કરાચી, તા. 19 : પહેલાં ટોમ લાથમ અને વિલ યંગની
શાનદાર સદી અને બાદમાં જોરદાર પેસ એન્ડ સ્પિન બોલિંગની મદદથી ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદઘાટન
મેચમાં યજમાન દેશ પાકિસ્તાનને આંચકો આપીને ન્યૂઝીલેન્ડ 60 રને સંગીન વિજય હાંસલ કર્યો
હતો. બી ગ્રુપની પહેલી મેચની જીતથી કિવીઝ ટીમને મહત્ત્વના બે પોઇન્ટ મળ્યા છે. 321 રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં
પાકિસ્તાન ટીમ 47.2 ઓવરમાં 260 રને ઓલઆઉટ થઇ હતી. કિવીઝ કેપ્ટન
મિચેલ સેંટનર અને ફાસ્ટ બોલર વિલ ઓઁ'ર્કેએ 3-3 વિકેટ લીધી
હતી. વર્તમાન વિજેતા પાકિસ્તાન તરફથી અનુભવી બેટધર બાબર આઝમે 90 દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાથી 64 રનની ધીમી ઇનિંગ્સ રમી હતી.
ખુશદીલ શાહે 40 દડામાં 10 ચોગ્ગા-1 છગ્ગાથી 69 રન કર્યાં હતા. સલમાન આગાએ
28 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગાથી 48 રનની કેમિયો
ઇનિંગ્સ રમી હતી. જો કે આ ત્રણેય બેટધર સેટ થયા પછી આઉટ થતાં કિવીઝ ટીમે મેચ પર કાબૂ
જમાવી લીધો હતો. પાક. કેપ્ટન મોહમ્મદ રિઝવાન 3, ફખર જમાન 24 અને ઓપનર
સુદ શકીલ 6 રન જ કરી શકયા હતા. અફ્રિદીએ 14, નસીમે 13 અને રઉફે
19 રન કર્યાં હતા. પૂરી પાક. ટીમ
47.2 ઓવરમાં 260 રને ઓલઆઉટ થઇ હતી. આથી કિવીઝનો
60 રને સરળ વિજય થયો હતો. અગાઉ
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પાક. કેપ્ટન મોહમ્મદ રિઝવાનનો આ નિર્ણય
પ્રારંભે સફળ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડે 73 રનમાં 3 વિકેટ ગુમાવી
દીધી હતી. જો કે, આ પછી વિલ
યંગ અને ટોમ લાથમની સદીથી વાપસી કરી કિવીઝ ટીમે પ0 ઓવરમાં પ વિકેટે 320 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.
યંગ અને લાથમે ઠંડા દિમાગ સાથે આરામથી બેટિંગ કરીને ટીમને મોટા સ્કોરે પહોંચાડી હતી.
ન્યૂઝીલેન્ડે આખરી 10 ઓવરમાં 113 અને આખરી પ ઓવરમાં 64 રનનો ઉમેરો કરી રનનું રમખાણ
સર્જ્યું હતું.ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદ્ઘાટન મેચના પ્રારંભે ડવને કોન્વે 10 રને સ્પિનર અબરાર અહેમદનો શિકાર થયો હતો. કિવીઝ ટ્રમ્પકાર્ડ
ગણાતા કેન વિલિયમ્સનની વિકેટ નસીમ શાહે લીધી હતી. વિલિયમ્સન 1 રન જ કરી શક્યો હતો. આ પછી ડેરિલ મિચેલ
10 રને હારિસ રઉફની બોલિંગમાં
આઉટ થયો હતો. 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધા છતાં કિવીઝ ટીમે આક્રમક
રણનીતિ ચાલુ રાખી હતી અને રન રફતાર વધારી હતી. આ દરમિયાન વિલ યંગ અને ટોમ લાથમે પાક.
બોલરોની ધોલાઇ કરીને ચોથી વિકેટમાં 126 દડામાં 118 રનની સંગીન
ભાગીદારી કરી ન્યૂઝીલેન્ડની વાપસી કરાવી હતી. ઓપનર ગ્લેન ફિલિપે તેની કેરિયરની ચોથી
વન ડે સદી કરી હતી. તે 113 દડામાં 12 ચોગ્ગા-1 છગ્ગાથી 107 રને આઉટ થયો હતો. યંગ આઉટ થયા
પછી લાથમ અને ગ્લેન ફિલિપ્સે વધુ આક્રમક બેટિંગ આગળ વધારીને રન રફતાર વધારી હતી. 104 દડામાં 10 ચોગ્ગા-3 છગ્ગાથી 118 રને નોટઆઉટ રહેલા લાથમે કારકિર્દીની
8મી સદી કરી હતી.ગ્લેન ફિલિપ્સે આખરી ઓવરમાં
આઉટ થયો હતો. તેણે ફક્ત 39 દડામાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાથી ધુંઆધાર 61 રન કર્યા હતા. આ બન્ને વચ્ચે
પાંચમી વિકેટમાં ફક્ત 74 દડામાં 12પ રનની ઝડપી ભાગીદારી થઇ હતી. પાક.ના મોટાભાગના
બોલર ધોવાયા હતા. હારિસ રઉફે 10 ઓવરમાં 2 વિકેટ લીધી હતી અને પણ 83 રનનો ખર્ચ કર્યો હતો. અફ્રિદીએ
10 ઓવરમાં 68 રન લૂંટાવ્યા હતા. નસીમ શાહે
63 રનમાં 2 વિકેટ લીધી હતી.