• શનિવાર, 18 જાન્યુઆરી, 2025

વિદ્યાર્થીઓ ટ્રાફિકના એમ્બેસેડર બની જાગૃતિ લાવે

ગાંધીધામ, તા. 17 : પૂર્વ કચ્છ પોલીસ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, પૂર્વ કચ્છ આર.ટી.ઓ. અને તોલાણી એફ. જી. પોલીટેકનિક કોલેજ દ્વારા 35મા રાષ્ટ્રીય માર્ગ?સલામતી માસની ઉજવણી અંતર્ગત આદિપુર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિપુરના પ્રભુદર્શન હોલ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે માર્ગ ઉપર સુરક્ષા, ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું કહી તોલાણી કેમ્પસમાં 9000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે હાજર વિદ્યાર્થીઓ પૈકીના અમુકને માર્ગ સુરક્ષાના એમ્બેસેડર બનાવી  વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ લાવે તેવું સૂચન કર્યું હતું. ટ્રાફિક નિયમન અંગે નાની બાબતો હંમેશાં હેલ્મેટ પહેરવી, સીટબેલ્ટ બાંધવો, ગતિ મર્યાદામાં વાહન ચલાવવું, રોંગ સાઈડમાં ક્યારેય ન જવું, ગમે ત્યાં પોતાનું વાહન પાર્ક ન કરવું વગેરે બાબતોનું ધ્યાન રાખવાનું છે. પોલીસથી બચી ગયા અથવા પોલીસે મને ન પકડયો તે સમજીને અહંકારમાં ન આવવું. અમુક આવા કારણો થકી અકસ્માત સર્જાય છે. બાદમાં રડવાનો વારો આવે છે, તેવું પોલીસવડાએ ઉમેર્યું હતું. ભાવનગરથી ખાસ અહીં ઉપસ્થિત થયેલા અને ચિત્ર દ્વારા જાગૃતિ લાવનાર ડો. અજયસિંહ જાડેજાએ આપણે કાળી બિલાડીને જોઈને ઊભા રહી જઈએ છીએ પણ સિગ્નલ જોઈને ઊભા રહેતા નથી તેવી આપણી માનસિકતા હોવાનું કહ્યંy હતું.  પૂર્વ કચ્છ આર.ટી.ઓ. કચેરીના અધિકારી ડી. પી. પટેલે પહેલા એક સપ્તાહ માર્ગ સલામતીની ઉજવણી થતી હતી, પરંતુ હવે જાગૃતિ લાવવા એક મહિનો કરાયો છે. કેળવણી થાય તો જ અકસ્માત ઘટશે, તેવું જણાવ્યું હતું. તોલાણી કેમ્પસના ડાયરેક્ટર એલ. એચ. દરિયાણીએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનાં પાલન અંગેના પ્રશ્નો કર્યા?હતા. વક્તાઓ તથા પાલિકાના પૂર્વ પ્રમુખ તેજસ શેઠ, સરકારી તબીબ ડો. આદિલ કુરેશી, ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણી વિગેરેએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.  પોલીટેકનિક કોલેજના પ્રિન્સિપાલ હિરેન સાગરે શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ વિદ્યાર્થીઓએ સંચાલન કર્યું હતું. આ વેળાએ સામખિયાળી-ગાંધીધામ ટોલ-વેના કોરિડોર મેનેજર શૈલેશ રામી આયોજનમાં જોડાયા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd