• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અંગદાનને સામાજિક અભિયાન બનાવવાનો દૃઢ નિર્ધાર

કોડાય (તા. માંડવી), તા. 7 : અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે ત્યારે આ અભિયાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ અંગદાન જાગૃતિ શિબિર એન્કરવાલા અહિંસાધામ પ્રાગપર ખાતે યોજાઈ હતી. જયેશ ચૌહાણ અને જીવણ ગઢવી એન્ડ ગ્રુપ દ્વારા દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો. ડાયાબીટીસના દર્દી કનૈયા દેવાંધ ગઢવીએ અંગદાન એ ખૂબ જરૂરી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના સૌજન્ય નારાણ વિશ્રામ ગઢવીએ પોતે, સમાજ, ગામ અને દાતા શ્રેષ્ઠીઓ તેમજ અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ જેવા માર્ગદર્શકોના યોગદાનથી જીવંત હોવાનું અને લાંબા સંઘર્ષ - દર્દ બાદ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાની વાત કરી હતી. જિ.પં.ના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવીએ અંગદાન માટે દિલીપ દાદા રાષ્ટ્રપ્રેમનું કાર્ય કરી રહ્યા છે જેના માધ્યમ દ્વારા અનેક લોકોને જીવન મળી રહ્યાની લાગણી દેખાડી હતી. અંગદાન માટેના પ્રયાસોને વેગવાન બનાવવા પર ભાર મુકાયો હતો. નાના ભાડીયા અને ગાંધીધામના વાલજીભાઈ વિંઝોડાના પુત્ર સુનિલનું અકસ્માતે બ્રેઈન ડેડ થતા અંગદાન કરી 4 વ્યક્તિઓને જીવનદાન આપ્યું હતું. તેમણે પોતાનો પુત્ર 4 વ્યક્તિઓના રૂપમાં જીવંત  અને અમર હોવાની લાગણી વ્યક્ત કરી હતી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ આવા પ્રેરણાદાયી કાર્ય માટે વધુથી વધુ અંગદાન થાય તે માટે ભાર મૂક્યો હતો. દિલીપભાઈ દેશમુખએ તમામ લોકો પોતાના અંગોની સારસંભાળ રાખે તો યોગ્ય અને જરૂરમંદ વ્યક્તિને અંગદાનનો લાભ મળે અને અંગદાન માટે રાજી કરાવવા અપીલ કરી જીવંત વ્યક્તિ પણ અંગદાન કરી શકે છે. દેશમાં 5 લાખથી વધુ લોકો વિવિધ અંગોની પ્રતિક્ષા કરી રહ્યા છે. અંગદાન મહાદાન અભિયાન કોઈ સંસ્થા, વ્યક્તિ કે સરકારનું નહિં પણ સમાજનું અભિયાન બનવું જોઈએ એવી લાગણી દેખાડી હતી. રાયણના અરજણભાઈ લધાભાઈ ગઢવીએ 4 વર્ષ અગાઉ સંપૂર્ણ અંગોના અંગદાનની વાત પરિવારને કરી હોવાનું જણાવ્યું હતું. મંચસ્થ મહિપતસિંહ જાડેજા (પ્રમુખ મુંદરા તા.પં.), વિશ્રામ ગઢવી (પ્રમુખ મુંદરા તા.ભા.), એ. કે. ત્રિવેદી (તા.વિ.અ.), રાજેશ ઠુમર (પી.આઈ.), મેઘબાઈમા (ભુજપુર), રાજેશ સોરઠીયા (બિદડા), રમેશભાઈ મહેશ્વરી (પૂર્વ ધારાસભ્ય), પ્રભુભાઈ ગઢવી (દાતાશ્રેષ્ઠી), આશાનંદ ગઢવી (ઝરપરા), સામતભાઈ ગઢવી (પાંચોટીયા), હરેન્દ્રસિંહ જાડેજા (સમાઘોઘા), માણેક ગઢવી (ભુજપુર)નું સન્માન કરાયું હતું. વાલજીભાઈ વિંઝોડા અને દિલીપભાઈ દેશમુખનું વિશેષ બહુમાન થયું હતું. રતનભાઈ ગઢવી (તા.પં. સદસ્ય), કુલદિપસિંહ જાડેજા, દેવાંધ ગઢવી, ડો. મયુર ઠુમર, ઉર્મિલાબેન ગઢવી, પુનશી ગઢવી (પાંચોટીયા), વરજાંગ માલમ, નારાણ ગેલવા, કરશન ગઢવી (અદાણી ફાઉ.), પાલુભાઈ ગઢવી (માંડવી મરીન), અરજણ ગઢવી, કિશોરસિંહ ચુડાસમા, હરિભાઈ ગઢવી, વિરલ ભોરડીયા, કાનજી મહેશ્વરી, વિક્રમસિંહ જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન આશારીયા ગઢવી અને આભારવિધિ નારાણ ગઢવીએ કરી હતી. વ્યવસ્થા નારાણભાઈ દેવાંધભાઈ ગઢવી, મોટી ખાખર ચારણ સમાજ ચેરી. ટ્રસ્ટ અને કરમણભાઈ કેશવભાઈ ગઢવી (પ્રમુખ, મોટી ખાખર ચારણ સમાજ) કરશન ડોસા કારાણીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang