• બુધવાર, 01 મે, 2024

ડાયાબિટીસના દર્દીઓ પગની જાળવણી રાખે

ગાંધીધામ, તા. 17 : દોડધામવાળી જિંદગી, વધતા જતા તણાવ અને અનિયમિત જીવન જીવવાની પદ્ધતિના કારણે ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલના તેમજ વ્યસનના કારણે નસોમાં પણ અવરોધની સ્થિતિ સર્જાય છે, ત્યારે બાબતે સમયસરની સારવાર માટે તકેદારી જરૂરી છે. હાલ નસમાં બ્લોકેજના કિસ્સામાં અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ હોવાનું દિલ્હીની જાણીતા હોસ્પિટલના તબીબે `કચ્છમિત્ર' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે ભૂકંપ દરમ્યાન ભચાઉમાં સતત 10 દિવસ સુધી  ઈજાગ્રસ્તોની સારવાર કરી હતી. ગાંધીધામ આવેલા દિલ્હીની  સર ગંગારામ હોસ્પિટલના વાસ્ક્યુલર સર્જન  અને નેવીમાં પણ સર્જન તરીકે જવાબદારી સંભાળનારા ડો. વી.એસ. બેદીએ  જણાવ્યું હતું કે, કોલેસ્ટેરોલના કારણે જેમ હાર્ટએટેક, બ્રેનએટેક આવે  છે, તેમ  લેગ (પગ) એટેક પણ આવે, જેના કારણે લોહીનો પ્રવાહ અટકી જાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં સમસ્યા ઊભી થવાની શક્યતા વધારે  હોય છે. ક્યારેક શરીરમાં ખરાબ લોહીના કારણે પણ નસોમાં અવરોધ થાય છે તેમજ નસ ફૂલી જવાની પણ સમસ્યા ઊભી થાય છે. છાતીમાં   દેખાય પરંતુ પેટના ભાગે નસ ફૂલેલી જણાય, ત્યારે તુરંત  તબીબનો સંપર્ક કરવો જોઈએ. લેગ એટેકમાં પાંચ કે 10 મિનિટ ચાલો અને પછી અટકી જવાય, તેવાં લક્ષણો જણાય એટલે તુરંત તબીબી સલાહ લેવી, જેથી સમયસર સારવાર થઈ શકે. ડાયાબિટીસના દર્દીઓના પગમાં સેન્સેશન ઓછું હોય છે,  જેથી તેઓએ ઊઘાડા પગે ચાલવા તેમણે સલાહ આપી હતી, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,  સેન્સેશન હોવાના કારણે પગમાં કાંઈ વાગે તો ખ્યાલ રહે અને તેમાં ઈજાથી ગેંગરીન સહિતની સમસ્યા  ઉદ્ભવી શકે. નસના બ્લોકેજના કિસ્સામાં કેથલેબ માફરત એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી સહિતની સુવિધા ઉપલબ્ધ  છે. જો કે, દેશમાં પાંચ હજાર વાસ્ક્યુલર સર્જનની જરૂરિયાત સામે 500 વાસ્ક્યુલર સર્જન હોવાનું  પ્રકારના હજારો ઓપરેશન કરનારા તબીબે જણાવ્યું હતું, તેમણે બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની પણ સારવાર કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે કચ્છમાં ભૂકંપના બે દિવસ બાદ નેવીમાં હતા, ત્યારે દર્દીઓની સારવાર માટે ભુજ આવી પહોંચ્યા હોવાનું કહ્યું હતું. ભુજમાં  ટેન્ટમાં ઓપરેશન કર્યા બાદ ભચાઉ પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું. ભચાઉમાં દિવસ-રાત જોયા વિના 10 દિવસમાં ટેન્ટમાં ઊભા કરાયેલા ત્રણ મોબાઈલ ઓપરેશન થિયેટરમાં 1800 દર્દીને  સારવાર આપવામાં આવી હતી અને 400 ઓપરેશન અને પ્રસૂતિ પણ કરાવી હોવાનું  ઉમેરી સદનસીબે તમામ દર્દીઓના સફળ ઓપરેશન થયા હોવાનું કહ્યું હતું. એક બનાવને યાદ કરતાં તેમણે  કહ્યું હતું કે, નેવીના કંડલા આવેલા  જહાજમાં નાહવા માટે ગયા હતા, પરંતુ એક દર્દીને લવાતાં જહાજમાં શત્રક્રિયા કરી હતી. કામગીરી માટે તેમને નેવી મેડલ  પણ એનાયત કરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang