• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

સ્વ. અરાવિંદભાઈએ વેપારીઓના પ્રશ્નો માટે જાગૃત રહી ન્યાય અપાવ્યો

ભુજ, તા. 3  : અહીંની નવી જથ્થાબંધ બજાર ખાતે સ્વ. અરાવિંદભાઈ હીરજીભાઈ ઠક્કરની 14મી પુણ્યતિથિ નિમિત્તે અંધજન મંડળ કે.સી.આર.સી. આંખની હોસ્પિટલ ભુજ સંચાલિત રાહી દૃષ્ટિ કેન્દ્ર દ્વારા ભુજ જથ્થાબંધ બજારમાં ટ્રકના હેવી લાયસન્સ ધરાવતા ડ્રાઇવરો માટે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં નિ:શુલ્ક ચશ્મા અપાયા હતા. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના સહયોગે આયોજિત  આ કેમ્પનું દીપપ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકાયો હતો, જેમાં આ નેત્ર નિદાન સારવાર કેમ્પમા ભુજ જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કર, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે, ભુજ લોહાણા મહાજનના મંત્રી હિતેશભાઈ ઠક્કર, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ઉપપ્રમુખ રાજેશ પલણ, મહામંત્રી સુકેતુભાઈ રૂપારેલ, દર્શનભાઈ અનમ, રશ્મિકાંતભાઈ ઠક્કર, ભુજ જથ્થાબંધ બજારના ટ્રસ્ટી જમનાદાસભાઈ પલણ, વેપારી અગ્રણીઓ ગાવિંદભાઈ ઠક્કર, જિજ્ઞેશભાઈ શાહ, અભયભાઈ શાહ, હસમુખભાઈ ઠક્કર, દિલીપભાઈ કોટક, જિગરભાઈ શાહ, મનીષભાઈ ઠક્કર, કિરીટભાઈ શાહ વગેરે વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપ્યું હતું.  જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈએ જણાવ્યું કે, સ્વ. અરાવિંદભાઈ ઠક્કર ઘણા વર્ષો સુધી વેપારીઓના પ્રશ્નો માટે જાગૃત રહી અને ન્યાય અપાવ્યો હતો, ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન તરીકે પણ તેઓએ ઘણા વર્ષો સુધી સેવા આપી હતી, બેંકની પ્રગતિમાં એમનો સિંહ ફાળો છે, તેમણે ભૂકંપ વખતે વેપાર-ધંધાની તકલીફ હતી ત્યારે જથ્થાબંધ બજાર જલ્દી બને એ માટે રાત-દિવસ મહેનત કરી અને જથ્થાબંધ બજાર ખુલ્લી મુકાવી  હતી, એમની પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કેમ્પ યોજવામાં આવ્યો છે. રાહી દૃષ્ટિ કેન્દ્ર વિશે માહિતી આપતાં રાજેશ પલણે જણાવ્યું કે, આ કેમ્પમાં 78 દર્દીની આંખની તપાસ કરવામા આવી અને 70 દર્દીને નંબર ચેક કરી નિ:શુલ્ક ચશ્મા અપાયા હતા. બે મોતિયાનાં તેમજ બે વેલનાં દર્દીને ઓપરેશન કરી અપાશે. શ્રી પલણએ જણાવ્યું કે વિઝન સેન્ટર કાયમી રીતે શરૂ કરવામા આવ્યું છે. કિસાન લોજની બાજુમાં માધાપર હાઇવે નળવાળા સર્કલ ઉપર છે જે દરરોજ સોમથી શુક્ર સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી આ સેન્ટર ચાલુ હોય છે. વધુ માહિતી માટે અંધજન મંડળ કે.સી.આર.સી ભુજના મેનેજર અરાવિંદભાઈ ગોહિલનો સંપર્ક કરવો. આ કેમ્પમા અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ હોસ્પિટલના શિવમ આર્ય (ઓપ્ટોમેટ્રિસ), હમીરભાઇ ખાંભલિયા (કો-ઓર્ડિનેટર ફિલ્ડ), મીતરાજાસિંહ ગોહિલ (વિઝન ટેકનિશિયન), રાજેશભાઈ ગઢવી (વિઝન ટેકનિશિયન) વગેરેએ સેવા આપી હતી. સંચાલન હિતેશભાઈ ઠક્કરે, સ્વાગત પ્રવચન અભયભાઈ શાહે, જ્યારે આભારવિધિ જમનાદાસભાઈ પલણે કર્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd