ભુજ, તા. 13 : ધુણઇ સ્પોર્ટસ ક્લબ દ્વારા
ગામના પ્રતિભાશાળી ક્રિકેટ ખેલાડીઓ માટે ધુણઇ પ્રીમિયર લીગ સિઝન-12નું આયોજન કરાયું હતું, જેમાં ગામની કુલ ચાર ટીમે ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં
અંતિમ જંગ પવનપુત્ર યોદ્ધા વિ. જય ખેતરપાળ ઇલેવન વચ્ચે ખેલાયો હતો, જેમાં પવનપુત્ર યોદ્ધા રસાકસીભર્યો મુકાબલો જીતી હતી. બેસ્ટ બેટ્સમેન હિતેશ
ગઢવી તથા બેસ્ટ બોલર ભાવસંગજી ચૌહાણ, બેસ્ટ ફિલ્ડર દેશલજી ચાવડા,
ફાઇનલ મેન ઓફ ધ મેચ આબેદ ખલીફા અને મેન ઓફ ધ સિરીઝ વિક્રમસિંહ ચૌહાણ
રહ્યા હતા. મુખ્યદાતા ગામના માજી સરપંચ સ્વ. દિનેશદાન શક્તિદાન ગઢવીની સ્મૃતિમાં હસ્તે
મિતેશદાન ગઢવી રહ્યા હતા. તેમણે ગામના નવા ક્રિકેટ મેદાન માટે બે લાખ રૂપિયાનું દાન
આપ્યું હતું. ગામના પ્રજ્ઞેશદાન ગઢવી, જાદવજી ગજરા, જ્યોતિબેન અબોટી, વિઠ્ઠલગર ગુસાઇ, રમજાન ખલીફા, રામ ભાનુશાલી પ્રોત્સાહક ઇનામોના દાતા બન્યા
હતા. બાણીદાન ગઢવી, શેરૂભા ચૌહાણ, ચંદ્રસિંહ
ચાવડા, છોટુભા ચૌહાણ, રામસંગજી ચાવડા,
કાસમ ખલીફા, ભાવેશ ગુસાઇ, સુલેમાન ખલીફા, ભાવિક ગઢવી, સાગર
ગુસાઇ, ધર્મેન્દ્ર નજાર વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અરમાન
ખલીફા, હેમુભા ચાવડા અને કિશન કે. કટુઆએ સેવા આપી હતી. સ્કોરરની
ભૂમિકામાં સૂરજસિંહ ચાવડા અને મહાવીરસિંહ ચૌહાણ રહ્યા હતા. વ્યવસ્થા દીક્ષિત જોષી અને
મામદ ખલીફાએ સંભાળી હતી. સંચાલન ભાવસંગજી ચૌહાણે સંભાળ્યું હતું.