ગાંધીધામ,તા. 20 : દીનદયાળ પોર્ટને કેન્દ્ર સરકાર
દ્વારા હાઈડ્રોજન હબ બનાવાશે. આ અંતર્ગત પોર્ટ
દ્વારા જમીનોની પણ ફાળવણી કરવામાં આવી છે ત્યારે
આ ક્ષેત્રમાં કુશળ કારીગરની જરૂરીયાત પુરી કરવા
માટે ગાંધીધામ કોલેજીએટ બોર્ડ અને ડી.પી.એ.
દ્વારા દીનદયાળ કૌશલ વિકાસ પ્રોગ્રામનો આરંભ
કરાયો હતો. આ અભ્યાસક્રમ અંગે તાજેતરમાં જ કરાર કરાયા હતા અને આજથી તેનો આરંભ પણ કરી પ્રથમ બેચને પ્રવેશ પણ આપવામાં આવ્યો હતો. સામાજિક
જવાબદારીના ભાગરૂપે ડીપીએ દ્વારા અભ્યાસક્રમ માટે ભંડોળ આપવામાં આવ્યું છે. આદિપુર
ખાતે આયોજીત સમારોહમાં ડીઝીટલી ગ્રીન હાઈડ્રોજન અને શિપિંગ સબંધીત અભ્યાસક્રમોનો
ડીઝીટલી આરંભ કરાવતા ડી.પી.એ ચેરમેન
સુશિલકુમાર સિંઘે જણાવ્યું હતું કે સમુદ્રી ક્ષેત્રમાં 38000 શિપ દ્વારા 3000 મીલીયન ટન ડીઝલનો ઉપયોગ કરાય છે. તેનાથી 1.2 મીલીયન ટન કાર્બન ઉત્પન થાય છે. આગામી 2025 સુધી નેટ ઝીરોના લક્ષ્યાંક
સુધી પહોંચાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસ આદરાયા છે, ત્યારે સમુદ્રી વ્યાપારમાં હાઈડ્રોઝન અને એમોનીયાના
ઈંધણ તરીકેના વપરાશથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મહત્વપૂર્ણ સફળતા મળશે તેવું કહી આ
અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓના કૌશલ્યનો વિકાસ થશે અને ગ્રીન ઉર્જા ક્ષેત્રને કુશળ કારીગર
મળશે તેવું જણાવ્યું હતું. ગાંધીધામ કોલેજીએટ
બોર્ડના ટ્રસ્ટી ડો. એ.એચ. કાલરોએ પ્રસંગોચીત
વકતવ્ય આપતા જણાવ્યું હતું કે આ તાલીમ કાર્યક્રમ રાષ્ટ્ર નિર્માણ માટે અગત્યની ભુમિકા
ભજવશે. ગાંધીધામ કોલેજીએટ બોર્ડના વહીવટી અધિકારી પ્રો. વેંકટેશ્વરલુએ સ્વાગત વકતવ્યમાં સૌને આવકારી જીસીબી અને ડીપીએના
સહયોગથી ચાલતા અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને પરિપકવ બનાવી ઉદ્યોગોને
ગુણવતાસભર માનવશક્તિ પુરી પાડવામાં મદદરૂપ
બનશે તેવું જણાવ્યું હતું. ડાયરેકટર લક્ષ્મણ દરીયાણીએ આભારવિધિ કરી હતી.આ વેળાએ ત્રી સશકિતકરણ માટે પણ
જુગ ઉત્પાદન, કૃત્રિમ આભુષણ, માટીકામ સહિતના
અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો છે. આ વેળાએ ડી.પી.એના ડેપ્યુટી ચેરમેન નંદીશ શુકલા,ચીફ ઈજનેર રવિન્દ્ર રેડ્ડી, સી.વી.ઓ. જે.કે.રાઠોડ,સેક્રેટરી સી. હરીચંદ્રન, સી.એસ.આર ટીમ લીડર મહેન્દ્ર
ખુશાલાણી, નોડલ ઓફીસર ચેતન જેનીયા, ચેમ્બર પ્રમુખ મહેશ પુજ,
માનદમંત્રી મહેશ તિર્થાણી, પુર્વ પ્રમુખ તેજાભાઈ
કાનગડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ
થયેલા આ સર્ટીફીકેટ કોર્ષમાં 34 વિદ્યાર્થીને પ્રવેશપત્ર
અપાયા હતા. કુલ 60 કલાકના અભ્યાસક્રમમાં
હાઈડ્રોજન સબંધી અભ્યાસક્રમ તૈયાર કરાયો છે.