• બુધવાર, 15 મે, 2024

માંડવીનાં વિવિધ સ્થળોની મુલાકાત સાથે વિદ્યાર્થીઓ ઈતિહાસથી વાકેફ થયા

માંડવી, તા. 28 : અહીં એઈમ શાળા અને ઈન્નરવ્હીલ કલબ ઓફ માંડવી દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરાયું હતું. જેમાં ગામના ચોરા પાસે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જન્મભૂમિ માંડવીની યશોગાથા વર્ણવી હતી અને બાળકોને હેરિટેજ વોકનું મહત્ત્વ સમજાવી ઉજ્જવળ ભારતના ભાવિ નાગરિક બને એવું જ્ઞાન આપ્યું હતું. તળાવવાળા ગેટ પાસેથી સવારે સતીશભાઈ શનિશ્ચરા, વિનયભાઈ ટોપરાની તેમજ એઈમ શાળાના ડાયરેક્ટર ડો. કૌશિક શાહ, દિલીપ શાહ, પ્રભુભાઈ ગઢવી અને એઈમ શાળાના આચાર્ય ડો. કિંજલ શાહનાં માર્ગદર્શન હેઠળ એઈમ શાળાના ધો. છથી નવ સુધીનાં બાળકોની માંડવીમાં હેરિટેજ વોક યોજાઈ હતી. જેમાં માંડવીના પાંચ નાકા, પાંચ બારીથી લઈને ઐતિહાસિક સ્થળો જેવાં કે, ગામનો ચોરો, ટોપણસર તળાવ, લક્ષ્મીનારાયણ મંદિર, હવેલી ચોક, શાક માર્કેટ, દીવાદાંડી, શ્યામજી કૃષ્ણવર્મા જન્મસ્થળ, કૃષ્ણ હવેલી, રાણેશ્વર મંદિર, માંડવી પવનચક્કી વિ.ના ઈતિહાસથી બાળકોને વાકેફ કરાયાં હતાં. માંડવી આવતા તમામ લોકો માત્ર માંડવી બીચની મુલાકાત લે, પરંતુ માંડવી શહેરને પણ જાણે અને માંડવીની અવનવી સ્વાદિષ્ટ વસ્તુને માણે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પ્રશ્નોના જવાબ આપનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang