વિશ્વના સતત બદલાતાં જતાં વલણની અસર લગભગ તમામ સ્તરે એક યા બીજી
રીતે વર્તાતી રહી છે. આમાં પરિવારના કદથી માંડીને દેશની વસ્તીના વય વર્ગીકરણનો મુદ્દો
પણ સતત સામે આવતો રહ્યો હતો. એક સમયે કુટુંબ
કલ્યાણનાં માધ્યમથી પરિવારના કદને મર્યાદિત કરવાના કાર્યક્રમો હવે ઝડપભેર સૂર બદલાવી
રહ્યા છે. ભારતમાં હમ દો હમારે દોનું સૂત્ર
હવે વિસરાઈ ગયું છે ત્યારે આગામી સમયમાં પરિવારનાં કદને વધારવાની હિમાયત પર ભાર મૂકવો
પડે એવી સ્થિતિ આકાર લઈ ચૂકી છે. એમાં કોઈ
શંકા નથી કે, કોઈપણ દેશ માટે વસ્તીની
સંખ્યા સંખ્યાબંધ સમસ્યાનું કેન્દ્ર બની રહે છે, પણ વધુ વસ્તીમાં પરિવારના ઘટતા કદને
લીધે યુવાનોની વસ્તીમાં ઘટાડો કોઈપણ દેશના વિકાસની સામે ચિંતાજનક ચિત્ર ખડું કરી રહ્યો છે. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી પાંચ કે છ બાળકોના પરિવારોની સંખ્યા
દિવસોદિવસ ઘટી રહી છે. હવે એક અથવા એકપણ બાળક
ન હોય તેવા પરિવારોનું ચલણ વધી રહ્યંy છે. દેશની મહિલાઓ હવે
30 વર્ષની વય બાદ જ માતા બનવાનું
પસંદ કરવા લાગી છે. 2024ના એક સર્વેક્ષણ મુજબ દેશમાં
દર ચાર બાળકમાંથી એક બાળકની માતાની વય 30 વર્ષથી વધુ હોય છે, તો 200પથી 2024 વચ્ચેના સમયગાળા દરમ્યાન 30થી 3પ વર્ષે માતા બનતી મહિલાઓની સંખ્યા 2.7 ટકાથી વધીને 8.9 ટકા થઈ છે. વળી બાળકોના પાલનપોષણ
પાછળ વધી રહેલા ખર્ચને જોતાં માતા-પિતા એક
બાળકને પસંદ કરતા થયા છે. હવે તો એક પુત્ર
તો જોઈએ જ એવી ધારણા અને આગ્રહ પણ નથી રહ્યો.
નવી જીવનશૈલીમાં દંપતીઓ બાળકોની માટે ઉતાવળ કરતાં નથી. તેઓ જીવનમાં પહેલાં સ્થાયી થયા બાદ પરિવાર માટે
વિચાર કરે છે. પ્રથમ નજરે આવકાર્ય જણાતી આ વિચારધારા લાંબાગાળા માટે દેશના વિકાસ માટે
અંતરાયરૂપ બની રહે તેમ છે. એવી આશંકા વ્યક્ત
થઈ રહી છે કે, આગામી પ0 વર્ષ બાદ દેશમાં યુવાનોની સંખ્યાનું પ્રમાણ
ઓછું થઈ જાય તેમ છે. આમ થાય તો દેશના અર્થતંત્રને આગળ લઈ જવાનો પડકાર ઊભો થઈ શકે તેમ
છે. ભારત માટે બોધપાઠ સમાન કિસ્સો જાપાન અને
ચીનનો છે. ચીનમાં પણ ભારતની જેમ ભારે વસ્તી હોવાને લીધે એક બાળકની નીતિનો કડકાઈ સાથે
અમલ કરાયો હતો. પરિણામે ત્યાં યુવાનોની સંખ્યા
ઘટી રહી છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે.
હવે ચીનમાં યુવાન દંપતીઓને વધુ બાળકો માટે પ્રોત્સાહિત કરાય છે. તાજેતરમાં ચીને આ માટે ગર્ભનિરોધકો પર વેરા વધારીને
તેની કિંમત વધારી નાખી છે. રશિયાએ દસ બાળકોની
માતાને દસ લાખ રૂબલનું ખાસ ઈનામ જાહેર કર્યું છે. પરિવારોના ઘટી રહેલા કદની સમસ્યા
જાપાન અને યુરોપના સંખ્યાબંધ દેશો પણ અનુભવી રહ્યા છે. આ ચર્ચામાં જો કે, મહિલાઓના અધિકારનો મુદ્દો પણ સામે આવતો રહ્યો
છે. ત્રીઓ બાળકો પેદા કરવાનું મશીન ન હોવાનું
માનનારા વર્ગને વસ્તી વધારાની હિમાયત ગળે ઊતરતી નથી. ત્રીઓ પણ શિક્ષણ અને સમજના વધી
રહેલા વ્યાપને લીધે એક બાળકના પરિવારના વિચારને વધુ ને વધુ અપનાવી રહી છે. આવનારા સમયમાં આ મામલો વધુ ને વધુ ગૂંચવડભર્યો બનશે
એ વાત નક્કી છે.