• બુધવાર, 01 મે, 2024

800 કોરીમાં બનેલું મોટા અંગિયાનું રામ મંદિર

ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 17 : રામ આયેંગે તો અંગના સજાયેંગે, રામ... આયેંગે... આયેંગે... 5મી ઓગસ્ટે અયોધ્યામાં ભગવાન રામજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. આજે રામનવમીએ શ્રીરામ ભગવાનના મંદિરોમાં ઉત્સવ જેવો માહોલ છવાયો હતો. વાત કરીએ 90 વર્ષ પહેલાં અને તે વખતે 800 કોરીમાં નિર્માણ?પામેલા નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામે આવેલા ભગવાન રામજીના મંદિરની. મંદિરની સેવાપૂજા શંકરજી મહારાજ કરતા હતા. હાલમાં 85 વર્ષના શાંતાબેન રાજગોર કરે છે. મોટા અંગિયા ગામનું રામ મંદિર ધીણોધર જાગીર હસ્તકનું છે. જમીનથી 10થી 15 ફૂટ ઊંચે આવેલું રામ મંદિર પ્રાચીન કલાત્મકતા ધરાવે છે. મોટા અંગિયા થાન જાગીરનું ગામ છે. પહેલાં જાહોજલાલી હતી. ભૂકંપ વખતે મંદિરમાં ખાલી સામાન્ય તિરાડ?પડી હતી. અંગે વધુ માહિતી આપતાં પરસોત્તમભાઇ?ખત્રીએ કહ્યું કે, અગાઉ? મંદિર દેશી નળિયાવાળું હતું અને મંદિરમાં તે વખતના પૂજારી દામજી મહારાજના સમયકાળમાં મંદિરમાં અચાનક આગ લાગતાં મંદિરનું સંકુલ ભસ્મીભૂત થઇ ગયું હતું અને ભગવાન રામની મૂર્તિ પણ ખંડિત થઇ?ગઇ હતી. ત્યારબાદ 80 વર્ષ પહેલાં ધીણોધર થાન જાગીરના રૂદ્રનાથજી દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે વખતે અંદાજિત રાજાશાહી વખતમાં 800 કોરીમાં મંદિરનું નવનિર્માણ થયું હતું. નાના અંગિયાના પાટીદાર નાનજી ભગત અને કાનજી ભગતે સુંદર ડિઝાઇન વડે મંદિરને કલા કારીગીરીથી ઓપાવ્યું. મંદિરમાં ભગવાન રામ-લક્ષ્મણ-સિતાજીની સફેદ આરસની મૂર્તિ ચાંપશી વિશ્રામ ભગત (બ્રહ્મક્ષત્રિય) છેક જયપુરથી લાવી આપી હતી અને મંદિરનું નવનિર્માણ થયું હતું. વિનયકાંતભાઇએ કહ્યું હતું કે, મંદિરે રામનવમી, જન્માષ્ટમી, નરસિંહ જયંતી, દીપાવલિ, હોળી જેવા તહેવારોની ઉજવણી થાય છે. કોમી એકતાના ગામમાં ભીખારીનાથજી, રામદેવજી મહારાજના મંદિરનો પણ હાલમાં જીર્ણોદ્ધાર થયો છે. ગામમાં આમદપીર, ફરીદપીરની પણ?ઐતિહાસિક દરગાહો છે. રામ મંદિરનો ધ્વજારોહણ વૈશાખ?સુદ-11 એકાદશીના ઉજવાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang