અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : આરોગ્ય
વિભાગના ગત વર્ષના 20,100 કરોડના
બજેટમાં 16.35 ટકાનો વધારો કરીને 23,385 કરોડની જોગવાઇ નવા નાણાકીય
વર્ષ માટે કરવામાં આવી છે. તે સાથે વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50 ટકાના ઘટાડોનું ધ્યેય રાખવામાં
આવ્યું છે. દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પીએમજે) હેઠળ
70 વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે 2.67 કરોડ નાગરિકોને કેશલેસ સારવાર
માટે 3676 રૂા. કરોડ રૂપિયાની જોગવાઇ
કરવામાં આવી છે. અન્ય મહત્વની જોગવાઇઓ -જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે
1392 કરોડની જોગવાઇ -બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓ સંદર્ભે 400 કરોડની જોગવાઇ -અમદાવાદની જેમ મેડીસિટી વડોદરા ખાતે મલ્ટિ સ્પેશિયાલિટી તેમજ
કાર્ડિયાક માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ
-સુરત ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ, રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક સેવાઓ અને ગાંધીનગર ખાતે કાર્ડિયાક,
કિડની અને યુરોલોજી સેવાઓ મળીને કુલ 231 કરોડની જોગવાઇ -કેન્સરના દર્દીઓને અમદાવાદ ન આવવું પડે તે માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર
ખાતે સારવાર શરૂ કરવા 198 કરોડની જોગવાઇ.
-બી. જે. મેડિકલ કોલેજ-અમદાવાદ, મેડિકલ કોલેજ-વડોદરા અને એમ. પી. શાહ મેડિકલ
કોલેજ-જામનગર ખાતે પી.જી.ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા 137 કરોડ -108 ઇમરજન્સી સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ માટે 48 કરોડની જોગવાઇ -ગાંધીનગર-અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધના
નમૂના તેમજ જૂનાગઢ, મહેસાણા અને
વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા બનાવવા 28 કરોડની જોગવાઇ -દવાના નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ કરવા 10 કરોડની જોગવાઇ.