બિદડા, તા. 13 : નારાયણ સેવા મંડળ અને કચ્છ
લોકસેવા મંચનાં માધ્યમથી ભુજ ખાતે રામદેવપીર મહારાજનાં મંદિરે ભજન અને ભોજનનાં આયોજન
સાથે સેવાકાર્યો કરાયાં હતાં. મુંદરા શહેર ભાજપના મહામંત્રી મુંદરા પાંજરાપોળના ટ્રસ્ટી
હિરેનભાઈ સાવલાએ ઉદ્બોધનમાં જણાવ્યું કે, આવા કાર્યો થકી મનુષ્ય જીવનની સાર્થકતાનાં દર્શન
થાય છે. કચ્છ લોકસેવા મંચના પ્રમુખ નારાણભાઈ
ગઢવી તેમજ આ સંસ્થાના મહામંત્રી રાજેશભાઈ પરમારની આગેવાનીમાં આયોજન કરાયું હતું. સંતવાણીમાં
પ્રવીણદાન ગઢવી, નાગસીભાઇ ગઢવી, નારાણભાઇ ગઢવી તેમજ અન્ય ભજનિકોએ
ભજનની સરલ્હાણ પીરસી હતી. વેલજીભાઇ આહીર, વી. પી. સોની,
કમલેશભાઈ ગઢવી, પ્રણવભાઈ શાહ, મહેન્દ્રભાઈ લુહાર, મોહનભાઇ પટેલ, ચંદુભાઈ પટેલ તેમજ સમગ્ર રામદેવ ગ્રુપે
સહયોગ આપ્યો હતો. સંચાલન નારાણભાઇ ગઢવી તેમજ આભારવિધિ લહેરી સોનીએ કરી હતી.