ભુજ, તા. 8 : શહેરમાંથી બે દિવસ પૂર્વે 14 વર્ષનો છોકરો ગુમ
થતાં વાલીએ અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ અંગે આજે બી-ડિવિઝન પોલીસ મથકે, મૂળ ધ્રાંગધ્રાના
હાલે ચારણવાસ ડી.પી. ચોક મધ્યે રહેતા ભરતભાઈ કમાભાઈ મેથાલિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ
તા. 6/1ના તેમનો 14 વર્ષ અને ચાર માસના સગીરવયના દીકરાનું કોઈ અજાણ્યા ઈસમે તેમના કાયદેસરના
વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અંતરંગ વર્તુળો
પાસેથી મળેલી જાણકારી મુજબ આ છોકરો અગાઉ પણ એક-બે વખત ઘરેથી ચાલ્યો ગયો હતો અને બાદમાં
પરત આવી ગયો હતો.