ભુજ, તા. 13 : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત
તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તાપી દ્વારા ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ટગ
ઓફ વોર સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં તા. 3થી 6 ફેબ્રુઆરી સુધી કરાયું હતું,
જેમાં ઓપન વયજૂથ બહનોમાં કચ્છની ટીમે સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્રોન્ઝ
મેડલ સાથે તૃતિય નંબર મેળવ્યો હતો. એમ.એસ.વી. હાઇસ્કૂના ડબાસિયા ક્રિષ્ના (કેપ્ટન),
વેકરિયા વંશિતા, સોઢા અંકિતાબા, વેલાણી રોશની, ટાંક વૃંદા રહ્યાં હતાં. ટીમ સાથે કોચ
ડો. ડી. એલ. ડાકી તથા જોગી ખેંગાર રહ્યા હતા. વિજેતાઓને ગુજરાત રાજ્ય ટગ ઓફ વોર એસોસીએશનના
સેક્રેટરી રાજેશકુમાર પટેલ, સહમંત્રી ઉષા જાદવ તથા જિલ્લા રમત
વિકાસ અધિકારી તાપી ચેતન પટેલ દ્વારા મેડલ પહેરાવી બિરદાવ્યા હતા. ખેલાડીઓને કોચિંગ
શાળાના વ્યાયામ શિક્ષક ડો. ડી. એલ. ડાકી તથા ડો. આર. ડી. ઝાલાએ આપ્યું હતું.વિજેતા
ખેલાડીઓને શાળા સમિતિના પ્રમુખ અરજણભાઇ ભુડિયા, મંત્રી નારણભાઇ,
આચાર્ય એમ. બી. ઝાલાએ બિરદાવ્યા હતા.