ભુજ, તા. 13 : માંડવી તાલુકાના વાંઢમાં ગાડી
રિવર્સ લેતી વેળાએ દોઢ વર્ષના માસૂમ અસ્ફાક હમીદ ભટ્ટી પર પૈડાં ફરી વળતાં ગંભીર ઈજાના
પગલે તેનું મોત થયું હતું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી
વિગતો મુજબ, હતભાગી માસૂમ ઘરમાં હતો
ત્યારે ગાડી રિવર્સમાં લેતી વેળાએ વાહનનાં પૈડાં તેની પર ફરી વળ્યા હતા, જેમાં આ માસૂમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ
ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગઢશીશા પોલીસે આ મામલે અકસ્માત
મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.