મોટી વિરાણી (તા.નખત્રાણા),
તા. 12 : સાંગનારા-ગોડજીપર
નવયુવક મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. દિયા
ફાઈટર અને પ્રિયલ સ્ટ્રાઈકર વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં દિયા ફાઈટર ટીમનો આઠ વિકેટે વિજય થયો
હતો. મેન ઓફ ધી સિરીઝ સુરેશ વાસંગ રબારી,
બેસ્ટ બેટ્સમેન, મમુ કોપા રબારી, બેસ્ટ બોલર જિગર સામત રબારી, બેસ્ટ ફિલ્ડર શાયલ કોયા
રબારી રહ્યા હતા. ટ્રોફીના દાતા જમનાબેન માવજી લીંબાણી રહ્યા હતા. તમામ ખેલાડીના ટી-શર્ટના
દાતા મીત બાબુલાલ પારસિયા નાના અંગિયા રહ્યા હતા. તમામ ગ્રામજનોનો સહકાર મળ્યો હતો
અને ગૌસેવાના લાભાર્થે રૂા. 62000ની રકમ સાંગનારા ગૌસેવા સમિતિને અર્પણ કરાઈ હતી. મંગલ નેપા રબારી, ધીરૂ લીંબાણી, નીલેશ લીંબાણી
તથા મનીષ કમા રબારીએ આયોજન સંભાળ્યું હતુ એમ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું.