• બુધવાર, 15 મે, 2024

ભુજના જીવદયાપ્રેમીની સમયસૂચકતાથી 150થી 200 માછલીના જીવ બચાવાયા

ભુજ, તા. 28 : શહેરના મંગલમ ચાર રસ્તા પાસેના નાળાંમાંથી 150થી 200 માછલીને બચાવી હમીરસરમાં નખાઈ હતી. જીવદયાપ્રેમી ભૂમિબેન અને ધવલભાઈ વરૂએ  મંગલમ ચાર રસ્તા પાસે તળાવમાં એક ખાબોચિયામાં માછલીઓ જીવન માટે સંઘર્ષ કરી રહી છે. ગરમીમાં બેથી ચાર દિવસમાં પાણી પણ સુકાઈ  જશે અને માછલીઓ મૃત્યુ પામશે વાત જણાવતાં, વાત સાંભળી. નયરસેવિકા સાવિત્રીબેન જાટે સુધરાઈના સેનિટેશનને જાણ કરતાં  સાધનો સાથે સ્ટાફએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી ને બે દિવસમાં 150થી 200 માછલીને બચાવી રાજેન્દ્ર પાર્કના તળાવમા છોડી હતી. સેવાકાર્યમાં પુરાતત્ત્વ વિભાગના શુભમ શિંગજી, ભૂમિબેન, ધવલભાઈ વરૂ, કેતનભાઈ, બિપિનભાઈ જોબનપુત્રા તથા પુરાતત્ત્વ વિભાગના ચોકીદાર શ્રી ગોહિલ સાથે રહ્યા હતા. સાથી નગરસેવિકા હિનાબેન ઝાલાએ પાણીનાં ટેન્કરની વ્યવસ્થા કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang