નવી દિલ્હી, તા. 13 : ટી-20 વર્લ્ડ કપમાં રમાયેલી નામીબિયા
સામેની મેચમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ 109 મીટરનો અને શિવમ દૂબેએ 107 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ ટી-20 વિશ્વ કપ ઇતિહાસમાં સૌથી લાંબા
છગ્ગાની સૂચિમાં હાર્દિક-શિવમ ટોચના પાંચ ક્રમમાં આવી ગયા છે. હાર્દિક-શિવમે આ પરાક્રમ
એક ઓવરમાં જ કર્યું હતું. ભારતના દાવની 1પમી ઓવરમાં નામીબિયાના બર્નાડ સ્કોલ્જના દડામાં પહેલા શિવમે
મીડવિકેટ પર 107 મીટરનો છગ્ગો લગાવ્યો હતો.
આ પછી આ જ ઓવરના ત્રીજા દડે હાર્દિકે 109 મીટરથી સિક્સર ફટકારી હતી. વર્તમાન વિશ્વ કપમાં આ બંને પહેલા-બીજા
નંબર પર છે. ટી-20 વિશ્વ કપ
ઇતિહાસનો સૌથી લાંબા છગ્ગાનો રેકોર્ડ યુવરાજ સિંઘના નામે છે. તેણે 2007ના પહેલા સંસ્કરણમાં ઓસ્ટ્રેલિયા
વિરુદ્ધ 119 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો
હતો. જે આજે પણ અકબંધ છે. આ સૂચિમાં બીજા સ્થાને ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન (112), ત્રીજા સ્થાને વિન્ડિઝનો આંદ્રે
રસેલ (111) છે. ચોથા સ્થાને હાર્દિક આવી
ગયો છે. તે અને યુએઇનો ઝુનૈદ સિદ્કી 109 મીટરના છગ્ગા સાથે છે. 107 મીટરના છગ્ગા સાથે શિવમ દૂબે અને વિન્ડિઝનો રોવમેન પોવેલ સંયુક્તરૂપે
પાંચમા ક્રમે છે.