રાજગીર (બિહાર), તા.10 : આખું વર્ષ ખરાબ ફોર્મમાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહેલી ભારતીય
મહિલા હોકી ટીમ હવે નવી સીઝનની શરૂઆત પોતાની ધરતી પર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ
જીતવા પ્રયાસ કરશે. ભારતીય ટીમની પહેલી મેચ સોમવારે મલેશિયા વિરુદ્ધ છે. આ ટૂર્નામેન્ટમાં
ભારતીય મહિલા ટીમ 2016 અને 2023માં ચેમ્પિયન બની ચૂકી છે. આ વખતે ભારતીય ટીમ પર ઘરઆંગણે
ખિતાબ બચાવવાનું દબાણ રહેશે. પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલીફાઇ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ
ભારતીય મહિલા હોકી ટીમે આ વર્ષે એફઆઇએચ પ્રો લીગમાં 16માંથી 13 મેચ ગુમાવી છે. ફક્ત
બેમાં જીત મળી છે. એક ડ્રો રહી છે. સલીમા ટેટેની કપ્તાનીમાં ભારતીય ટીમમાં યુવા અને
અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. સ્ટ્રાઇકર નવનીત કૌર ઉપકપ્તાન છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં
ભારતને વર્તમાન ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા ચીન, જાપાન, કોરિયા, મલેશિયા અને થાઇલેન્ડ
તરફથી ચુનૌતિ મળશે. ટૂર્નામેન્ટ અગાઉ ભારતીય કોચ હરેન્દ્ર સિંઘે કહ્યંy કે, પેરિસ ઓલિમ્પિક રન રમી શક્યા તે હવે
અતીત બની ચૂક્યું છે. અમે હવે તેમાંથી આગળ નીકળી લોસ એન્જિલિસ-2028 ઓલિમ્પિકની તૈયારી
કરી રહ્યા છીએ. જે માટે આ મહત્ત્વની ટૂર્નામેન્ટ છે અને ખેલાડીમાં જીતનો જુસ્સો છે.