• શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

રાપર તા.નાં 14 ગ્રા.પં. ભવનનાં નિર્માણ માટે 3.70 કરોડ ફાળવાયા

રાપર, તા. 20 : ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાપર અને ભચાઉ તાલુકાની જે ગ્રામ પંચાયતોનાં નવાં મકાનનાં બાંધકામ બાકી હોય તેવી રાપર ભચાઉની 14 ગ્રામ પંચાયતોનાં નવિનીકરણ માટે 3.70 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ અંગે રાપરના ધારાસભ્ય દ્વારા કરાયેલી રજૂઆત ફળદાયી નીવડી છે. નવિનીકરણ માટે રાપર તાલુકાનાં શીરાનીવાંઢ, વેરસરા, રવ મોટી, ઉમૈયા, મૌવાણા-શિવગઢ, જેસડા, નીલપર, પગીવાંઢ, સેલારી, પ્રાગપર, કાનમેર અને ભચાઉ તાલુકાનાં રતનપર-ગઢડા(ખડીર)ને 25-25 લાખ અને રાપર તાલુકાનાં કિડિયાનગર અને ભીમાસર પંચાયત ભવનનું 34.83 લાખનાં ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાની રજૂઆતને પગલે આ રકમની સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી. તેમનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી બચુભાઇ ખાબડ અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકાસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ રકમ ફાળવવામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં નવી સુવિધા ઉભી થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd