• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

`રેરા'ને બંધ કરી દેવી જોઇએ : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 13 :  સુપ્રીમ કોર્ટે `િરયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી' (રેરા)ની કામગીરી પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, આ સંસ્થાને બંધ કરી દેવી જ બહેતર છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, રાજ્ય સરકારો `રેરા'ની રચના પર બીજીવાર વિચાર કરે. આ સંસ્થા ગ્રાહકોની મદદ કરવાનાં સ્થાને માત્ર ગુનાખોર બિલ્ડરોને ફાયદો કરાવે છે. જે હેતુ સાથે `રેરા'ની રચના થઇ હતી, તે હેતુ બિલકુલ ભટકી ગયો છે. `રેરા'માં એક નિવૃત્ત આઇએએસ નિયુક્ત કરાયા છે, તેવું જણાવાયું ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, રેરા દરેક રાજ્યમાં નિવૃત્ત અધિકારીઓ માટે `પુનર્વસન કેન્દ્ર' બની ગઇ છે. સૂર્યકાંત બોલ્યા હતા કે, જે ઘર ખરીદનારા લોકોનાં હિત માટે આ સંસ્થા બનાવાઇ હતી, તે વર્ગ આજે નિરાશ અને દુ:ખી છે. આ પહેલીવાર નથી જ્યારે રેરા પર સુપ્રીમે સવાલ ઉઠાવ્યા છે. સપ્ટેમ્બર 2024માં પણ કોર્ટે સંસ્થાને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, `રેરા' નિવૃત્ત અધિકારીઓનું માત્ર ઠેકાણું બની ગઇ છે. 

Panchang

dd