ભુજ, તા. 13 : માંડવીમાં આધાર-પુરાવા વિનાની
મોટરસાઈકલ સાથે એક ઈસમને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડયો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં માંડવી નગરપાલિકાના મેદાનમાં જીજે 12 એપી 7675 નંબરની આધાર-પુરાવા વિનાની
બાઈક લઈને ઊભેલા મામદ ઈભલા ખલીફાને પકડી પાડયો હતો,
જે તેણે ત્રણેક વર્ષ પહેલાં સોકત અબ્બાસ નોડે પાસેથી ખરીદેલી હોવાની
કેફિયત તેણે આપી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.