• શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

ગાંધીધામમાં 13 હજારના શરાબ સાથે શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 20 : શહેરમાં એક રહેણાંક મકાનમાંથી પોલીસે રૂા. 13590ની કિંમતનો અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે નવી સુંદરપુરી વિસ્તારમાં રામબાગ રોડ, ખોડીયાર માતાજીના મંદિર પાસે આવેલા આરોપી સંદિપ ઉર્ફે ચાદિયો લક્ષ્મણભાઈ બાડોલિયા ધોબીના કબ્જાના રહેણાંક મકાનમાં છાનબીન આરંભી હતી. દરમ્યાન અહીંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 20 બોટલ  મળી હતી.  પકડાયેલા આ જથ્થા અંગે આરોપી જરૂરી આધારાપુરાવા રજૂ ન કરી શકતા  પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં અન્ય આરોપી  પ્રેમજી ઉર્ફે પ્રેમલો માતંગનું નામ ખુલ્યુ હતું.આ અંગે પોલીસ વધુ તપાસ આરંભી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd