• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

રાપર કોલેજને જમીન મુદે કલેકટરની સ્થળ ઉપર સુચના

રાપર, તા. 13 : વાગડનું મુખ્ય મથક રાપર ઉચ્ચ્ શિક્ષણ માટે માળખાકીય સુવિધાનો અભાવટ્રાફીક સમસ્યા, સહીતના પ્રશ્નોથી પીડાય છે. તાજેતરમાં ધારાસભ્ય દ્વારા રજુઆત કરાયા બાદ આજે જિલ્લા કલેકટરે રાપરની મુલાકાત લઈને   વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થળ ઉપર જ સુચના આપી હતી. જિલ્લા કલેકટર આનંદ પટેલે ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજાની સાથે હરિયાણા શૈક્ષણિક સંકુલ (કોલેજ), એસટી ડેપો, વર્કશોપ, પશુ દવાખાનાની સ્થળ મુલાકાત  લીધી હતી.    તાજેતરમાં રાપર હરિયાણા શૈક્ષણિક સંકુલમાં હંગામી મકાનમાં ચાલતી સરકારી વિનયન અને વાણિજય કોલેજને સંકુલની પડતર અને બિનઉપયોગી જમીન ફાળવવા માટે રાપરનાં ધારાસભ્ય  વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.  કલેકટર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી કોલેજ કેમ્પસની રુબરુ મુલાકાત લીધી .  સ્થળ પર હાજર કોલેજ મેનેજમેન્ટ અને માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓને  9 એકર જમીન  હરીયાણા સંકુલમાં આપવા માટે  દરખાસ્ત મોકઈવા સૂચના આપી હતી. ઉપરાંત શહેરમાં એકપણ જાહેર રમતગમતનું મેદાન નહીં હોવાથી સ્પોર્ટ્સ સંકુલ માટે પણ જગ્યા ફાળવવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું. શહેરને કનડતાં બસ સ્ટેશન, વર્કશોપ અને પશુ દવાખાનાની  પણ  મુલાકાત લઈ સમસ્યાનાં ઉકેલ માટે અધિકારીઓને જરુરી સૂચનો કર્યા હતા. વિકાસવાડી શાળાને રમતગમતનાં મેદાન માટે બાજુમાં આવેલી સરકારી પડતર જમીન આપવા બળવંતભાઈ ઠક્કર દ્વારા રજૂઆત કરવામાં આવતાં તેનો યોગ્ય નિર્ણય લેવાની કલેકટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પશુ દવાખાનું અન્યત્ર સ્થળાંતરિત થઇ જતાં એ જગ્યા જો હસ્તાંતરિત કરવામાં આવે તો બસ સ્ટેશન અને શાક માર્કેટનો પ્રશ્ન ઉકેલાઈ શકે તેમ છે. વર્તમાન બસ સ્ટેશન ખૂબજ નાનું ઉપરાંત ટ્રાફિકમાં અડચણરૂપ બને છે.  આગામી માર્ચ મહિનાથી નર્મદા કેનાલ રીપેરીંગ અર્થે બંધ કરવામાં  કરાશે.  રાપરને પેયજળ માટે અન્ય કોઈ સોર્સ નથી.ઉનાળામાં પાણીની મુશ્કેલી અંગેપાણી પુરવઠા વિભાગ સાથે નગરપાલિકાનાં સંકલનથી પાણીની મુશ્કેલી નહીં પડવા દેવાય તેવી ધરપત કલેકટર દ્વારા આપવામાં આવી હતી. જિલ્લા સમાહર્તાએ આ તમામ પ્રશ્નો પ્રત્યે ખૂબ જ હકારાત્મક અભિગમ અપનાવી ઉપસ્થિત જે તે વિભાગના અધિકારીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી. નાયબ કલેકટર અને ભચાઉ પ્રાંત અધિકારી જયોતિબેન ગોહિલ, મામલતદાર એચ.બી.વાઘેલા, નાયબ મામલતદાર બી.એન.કોરાટ, માર્ગ અને મકાન વિભાગનાં અધિકારી એસ.પી.રામજીયાણી, નગરપાલિકાનાં મુખ્ય અધિકારી તરુણદાન ગઢવી, બળવંતભાઈ ઠક્કર, નશાભાઈ દૈયા, ડોલરરાય ગોર, કેશુભા વાઘેલા, જયદીપાસિંહ જાડેજા, કિશોર મહેશ્વરી, મહેન્દ્રાસિંહ વાઘેલા, મદુભા વાઘેલા, ગુમાનાસિંહ સોઢા, રામજીભાઈ સોલંકી, વિનુભાઈ થાનકી સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ- કર્મચારીઓ અને રાજકીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.  

Panchang

dd