ભુજ, તા. 13 : ચેક પરતના કેસમાં ગાંધીધામની
ચીફ જ્યુડિશિયલ કોર્ટે આરોપી વૈભવ સુરેશભાઈ આહીરને તકસીરવાન ઠેરવી છ માસની સજા અને
વળતરનો આદેશ આપ્યો હતો.રિશી ગ્લોબલ એક્ઝીમ પ્રા. લિ.ના ડાયરેક્ટર નીતા મનોજ મનસુખાણીએ
આરોપીને વખતોવખત ટ્રાન્સપોર્ટની સેવા પૂરી પાડી હતી,
જેના નાણાં લેવા બાબતે નીકળતી
રકમ પેટે અપાયેલા જુદા-જુદા ચેક પરત ફર્યા હતા. આ મામલે અદાલતે બંને પક્ષની દલીલ સાંભળી
આરોપી વૈભવ આહીરને તકસીરવાન ઠેરવ્યો હતો અને છ માસની કેદની સજા તથા ચાર લાખ વળતર પેટે
ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાત્રી વી. પી. આલવાણી, વિશાલ કાનાન અને વર્ષા કાનાન હાજર રહ્યા હતા.