• શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

શંકાસ્પદ સિમેન્ટની 60 ગુણી સાથે કોડકીનો કડિયો પકડાયો

ભુજ, તા. 20 : આધાર-પુરાવા, બિલ વગરની શંકાસ્પદ સિમેન્ટની 60 ગુણી સાથે કોડકીના કડિયાને એલસીબીએ ઝડપી પાડયો હતો.  એલસીબીની ટીમ આજે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, શંકાસ્પદ સિમેન્ટની થેલીઓ વેચવા કોડકીથી એક શખ્સ ભુજ તરફ આવી રહ્યો છે. આ બાતમીવાળી અશોક લેલનની ટેમ્પોગાડી નં. જીજે-12-સીટી-1207 રોકાવી ચાલક અને કડિયાકામ કરતા રામજી શિવજી મહેશ્વરી (રહે. છપરીવાસ-કોડકી)ને ટેમ્પોમાં ભરેલી 60 સિમેન્ટની છુટ્ટી ગુણી જેની કિં. રૂા. 12,000 અંગે આધાર-પુરાવા માગતા તે રજૂ કરી શક્યો ન હતો. આથી શંકા પડતાં મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી અર્થે માનકૂવા પોલીસને સોંપવામાં આવ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd