• શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

વિમુક્તિ એ પરિયોજના નહીં પણ આંદોલન

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 19 : `વિમુક્તિ' એ એક પરિયોજના નહીં, પરંતુ એક આંદોલન છે. સામાજિક વિચાર જાગૃતિ માટેનું અભિયાન છે. પ્રયોજન અને પથરાવ માટે જોશ-ઝનૂનથી પ્રેરિત અને `રોટરી' દ્વારા સંચાલિત છે. આ દ્વારા વ્યકિતમાં રોજ અપેક્ષિત બદલાવ લાવવાનો ઉદ્દેશ છે. અનઅપેક્ષિત રસ્તે ખૂબ આગળ વધ્યા પછી પણ સુમાર્ગે વળવું એ સમયનો તકાજો છે એવા વિચારબિંદુથી નશાકારક માર્ગ રોકવા, નશીલી દવાઓનું સેવન નિર્મૂળ કરવા રોટરી ડિસ્ટ્રીક્ટ 3141 અને 3055 દ્વારા દેશમાં યોજાયેલી દસ હજાર કરતાં વધુ કિ.મીટર લાંબી કાર ટૂર વિમુક્તિ યાત્રા આખરી પડાવ ઉપર પહોંચી રહી છે. 23મી ફેબ્રુઆરી રોટરી ડેના ઉકત યાત્રાને વિરામ અપાશે. લખનૌથી 3055 પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર (2007-08) ડો. હર્ષદભાઇ ઉદેશી, રોટરી ક્લબ ઓફ એડીકશન પ્રિવેન્શન-3141ના પ્રમુખ ડો. સિદ્ધાર્થ ઉદેશી અને રોટરી ક્લબ ઓફ એડીકશન પ્રિવેન્શન-3141ના પ્રોજેક્ટ સંયોજક વિશાલ પટવાએ 26મી જાન્યુઆરીના `િવમુક્તિ' કારયાત્રાનો આરંભ કર્યો હતો. દસેક હજાર કરતાં વધુ કિ.મી. લાંબી આ  યાત્રા અંતર્ગત ઇન્ટરનેશનલ રોટરીના 200 કરતાં વધારે જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. રોટરી ડિસ્ટ્રીક્ટ 3141 અને 3055 યજમાન છે. આ બંને ડિસ્ટ્રીક્ટના ડિ. ગવર્નર રો. ચેતન દેસાઇ અને ડિ.ગવર્નર મોહન પરાશર માર્ગદર્શન-દોરવણી આપી રહ્યાં છે. સમગ્ર આયોજન રોટરી ક્લબ મુલુન્ડ (ઇસ્ટ) અને રોટરી ક્લબ માંડવી-કચ્છ દ્વારા ઘડાયું છે. યાત્રાનો આરંભ મુંબઇથી અને સમાપન પણ મુંબઇમાં થશે. એડીકશન પ્રિવેન્શન સંબંધે સામાજિક અને આરોગ્ય પડકાર મોટો છે, પરંતુ અસંભવ નહીં હોવાનું ડો. ઉદ્દેશીએ કહ્યું હતું. આ પડકાર વૈશ્વિક ચેલેન્જ છે. દેશનાં પારિવારિક અને સામાજિક જીવન, રાષ્ટ્રીય ચારિત્ર્યના સંવર્ધન કાજે પેઢીઓને ઉગારી લેવી સમયની માંગ હોવાનું સમજાવાયું હતું. લગભગ 2 કરોડ 72 લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડેલા છે. 12 વર્ષથી નાની ઉંમરના 8 કરોડ એટલે કે, 18 ટકા તમાકુનું સેવન કરે છે. 12.5 ટકા ભારતીયો આલ્કોહોલના આદિ છે. પ્રતિબદ્ધતા અને માનસિક મનોબળ હોય તો વ્યસનોમાંથી મુક્ત થઇ શકાય છે. ગુજરાત ડ્રાય સ્ટેટ-દારૂબંધી છતાં પુરુષોની સરખામણીએ મહિલાઓ શરાબ સેવનમાં લગભગ બેવડી સંખ્યામાં જાણવા મળ્યું હતું. 10થી 75 ટકા વયજૂથના 2.8 ટકા ભારતીયો  ભાંગ, ગાંજા અને ચરસ રૂપે વપરાશકાર છે. 1.58 કરોડ બાળકો નશીલા પદાર્થોના વ્યસની છે. અડધાથી વધુ ઓપી ઓઇડ વપરાશકારો ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને ગુજરાત સ્થિત છે. કારયાત્રા દરમ્યાન પં. શ્રીશ્રી રવિશંકરજીના બેંગ્લુરુ ખાતેના આશ્રમમાં વ્યસન મુક્તિ યોગ સેશનમાં ડિ.ગવર્નર ચેતન દેસાઇ અને મોહન પરાશર ઉપરાંત ધારાસભ્ય પ્રસાદ લાડ જોડાયા હતા. આધ્યાત્મિક ગુરુએ  સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ વ્યક્તિ જરૂરી હોવાની શીખ આપી હતી. 21મીએ સવારે અત્રેના ગોકુલ રંગભવનમાં છાત્ર સેશન પછી અમદાવાદ તરફ પ્રસ્થાન થશે એવી જાણકારી અપાઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd