કેરા (તા. ભુજ) : નારીરત્ન ધનબાઇ ફઈ જેના માટે સમર્પણ કર્યું
તે લેઉવા પટેલ સમાજ સંચાલિત હોસ્પિટલમાં રામપર સ્વામિનારાયણ મંદિરના ત્યાગી બહેનોએ
દાતાઓના સહયોગથી રૂા. 10 લાખનું દાન અર્પણ કર્યું હતું. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન
અને મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયા, સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ઉપાધ્યક્ષ
કેશરાભાઈ પિંડોરિયા અને ત્રણેય પાંખોના ટ્રસ્ટીઓએ ચેક સ્વીકાર્યો હતો. કથા વક્તાઓએ
ધનબાઇ ફઈના કચ્છ સત્સંગના પ્રસંગો વર્ણવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્ત ભાઈ
બહેનોએ સંતો સમેત સમૂહ આરતીથી માહોલ ધર્મભક્તિ સભર રચી દીધો હતો. મહોત્સવના પ્રેરક
શ્રીહરિદાસજી સ્વામીએ કહ્યું કે આવા મહાન ઉત્સવના સાચા પ્રેરક ખૂદ ધનબાઈ ફઈ છે. શાસ્ત્રી
અક્ષરપ્રિયદાસજી સ્વામીએ આગામી સમયમાં ભુજ સ્વામીનારાયણ મંદિર દ્વારા વેદ ગુરુકુળ સ્થાપનાનું
આમંત્રણ આપ્યું હતું. વયોવૃદ્ધ સંત સનાતનદાસજી સ્વામી, ઉપમહંત ભગવદજીવન દાસજી સ્વામી,
શાસ્ત્રી દેવપ્રકાશદાજી સ્વામી સહિતના બહોળા સંત વૃંદે ઉપસ્થિત રહી હતી. યજમાન પરિવારોએ
ફોઈબા શ્રીજી મહારાજની જે પ્રતિમાને લાડુનો અન્નકૂટ અર્પણ કર્યો હતો તે છબીને મંચ ઉપર
ધરાવાયો હતો. આમંત્રિત સાંસદ વિનોદભાઈ ચાવડા, ભીમજી જોધાણી સહિત રાજકીય આગેવાનો ઉપરાંત
ભુજ મંદિરના કોઠારી મુળજીભાઈ શિયાણી સહિત વિવિધ ગુરુકુળ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા
હતા. ઉત્સવ સમિતિના રવજીભાઈ વેકરીયા, મંદિરના પ્રમુખ હરજીભાઈ ગોરસીયાના નેતૃત્વમાં
સંતોના માર્ગદર્શન હેઠળ યુવક યુવતી સંઘ દેશ વિદેશના સર્વે હરિભક્તો મહોત્સવ આગળ ધપાવી
રહ્યા છે. સંખ્યયોગી સામબાઈ ફઈ સાથે ચોવીસીના ત્યાગી બહેનો મોટી સંખ્યામાં કથા શ્રવણનો
લાભ લેવા સાથે માહોલ ધર્મ મય બનાવ્યો હતો. ઉત્સવની મુખ્ય સમિતિના આગેવાનોનું સન્માન
કરાયું હતું.