• બુધવાર, 01 મે, 2024

ગાંધીધામમાં રામ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

ગાંધીધામ, તા. 17 : આદિપુરમાં રામ મંદિર અને ગાંધીધામના લીલાશાહનગર ખાતે આવેલા નર નારાયણેશ્વર મંદિર સહિત શહેરના અનેક મંદિરોમાં બપોરે બાર વાગે રામ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. વેળાએ આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સાંજે સનાતન હિન્દુ સમાજ દ્વારા પંચરંગીનગરમાં રામ જન્મોત્સવ નિમિતે રથયાત્રા કાઢવામાં આવી હતી. ભારતનગરના આશાપુરા મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે શહેરના જુદાજુદા માર્ગોએ ફરી લીલાશાહનગર ખાતે નારાયણેશ્વર મહાદેવ મંદિરે પરત ફરી હતી અને મહાઆરતી બાદ પુર્ણ થઇ હતી. રથયાત્રામાં જુદાજુદા સમાજની 64 થી વધુ ઝાંખીઓ તેમજ અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા દરમ્યાન ઠેરઠેર સેવા કેમ્પ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રિના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આયોજનને સફળ બનાવવા સનાતન હિન્દુ સમાજ, અખિલ ભારતીય નવયુગ સંસ્થા, સનાતન રામ સેના, નારાયણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ગાંધીધામ વગેરે દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. રામ જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોને પગલે સંકુલ રામ મય બન્યું હતું.  પ્રસંગે કચ્છ-મોરબી મતવિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહી આયોજક મોમાયાભા ગઢવી અને રાજભા ગઢવીનું સન્માન કરાયું હતું. રથયાત્રામાં ઉપસ્થિત લોકગાયક કીર્તિદાન ગઢવીએ આયોજનને બિરદાવ્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang