી (તુંબડી), પ્રભાબેન શાંતિલાલ (અમદાવાદ), મીનાબેન પ્રદીપ દેસાઇના વેવાણ તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2024ના શનિવારે બપોરે 3થી 4 રાયણ મહાજનવાડી ખાતે.

ગુંદાલા (તા. મુંદરા) : લખીબેન સોંધરા (ઉ.વ. 55) તે રામજી મેઘજી સોંધરાના પત્ની, સ્વ. થારઇબાઇ મેઘજીના પુત્રવધૂ, ગોરબાઇ તથા સુમારના માતા, હીરજી બગડા તથા બાયાબેનના સાસુ, નેહલ તથા ઉન્નતિના દાદી, નીતિન તથા જ્યોત્સનાના નાની, ભાણજી, સ્વ. મગન, મૂરજીના ભાભી, ધનબાઇ, ભચીબાઇ, હંસાબાઇના જેઠાણી, સ્વ. હાંસબાઇ બાબા થારૂ (ભુજપુર હાલે ગાંધીધામ)ના પુત્રી, સ્વ. દેવજીભાઇ, સ્વ. ખેતાભાઇ, સ્વ. કારાભાઇ, સ્વ. બાબુભાઇના બહેન તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 22-9-2024ના રવિવારે આગરી તથા તા. 23-9-2024ના સોમવારે ઘડાઢોળ (પાણી)ની ધાર્મિકવિધિ નિવાસસ્થાન ઉપલો મહેશ્વરી વાસ, ગુંદાલા ખાતે.

નવીનાળ (તા. મુંદરા) : જાડેજા પ્રેમબા અજુભા (ઉ.વ. 90) તે જાડેજા પ્રવીણાસિંહના માતા, સિદ્ધરાજાસિંહ અને સુખદેવાસિંહના દાદી તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) જેસરપીર દાદાના મંદિરમાં, તા. 23-9-2024ના સોમવારે ઉત્તરક્રિયા (બારમું).

ટુંડા (તા. મુંદરા) : કુંભાર રોમતબાઈ તે મ. હુશેન જુસબના પત્ની, ઇમરાનના માતા, મ. ઇસ્માઇલ, મ. સાલેમામદ, હારુન, આદમ અને ફકીરમામદના ભાભી તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-9-2024ના રવિવારે સવારે 10થી 11 ઈબ્રાહીમશા પીર દરગાહ પ્રાંગણ, ટુંડા ખાતે.

આણંદપર-યક્ષ (તા. નખત્રાણા) : હાલે પણજી (ગોવા) કડવા પાટીદાર શાંતિભાઈ ભગત (ઉ.વ. 75) તે સ્વ. હીરાબેન નથુભાઈ મેઘજીભાઈ ભગતના પુત્ર, નર્મદાબેનના પતિ, રાજેશભાઈ, અંજનાબેન (માનકૂવા), કવિતાબેન (વડોદરા), રીટાબેન (મીરજ)ના પિતા, પ્રાચીબેન (મહાડ) તેમજ હર્ષના દાદા, સ્વ. ચીમનભાઈ (દહેગામ), સ્વ. નાનાલાલભાઈ (આણંદપર), રવિલાલભાઈ (કરૂર ટી.એન.), દમયંતીબેન (અંગિયા), મંજુલાબેન (ઈન્દોર)નાં મોટા ભાઈ તા. 10-9-2024ના પણજી (ગોવા-મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 15-9-2024ના રવિવારે સવારે 8થી 10 તેમજ બપોરે 3થી 5 આણંદપર લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, આણંદપર (યક્ષ) ખાતે. બારમાની ધાર્મિકવિધિ તા. 21-9-2024ના શનિવારે નિવાસસ્થાન આણંદપર (યક્ષ) ખાતે.

આશાપર (તા. અબડાસા) : તુરિયા હાજિયાણી હવામા (ઉ.વ. 105) તે મુશા, અબ્દુલા, સાલેમામદના માતા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-9- 2024ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન આશાપર ખાતે.

ફાંગલી (તા. સાંતલપુર) : શાંતિબેન ભટ્ટી (ઉ.વ. 82) તે સ્વ. વેલજીભાઇ નામેરીભાઇના પત્ની, બળવંતભાઇ, અરવિંદભાઇ, માધવભાઇ, રવજીભાઇ, કમુબેન દયાલભાઇ રાઠોડ, રમીલાબેન દાનાભાઇ ભાટિયા, ગવરીબેન હેનાભાઇ?ભાટિયાના માતા તા. 9-9-2024ના અવસાન પામ્યા છે. લોકાઇ-મોરિયા તા. 21-9-2024ના શનિવારે ફાંગલી ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang