ભુજ, તા. 13 : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી આવતીકાલે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 14 ફેબ્રુઆરીએ માંડવી તાલુકાના
બિદડા ગામે કાર્યક્રમોમાં હાજરી આપશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તા. 14 ફેબ્રુઆરીના સાંજે 5.30 વાગ્યે માંડવી તાલુકાના બિદડા
ખાતે કચ્છ યુવક સંઘ દ્વારા નવનિર્મિત `હરિકો ભવન' અને `સ્પોર્ટસ કોમ્પ્લેક્સ'ના લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત
રહેશે. ત્યારબાદ સાંજે 6.50 વાગ્યે બિદડા
સર્વોદય ટ્રસ્ટ સંચાલિત `જયા રિહેબિલિટેશન
ઇન્સ્ટિટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટર'ની મુલાકાત
લેશે.