• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

ગાંધીધામમાં સંગઠિત ગુના મુદ્દે ચાર સામે નવા કાયદાની કલમો તળે કાર્યવાહી

ગાંધીધામ, તા. 8 : શહેરના કાસેઝ તથા અન્ય જગ્યાએ સંગઠિત બનીને ગુના આચરતી ટોળકી વિરુદ્ધ પોલીસે બી.એન.એમ. કાયદાની નવી કલમોનો ઉમેરો કર્યો હતો. શહેરના કાસેઝમાં થયેલી કાપડ ચોરીના બનાવમાં પોલીસે કિડાણાના ફરિદ ઉર્ફે પૈઠા ઇબ્રાહીમ કરિયા, સાહિલ ઉર્ફે પી.એ. ફરિદ શેખ તથા મહેબૂબ સુલેમાન મથડાને પકડી પાડયો હતો જ્યારે અલ્તાફ ઉર્ફે કારો રમજાન કકલ હજુ હાથમાં આવ્યો નથી. ફરિદ વિરુદ્ધ અગાઉ પાંચ, સાહિલ સામે બે, મહેબૂબ સામે  છ તથા અલ્તાફ વિરુદ્ધ જુદી-જુદી કલમો તળે આઠ ગુના નોંધાયેલા છે. આ ટોળકી સાથે મળીને સંગઠિત રીતે ગુના આચરતી હતી. જે અંગે બિ-ડિવિઝન પી.આઇ. એસ.વી. ગોજિયાએ ગંભીરતા લઇ કોર્ટમાં રિપોર્ટ કરી આ ટોળકી વિરુદ્ધ બી.એન.એસ.ના નવા કાયદાની કલમ 111(3), 111(4) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd