• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

કેનેડા સામે યુએઇની રોમાંચક જીત

નવી દિલ્હી, તા.13 : ટી-20 વર્લ્ડકપની ગ્રુપ ડીની મેચમાં રસાકસી બાદ કેનેડા સામે બે દડા બાકી રહેતાં યૂએઇ ટીમનો પ વિકેટે રોમાંચક વિજય થયો હતો. 11 રનનો વિજય લક્ષ્યાંક યૂએઇ ટીમે 19.4 ઓવરમાં પ વિકેટે હાંસલ કર્યો હતો. ટીમે ગ્રુપ-ડીમાં પહેલી જીત મેળવી હતી. આ સાથે યુએઇ ગ્રુપ-ડીમાં ત્રીજા ક્રમે આવી હતી. યૂએઇ તરફથી ઓપનર આર્યંષ શર્મા (અણનમ 74) અને સોહેબ ખાન (પ1) વચ્ચે પાંચમી વિકેટમાં 43 દડામાં 84 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઇ હતી. યુએઇ તરફથી બોલર ઝુનૈદ સિદિકીએ 3પ રનમાં પ વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. અત્યાર સુધી 8 ટી-20 વર્લ્ડ કપમાં હિસ્સો બનનાર યૂએઇ ટીમની આ ફકત બીજી જીત છે. 11 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા યૂએઇ ટીમે 66 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. દબાણની આ સ્થિતિમાં આર્યંશ શર્માએ પ3 દડામાં 6 ચગ્ગા-3 છગ્ગાથી 74 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે સોહેબ ખાન 29 દડામાં 4 ચોગ્ગા-4 છગ્ગાથી પ1 રન કરી આઉટ થયો હતો. આ બન્નેએ 19મી ઓવરમાં 18 રન ઉમેરી પાસા પલટાવ્યા હતા. જીત માટે 3 દડામાં 1 રનની જરૂર હતી ત્યારે તે આઉટ થયો હતો. મુહમ્મદ ઇરાફને વિજયી ચોક્કો ફટકાર્યો હતો. આ પહેલાં કેનેડા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 10 રન કર્યાં હતા. જેમાં હર્ષ ઠાકરના 41 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી પ0 અને નવનીત ધાલીવાલના 34 રન મુખ્ય હતા.  

Panchang

dd