• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

`ગ્રુપ ઓફ ડેથ'માં બાદશાહ બનવા આજે આફ્રિકા-કિવિઝ વચ્ચે ટક્કર

અમદાવાદ તા.13 : ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા ટીમનું સુપર-8 રાઉન્ડમાં પહોંચવું નિશ્ચિત સમાન છે. આ સ્થિતિમાં શનિવારે અમદાવાદમાં જયારે બન્ને ટીમ આમને-સામને હશે ત્યારે તેમનું લક્ષ્ય વર્તમાન ટી-20 વિશ્વ કપના ગ્રુપ ઓફ ડેથ ગણાતા ગ્રુપ ડીમાં ટોચનું સ્થાન હાંસલ કરવાનું રહેશે. આ મેચમાં આફ્રિકા-ન્યુઝીલેન્ડ વચ્ચે કાંટે કે ટકકર જોવા મળી શકે છે. બન્ને ટીમ તેમના શરૂઆતના બે મેચ જીતી ચૂકી છે. આ ગ્રુપમાં આફ્રિકા સામેની અફઘાનિસ્તાન સામેની ડબલ સુપર ઓવર પછીની હાર દિલ તોડનારી બની રહી હતી. અમદાવાદની પિચ પર ઉછાળ છે. આથી અહીં ઝડપી બોલર્સને ફાયદો મળી શકે છે. આફ્રિકા અને કિવિઝ પાસે સારા ફાસ્ટ બોલર્સ હોવાથી મેચ રસપ્રદ બની રહેશે. બન્ને ટીમના બે મેચ પછી 4-4 અંક છે. ન્યુઝીલેન્ડની નેટ રન સારી છે. આથી તે પહેલા સ્થાને છે. અફઘાનિસ્તાન બન્ને મેચ હારી લગભગ બહાર સમાન છે. યૂએઇ અને કેનેડા ચિત્રમાં નથી. 

Panchang

dd