• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અબડાસામાં ગૌવંશમાં ફરી લમ્પી જેવા ચિહ્ન

વાયોર (તા. અબડાસા), તા. 7 : ગયા વર્ષની જેમ ફરી અબડાસાનાં કેટલાંક ગામોમાં ગૌવંશમાં લમ્પી જેવા જ લક્ષણો જોવા મળે છે ને ક્યાંક મોત થતાં હોવાની ફરિયાદ ઊઠતાં આગેવાનો તથા માલધારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે અબડાસાના ગરડા પંથકનાં ગામો ઉપરાંત ખાનાય સહિતનાં ગામોમાં પશુઓમાં ગાંઠ જોવા મળે છે અને અશક્ત બની ગયા બાદ મોતને ભેટે છે. આ વર્ષે પણ વરસાદ ધારણા કરતાં વધુ થયો છે. સીમાડામાં કે ગામોમાં હજુ પાણી ઓસર્યાં નથી, બીજીબાજુ ભારે વરસાદથી જમીનમાંથી `સન' સતત વહ્યા કરે છે, જેના કારણે પશુઓના પગ સતત પાણીમાં રહેતા હોવાથી ક્યાંક `ઇન્ફેક્શન' થતું હોય છે અને રોગનો શિકાર થાય છે તેવી માહિતી મળી હતી. ગરડા વિસ્તારના આગેવાન, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અનુભા જાડેજાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ તરફથી હજુ કોઇ?આ વિસ્તારમાં પગલાં લેવામાં આવ્યા નથી. ગયા વર્ષે પણ લમ્પી રોગે દેખા દીધા પછી રોગચાળો વકર્યો હતો અને પશુઓનાં ટપોટપ મોત થતાં ખુદ મુખ્યમંત્રી કચ્છ દોડી આવ્યા હતા. ફરી આવો જ ખતરો જોવા મળે છે અને અનેક ગામોમાં ગાંઠવાળા ચોપગા જોવા મળતાં તાત્કાલિક ધોરણે અગર રસીકરણ થઇ?જાય તો પશુઓની બીમારીને વધતી અટકાવી શકાય, એવું શ્રી જાડેજાએ માગણી કરતાં જણાવ્યું હતું. રોગચાળાથી માલધારી વર્ગમાં મોટી ચિંતા ઊભી થઇ?છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang