કોલંબો, તા. 13 : ટી-20 વર્લ્ડ કપ-2026નો પહેલો મોટો ઊલટફેર થયો છે.
2021ની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાને
આંચકો ઝિમ્બાબ્વે ટીમે 23 રને ધમાકેદાર
વિજય હાંસલ કર્યો છે. ઝિમ્બાબ્વેના 20 ઓવરમાં 2 વિકેટે 169 રનના જવાબમાં કાંગારુ ટીમ 19.3 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઇ હતી. ટી-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેનો
ઓસ્ટ્રેલિયા સામે આ બીજો વિજય છે. અગાઉ 2007ના વર્લ્ડ કપમાં હાર આપી હતી. બન્ને ટીમ વચ્ચે ટી-20 વિશ્વ કપમાં આ બીજી ટક્કર હતી
અને બન્ને વખતે ઝિમ્બાબ્વેની જીત થઇ છે. 4 ઓવરમાં 17 રનમાં 4 વિકેટ ઝિમ્બાબ્વેનો મધ્યમ ઝડપી બોલર બ્લેસિંગ
મુજરાબાની પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. ઓસ્ટ્રેલિયાના ટોચના બેટધર ઝિમ્બાબ્વેની
સચોટ બોલિંગ અને ચુસ્ત ફિલ્ડિંગ સામે નિષ્ફળ રહ્યા હતા. પાવર પ્લેમાં જ 29 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ગ્લેન મેકસવેલ
અને મેટ રેનશો વચ્ચે પાંચમી વિકેટમાં પ9 દડામાં 77 રનની ભાગીદારી
થઇ હતી. આ ભાગીદારીના અંત પછી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ ફરી ભીંસમાં આવી ગઇ હતી. બીજી
તરફ ઝિમ્બાબ્વે ટીમે વર્ચસ્વ જમાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ટોચના બેટધરોની જેમ પૂંછડિયા
બેટધરો પણ સતત આઉટ થતાં રહ્યા હતા. આથી ઓસી ટીમ 19.3 ઓવરમાં 146 રને ઢેર થઇ
હતી. જેથી ઝિમ્બાબ્વેનો 23 રને યાદગાર
વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મેટ રેનશોએ સર્વાધિક 6પ રન કર્યા હતા. મેકસવેલે 31 રનનું યોગદાન આપ્યું હતું.
ઇનચાર્જ કેપ્ટન ટ્રેવિસ હેડ 17, જોશ ઇંગ્લીશ
8, કેમરૂન ગ્રીન 0, ટિમ ડેવિડ 0, સ્ટોઇનિસ 6, ડવાશ્વિસ 6, ઝમ્પા 2 અને કુનમન 0 રને આઉટ થયા હતા. ઝિમ્બાબ્વે તરફથી મુજરબાનીની
4 વિકેટ ઉપરાંત બ્રેંડ ઇવાન્સને 3 વિકેટ મળી હતી. અગાઉ ઝિમ્બાબ્વેના 20 ઓવરમાં 2 વિકેટે 169 રન થયા હતા. ઓપનર બ્રાયન બેનેટ વન-ડે જેવી ઇનિંગ્સ રમી પ6 દડામાં 7 ચોગ્ગાથી 64 રને અણનમ
રહ્યો હતો. વિકેટકીપર મારૂમાનીએ 3પ અને રાયન
બર્લે 3પ રન કર્યાં હતા. કપ્તાન સિકંદર રઝા 2પ રને નોટઆઉટ રહ્યો હતો. સ્ટોઇનિસ અને ગ્રીનને
1-1 વિકેટ મળી હતી.