નવી દિલ્હી, તા. 13 : નાગરિક ઉડ્ડયન
મહાનિર્દેશક (ડીજીસીએ)એ એર ઇન્ડિયાને 1.10 લાખ કરોડ ડોલર એટલે કે લગભગ એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
એક એરબસ વિમાનને એર વર્થનેસ સર્ટિફિકેટ એટલે કે વિમાન ઉડાન યોગ્ય છે કે નહીં તેનું
પ્રમાણપત્ર આપ્યા વિના આઠવાર ઉડાન કરાવવા બદલ આ કાર્યવાહી કરાઇ છે. ડીજીસીએના ગોપનીય
આદેશમાં જણાવાયું છે કે, આ ગંભીર ભૂલનાં
કારણે દેશની બીજી સૌથી મોટી એરલાઇન પરથી જનતાનો ભરોસો ઓછો થઇ ગયો છે. અહીં એ ખાસ નોંધવું
રહે કે, દેશનાં દિગ્ગજ ઉદ્યોગ જૂથ ટાટાના હાથમાં સુકાન આવ્યા
પછીથી એરલાઇન તેની સેવામાં સુધારો કરવાની સતત કોશિશ કરતી રહી છે, પરંતુ વખતોવખત નિયમ ભંગના મામલામાં દંડ જેવી કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો
છે.