• બુધવાર, 15 મે, 2024

કચ્છમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન-દેખાવ જારી

ભુજ, તા. 28 : ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાએ કરેલાં નિવેદનનો મામલો હજુયે શાંત પડયો નથી અને ક્ષત્રિય સમાજે આંદોલન ભાગ-બે શરૂ કર્યું છે. જેને લઈને આજે ભુજની સમીપે માધાપર અને અબડાસામાં કોઠારા તથા વાયોર અને લખપત તાલુકામાં ઘડુલી તથા દયાપરમાં  ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે થોડા સમય માટે અટકાયતી પગલાં પણ લીધાં હતાં. માધાપરના નવાવાસમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જૂનાવાસના કાર્યાલયના ઉદ્ઘાટન પૂર્વે `જય ભવાની'ના નારા પોકારતાં ક્ષત્રિય સમાજના 40થી 50 જેટલા લોકોને 200 મીટર આગળથી પોલીસે અટકાયત કરી નજરકેદ કરાયા હતા. બાદ કાલથી ઉપવાસ ઉપર ઉતરેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ હવન બાદ ભાજપના કાર્યાલય ઘસી ગઈ હતી અને  ક્ષત્રિય સમાજના લોકોને છોડી મૂકવાનો આગ્રહ કર્યો હતો અને જ્યાં સુધી તેઓને  મુકત કરાય ત્યાં સુધી સ્થાન છોડશે નહીં, તેવું જણાવી `જય ભવાની'ના નારા પોકાર્યા હતા. થોડા સમય બાદ અટકાયત કરાયેલા લોકોને છોડી દેવાયા હતા. દરમ્યાન આજે અબડાસાના કોઠારા અને વાયોરમાં પણ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ નારા લાગ્યા હતા. કોઠારા પોલીસે 32 જેટલા લોકોની અટક કરી હતી અને કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓને મુકત કરાયા હતા. દૃશ્ય અબડાસાના ગરડા પંથક વાયોરમાં સર્જાયું હતું. 150થી વધારે વિરોધ પ્રદર્શનકારીઓને તથા લખપત તાલુકાના ઘડુલી અને દયાપરમાં પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી બાદમાં મુકત કરી દેવાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang